Entertainment

‘રામાયણ’નો બોક્સ ઓફિસ પર દબદબો: 2 જ દિવસમાં ભારતમાં કમાણી 100 કરોડ પાર, વર્લ્ડવાઈડ આંકડો ચોંકાવનારો

By GS Team
7 Nov 20261 min read
TukuTouch Logo
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત 'રામાયણ' ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. નીતેશ તિવારી નિર્દેશિત આ ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં જ ભારતીય બજારમાં 112.90 કરોડ રૂપિયા અને વૈશ્વિક સ્તરે 221.05 કરોડ રૂપિયાની કમાણી કરીને 200 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મે હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં પણ સારો દેખાવ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘રામાયણ’નો બોક્સ ઓફિસ પર દબદબો: 2 જ દિવસમાં ભારતમાં કમાણી 100 કરોડ પાર, વર્લ્ડવાઈડ આંકડો ચોંકાવનારો

Ramayana Box Office Collection Day 2: રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ 'રામાયણ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. નીતેશ તિવારીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી લીધી છે.

બે દિવસમાં 100 કરોડ પાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'રામાયણ' એ રિલીઝના બીજા દિવસે 48.05 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન મેળવ્યું છે. જોકે આ આંકડો પહેલા દિવસની સરખામણીએ 25.9 ટકા ઓછો છે, તેમ છતાં ફિલ્મે માત્ર બે જ દિવસમાં ભારતીય બજારમાં કુલ 112.90 કરોડ રૂપિયાનો નેટ વેપાર કરીને 100 કરોડ રૂપિયાનો આંકડો સફળતાપૂર્વક પાર કરી લીધો છે.

આ દરમિયાન ભારતમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન પણ વધીને 134.80 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભાષાઓની દ્રષ્ટિએ વાત કરીએ તો, બીજા દિવસે ફિલ્મે હિન્દી ભાષામાં 35.50 કરોડ રૂપિયા, કન્નડમાં 5.15 કરોડ રૂપિયા, તેલુગુમાં 4.75 કરોડ રૂપિયા, તમિળમાં 1.50 કરોડ રૂપિયા અને મલયાલમ ભાષામાં 1.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

વર્લ્ડવાઈડ 200 કરોડનો આંકડો પાર

નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત અને નીતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ગ્લોબલ લેવલે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. રિપોર્ટ મુજબ, વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ફિલ્મે માત્ર બે જ દિવસમાં 221.05 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને કમાણીના નવા રેકોર્ડ સર્જ્યા છે.