કોણ છે આ સ્ટારકિડ? જેની બોડી અને લુક્સ જોતાં જ લોકોએ કહ્યું- આ તો 90sનો સલમાન ખાન છે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sufyan Nadiadwala: બોલિવૂડમાં રોજ નવા ચહેરાઓ અને સ્ટારકિડ્સ ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ હાલમાં એક એવા સ્ટારકિડની ચારેય તરફ ચર્ચા છે જેને જોતા જ લોકો 90ના દશકના સલમાન ખાનની યાદ આવી રહી છે. બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર સાજિદ નાડિયાદવાલાનો નાનો પુત્ર સુફિયાન નાડિયાદવાલા હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં સુફિયાન પોતાના માતા-પિતા સાથે હાજર રહ્યો હતો, જ્યાં તેણે સુપરસ્ટાર સલમાન ખાન સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા યૂઝર્સનું ધ્યાન સુફિયાનના દેખાવ પર ગયું અને તેમની સરખામણી '90ના દશકના સલમાન ખાન' સાથે કરવામાં આવી રહી છે.
કોણ છે સુફિયાન નાડિયાદવાલા?
સુફિયાન નાડિયાદવાલા એ ફિલ્મ નિર્માતા સાજિદ નાડિયાદવાલા અને વર્દા ખાન નાડિયાદવાલાનો નાનો પુત્ર છે. સામાન્ય રીતે મોટાભાગના સ્ટાર કિડ્સ અભિનય ક્ષેત્રે ઝંપલાવતા પહેલાં ચર્ચામાં રહે છે, પરંતુ સુફિયાન અત્યાર સુધી બોલિવૂડની લાઇમલાઇટથી દૂર રહ્યો છે. હાલમાં તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે અને ફિલ્મી દુનિયામાં જોડાવાની તેની કોઈ યોજના હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, જ્યારે પણ તે કોઈ સાર્વજનિક સ્થળે નજરે પડે છે, ત્યારે તેનો લુક વાઇરલ થઈ જાય છે.
કેમ વાઇરલ થઈ રહ્યો છે સુફિયાન?
સુફિયાનના અચાનક વાઇરલ થવાનું કારણ તેનો સલમાન ખાન સાથે મળતો ચહેરો છે. એપ્રિલ 2026માં પાપારાઝીના વીડિયોમાં બ્લુ ટી-શર્ટ અને ઈયરિંગ્સમાં નજરે પડેલા સુફિયાનના હાવભાવ અને હેરસ્ટાઇલ યુવાનીના સલમાન ખાન સાથે સામ્યતા ધરાવે છે. કેટલાક લોકોએ તેને સલમાનનું 'યંગ વર્ઝન' ગણાવ્યો, જ્યારે અન્ય લોકોએ તેની સરખામણી વિજય વર્મા અને ટોમ હોલેન્ડ સાથે પણ કરી છે.
સલમાન ખાન સાથે ખાસ કનેક્શન
1 ઓક્ટોબરે યોજાયેલી ઇવેન્ટમાં જ્યારે સુફિયાન સલમાન ખાનની સાથે જોવા મળ્યો, ત્યારે આ ચર્ચાએ વધુ જોર પકડ્યું. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાઇરલ થતાં લોકો ફરી એકવાર તેના દેખાવની સરખામણી કરવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે સાજિદ નાડિયાદવાલા સાથે સલમાન ખાનના સંબંધો ખૂબ જ ગાઢ અને મિત્રતાભર્યા છે. બંનેએ સાથે મળીને 'જુડવા', 'મુઝસે શાદી કરોગી' અને 'કિક' જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.




