Entertainment

10 વર્ષ નાના ક્રિકેટર યશસ્વી જયસ્વાલને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર? જવાબ આપતા કહ્યું- જેનઝીથી કંઈક શીખો

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર અને ક્રિકેટર યશસ્વી જેસ્વાલના ડેટિંગની અફવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક કમેન્ટ વાઇરલ થઈ છે. મુંબઈના એક કેફેમાંથી બંને અલગ-અલગ બહાર નીકળ્યા બાદ આ અફવાઓ શરૂ થઈ હતી. વાઇરલ કમેન્ટમાં, મૃણાલના નામે અફવાઓને નકારી કાઢી, લોકોને વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. જોકે, આ કમેન્ટની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

10 વર્ષ નાના  ક્રિકેટર યશસ્વી જયસ્વાલને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર? જવાબ આપતા કહ્યું- જેનઝીથી કંઈક શીખો

Mrunal Thakur Yashasvi Jaiswal: બોલિવૂડ અને ક્રિકેટ જગત વચ્ચેનો સંબંધ હંમેશા ખાસ રહ્યો છે. ઘણી અભિનેત્રીઓએ ક્રિકેટરો સાથે લગ્ન કર્યા છે, તો કેટલીક ડેટિંગની ખબરોને લઈને ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુરનું નામ ભારતીય ક્રિકેટર યશસ્વી જેસ્વાલ સાથે જોડાઈ રહ્યું છે. હવે આ અફવાઓ વચ્ચે એક સોશિયલ મીડિયા કમેન્ટ વાઇરલ થઈ રહી છે, જે મૃણાલ ઠાકુરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કેફેની બહાર સ્પોટ થયા બાદ ડેટિંગની અફવાઓ શરૂ થઈ

થોડા સમય પહેલાં મૃણાલ ઠાકુર અને ક્રિકેટર યશસ્વી જેસ્વાલ મુંબઈના એક જ કેફેની બહારથી અલગ-અલગ નીકળતા કેમેરામાં કેદ થયા હતા. બંનેના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ ફેન્સે તેમના ડેટિંગ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે મૃણાલ ઠાકુર અને યશસ્વી જેસ્વાલ વચ્ચે ઉંમરમાં આશરે 9-10 વર્ષનો તફાવત છે.

વાઇરલ કમેન્ટ અને મૃણાલની કથિત પ્રતિક્રિયા

હવે સોશિયલ મીડિયા પર મૃણાલ ઠાકુર પ્રોફાઈલની એક કમેન્ટ ખૂબ જ વાઇરલ થઈ રહી છે. વાઇરલ કમેન્ટમાં લખવામાં આવ્યું છે કે, 'બ્રો રિલેક્સ… તમે લોકો આટલા ભણેલા-ગણેલા હોવા છતાં આવી અફવાઓને સાચી કેમ માની લો છો? દેશમાં ઘણું બધું થઈ રહ્યું છે. જનરેશન ઝેડ (Gen Z) પાસેથી કંઈક શીખો અને સાચા મુદ્દાઓ પર વીડિયો બનાવો, તેનાથી વધુ વ્યૂઝ મળશે.'

image.png

જોકે, આ વાઇરલ વીડિયો પર હવે આ કમેન્ટ દેખાઈ રહી નથી, તેથી તેમાં કેટલી સત્યતા છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ પહેલાં પણ મૃણાલ ઠાકુરનું નામ દક્ષિણ ભારતીય સિનેમાના જાણીતા એક્ટર ધનુષ સાથે જોડાયું હતું, પરંતુ તેમના નજીકના સૂત્રોએ તે અફવાઓને નકારી કાઢી હતી.