Entertainment

'અનેક રામાયણમાં રાવણને હીરો અને રામને મૌન બતાવાયા...', મહાભારતના 'દુર્યોધન'નું નિવેદન ચર્ચામાં

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણમ્'ની રિલીઝ પહેલા, બી.આર. ચોપરાના 'મહાભારત'ના દુર્યોધન પુનીત ઇસ્સારે 'રામાયણ'ના પ્રસ્તુતિકરણ પર વાત કરી. પુનીતે જણાવ્યું કે, કેટલાક નાટકોમાં રાવણને હીરો બનાવાતા ભગવાન રામની મહાનતા દર્શાવાતી નથી. તેમણે 'કાંતારા' અને 'હનુમાન' જેવી સફળ ફિલ્મોના ઉદાહરણ આપ્યા. પુનીતના મતે, રણબીર કપૂર ભગવાન રામના રોલમાં શાનદાર રહેશે. આ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અનેક રામાયણમાં રાવણને હીરો અને રામને મૌન બતાવાયા...', મહાભારતના 'દુર્યોધન'નું  નિવેદન ચર્ચામાં

Puneet Issar Interview: રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણમ્'ની રિલીઝમાં હવે માત્ર થોડા જ અઠવાડિયા બાકી છે અને ફેન્સ તેમને ભગવાન રામના રોલમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન, પ્રખ્યાત અભિનેતા પુનીત ઇસ્સાર (જેમણે બી.આર. ચોપરાના 'મહાભારત'માં દુર્યોધનનું પાત્ર ભજવ્યું હતું)એ ફિલ્મો, ટેલિવિઝન અને સ્ટેજ નાટકોમાં 'રામાયણ' અને 'મહાભારત'ના પ્રસ્તુતિકરણ પર ખુલીને વાત કરી છે.

એક ઇન્ટરવ્યૂમાં પુનીતે જણાવ્યું કે, તે સમયે એવું વાતાવરણ બની ગયું હતું જ્યાં લોકો નકારાત્મક પાત્રોને જ નાયક બનાવવા લાગ્યા હતા અને રાવણ તેમને હીરો લાગવા માંડ્યો હતો. જો તમે રાવણને જ નાયક બનાવી દેશો, તો પછી ભગવાન રામ શું છે? પુનીતના મતે, રાવણમાં અનેક નકારાત્મક ગુણો હતા, છતાં કેટલાક નાટકોમાં ભગવાન રામની મહાનતાને યોગ્ય રીતે દર્શાવવામાં નહોતી આવતી અને તેમને માત્ર એક મૂક પાત્ર તરીકે રજૂ કરવામાં આવતા હતા, જ્યારે તેઓ સ્વયં ભગવાન છે. આ જ કારણથી મેં 'રામાયણ' પર આધારિત એક નાટક પણ લખ્યું હતું જેથી લોકો સમજી શકે કે ભગવાન રામ વાસ્તવમાં શું છે.

રામાયણ પર બનેલી ફિલ્મો કેમ ન ચાલી?

ઇન્ટરવ્યૂમાં જ્યારે પુનીત ઇસ્સારને પૂછવામાં આવ્યું કે, ‘1980ના દશકનો ટીવી શો આજ પણ દર્શકોના દિલોમાં વસેલો છે, તો પછી રામાયણ પર બનેલી હાલની ફિલ્મો કેમ સફળ ન થઈ?’ જેના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘જો ફિલ્મનો કન્ટેન્ટ સારો નહીં હોય, તો તે ક્યારેય નહીં ચાલે, પરંતુ જો કોઈ સારી ફિલ્મ બનાવશે તો તે ચોક્કસ સફળ થશે.’ પોતાની વાતને સાબિત કરવા તેમણે તાજેતરની સફળ આધ્યાત્મિક અને પૌરાણિક ફિલ્મો જેમ કે 'કાંતારા' અને 'હનુમાન' (અંશ)નું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે જે ફિલ્મો સફળ થાય છે તેમાં ચોક્કસ કંઈક ખાસ વાત હોય છે, જ્યારે 'આદિપુરુષ' એટલી સારી ન હોવાને કારણે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.

ભગવાન રામના રુપમાં રણબીર કપૂર રહેશે શાનદાર: નિતેશ તિવારીના વખાણ

અભિનેતાએ રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણમ્'ને લઈને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરતા કહ્યું કે ભગવાન રામના રૂપમાં રણબીર ખૂબ જ શાનદાર રહેશે. તે ઇન્ડસ્ટ્રીનો સૌથી પ્રતિભાશાળી અને વર્સટાઇલ અભિનેતાઓમાંનો એક છે, જેણે 'બર્ફી', 'રૉકેટ સિંહ', 'રૉકસ્ટાર' અને 'એનિમલ' જેવી શાનદાર ફિલ્મો કરી છે.

ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારી વિશે વાત કરતા પુનીતે દર્શકોને અપીલ કરી કે કોઈપણ પૂર્વગ્રહ રાખ્યા વગર કે ફિલ્મ પર પ્રતિક્રિયા આપતા પહેલા તેના રિલીઝ થવાની રાહ જોવી જોઈએ. નિતેશ તિવારી એક સમજદાર વ્યક્તિ છે અને દર્શકોએ ફિલ્મ જોયા પછી જ પોતાનો કોઈ અભિપ્રાય બનાવવો જોઈએ.

ફિલ્મ 'રામાયણમ્'ની સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ

રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ અને રવિ દુબે જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' આગામી 5 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.