Entertainment

83 વર્ષની વયે દેશના બીજા સૌથી અમીર એક્ટર બન્યા અમિતાભ બચ્ચન! સંપત્તિમાં 145 ટકાનો ઉછાળો

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 મુજબ, બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન 4000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશના બીજા સૌથી ધનિક અભિનેતા બન્યા છે. શાહરૂખ ખાન પ્રથમ સ્થાને છે. તેમની સંપત્તિમાં 145%નો વધારો જોવા મળ્યો છે. રોકાણ, રિયલ એસ્ટેટ, ફિલ્મો અને KBC શો તેમની આવકના મુખ્ય સ્ત્રોત છે, જેણે તેમની નેટવર્થમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

83 વર્ષની વયે દેશના બીજા સૌથી અમીર એક્ટર બન્યા અમિતાભ બચ્ચન! સંપત્તિમાં 145 ટકાનો ઉછાળો
IMAGE - IANS

Amitabh Bachchan net worth: હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 જાહેર થઈ ચૂકી છે, જેના અનુસાર બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન દેશના બીજા સૌથી અમીર અભિનેતા છે, જ્યારે પહેલા નંબર પર શાહરૂખ ખાન છે. રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચનની નેટવર્થમાં પાછલા વર્ષની સરખામણીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે બિગ બીની નેટવર્થ 1630 કરોડ રૂપિયા હતી, જે વધીને આ વર્ષે 4000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે એક જ વર્ષની અંદર તેમની નેટવર્થમાં 145 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.

અમિતાભ બચ્ચનની કમાણીના મુખ્ય સ્ત્રોતો

હુરુનના રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચનની નેટવર્થમાં વધારો તેમના ફેમિલી ઓફિસ દ્વારા કરાયેલા રોકાણો, રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સ તેમજ ફિલ્મો અને પ્રખ્યાત ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC)ની ફીઝને કારણે થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બી દરેક ફિલ્મ માટે આશરે 10થી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે વિવિધ બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ માટે તેઓ 5થી 8 કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત, નાના પડદા પર પ્રસારિત થતા લોકપ્રિય શો KBCના એક જ સિઝનથી તેઓ આશરે 40થી 50 કરોડ રૂપિયા કમાય છે અને હાલમાં તેઓ KBCની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.

સ્ટાર્ટઅપ રોકાણ અને પ્રીમિયમ રિયલ એસ્ટેટમાં મોટું હોલ્ડિંગ

83 વર્ષીય અભિનેતાએ મોટી કોર્પોરેટ કંપનીઓ અને ઝડપથી વિકસતા ટેક સ્ટાર્ટઅપ્સના વિવિધ પોર્ટફોલિયોમાં ભારે રોકાણ કર્યું છે. પાછલા વર્ષ દરમિયાન પ્રાઇવેટ અને ઇક્વિટી માર્કેટમાં વેલ્યુએશનમાં થયેલા ભારે વધારાને કારણે તેમની હોલ્ડિંગ્સ અનેકગણી વધી ગઈ છે. આ સિવાય, તેઓ પ્રીમિયમ ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મોટા રોકાણકાર છે અને રેસિડેન્શિયલ તથા કમર્શિયલ સેક્ટરમાં પ્રોપર્ટીઝ ખરીદીને પોતાની કુલ સંપત્તિમાં વધારો કર્યો છે.