સંગીત જગતમાં શોક: 11 ગ્રેમી ઍવોર્ડ જીતનાર સિંગર ડોલી પાર્ટનનું નિધન, અડધી કાઠીએ ઝૂકશે અમેરિકાનો ધ્વજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Singer Dolly Parton Passes Away: અમેરિકન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ આઈકોન અને 11 વખત ગ્રેમી ઍવોર્ડ જીતનારા જાણીતા ગાયિકા ડોલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી હોલિવૂડ સહિત સમગ્ર વિશ્વના સંગીત પ્રેમીઓમાં શોકની લહેર ફરી વળી છે. અહેવાલો મુજબ, ડોલી પાર્ટન છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી અને વધતી ઉંમરની સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડી રહ્યા હતા. નેશવિલે ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડોલી પાર્ટનના ભત્રીજા બ્રાયન સીવરે એક વીડિયો શેર કરીને આ દુઃખદ સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અને હોલિવૂડ હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલિ
ડોલી પાર્ટનના નિધન પર દુઃખ વ્યક્ત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શોક સંદેશ પાઠવ્યો હતો. તેમણે લખ્યું કે, 'ડોલી પાર્ટન જેવી મહાન હસ્તીઓ સદીમાં એક જ વાર જન્મ લે છે અને અમેરિકન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને તેમની ખોટ હંમેશા સાલશે.' ડોલી પાર્ટનના સન્માનમાં અમેરિકન પ્રમુખે આગામી એક સપ્તાહ સુધી રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાની ખાસ જાહેરાત કરી છે. આ ઉપરાંત કેસી મુસગ્રેવ્સ, રીબા મેકએન્ટાયર અને મેરેન મોરિસ જેવા હોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારોએ પણ તેમને ભાવાંજલિ અર્પણ કરી છે.

6 દાયકા લાંબી કારકિર્દી અને 3000થી વધુ ગીતો
ગાયિકા અને સંગીતકાર તરીકે ડોલી પાર્ટનની કારકિર્દી 6 દાયકા કરતાં પણ વધુ લાંબી રહી હતી. તેમણે તેમના સંગીત સફર દરમિયાન 'જોલેન', 'આઈ વિલ ઓલવેઝ લવ યુ', '9 ટુ 5', 'કોટ ઓફ મેની કલર્સ' અને 'હિયર કમ અગેન' જેવા 3,000થી વધુ સુપ્રસિદ્ધ ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો હતો. સંગીત ક્ષેત્રે તેમનું અતુલ્ય યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.




