Entertainment

'હું રડી પડ્યો હતો': OTTએ જે ફિલ્મનું કર્યું હતું અપમાન, તેણે બોક્સ ઓફિસ પર 80 કરોડ છાપી દીધા!

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
વિશાલ ચતુર્વેદી દિગ્દર્શિત 'હનુમાન અંશ' ફિલ્મે બોક્સ ઓફિસ પર 80 કરોડથી વધુનો આંકડો પાર કરી ધમાકેદાર સફળતા મેળવી છે. શરૂઆતમાં ધીમી ગતિ છતાં, મૌખિક પ્રચારને કારણે ફિલ્મે કમાણીમાં ઉછાળો જોયો. નિર્દેશકે જણાવ્યું કે કેવી રીતે એક જાણીતા OTT પ્લેટફોર્મે તેમની વાર્તા અપમાનજનક રીતે નકારી હતી. આ ફિલ્મ સંત નીમ કરોલી બાબાના જીવન પર આધારિત આધ્યાત્મિક ડ્રામા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું રડી પડ્યો હતો': OTTએ જે ફિલ્મનું કર્યું હતું અપમાન, તેણે બોક્સ ઓફિસ પર 80 કરોડ છાપી દીધા!

Hanuman Ansh Box Office Collection: વિશાલ ચતુર્વેદીના દિગ્દર્શનમાં તૈયાર થયેલી 'હનુમાન અંશ' ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. થોડા સમય પહેલાં સુધી જે ફિલ્મની ખાસ ચર્ચા પણ નહોતી, તે હવે 80 કરોડ રૂપિયાથી વધુનો આંકડો પાર કરી ચૂકી છે. આ સાથે જ આ ફિલ્મે થિયેટરોમાં ધમાકેદાર સફળતા હાસિલ કરી છે.

ઓટીટીની ચોક્કસ માનસિકતા તોડવી જરૂરી હતી

ફિલ્મની સફળતાની ઉજવણી થઈ રહી છે, પણ તે વચ્ચે દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'શરૂઆતમાં જ્યારે હું એક જાણીતા ઓટીટી પ્લેટફોર્મ પાસે સ્ટોરી નેરેશન માટે ગયો હતો, ત્યારે મારી સ્ટોરી રિજેક્ટ કરવામાં આવી હતી. વાર્તા સંભળાવતી વખતે હું ભાવુક થઈને રડી પડ્યો હતો. પરંતુ મને જે ભાષા અને અંદાજમાં નકારવામાં આવ્યો, તે અપમાનજનક લાગ્યું હતું. તેમની ચોક્કસ માનસિકતાને તોડવી અત્યંત જરૂરી હતી. એક ફિલ્મમેકર તરીકે અમારે અનેકવાર રિજેક્શનનો સામનો કરવો પડે છે, પરંતુ તેને નકારવાની પણ એક સભ્ય રીત હોવી જોઈએ.'

ધીમી શરૂઆત બાદ બોક્સ ઓફિસ પર કમાલ

'હનુમાન અંશ' ફિલ્મ 7 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી અને તેની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. ફિલ્મે પહેલા દિવસે માત્ર 10 લાખ રૂપિયા કમાયા હતા, જ્યારે પ્રથમ સપ્તાહમાં આશરે 1.80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા સપ્તાહમાં તો કલેક્શન ઘટીને માત્ર 40 લાખ રૂપિયા થઈ ગયું હતું. જોકે, ત્રીજા અઠવાડિયાથી મૌખિક પ્રચાર અને પ્રશંસાના કારણે પ્રેક્ષકોની સંખ્યામાં ઝડપી વધારો થયો હતો. હાલમાં ફિલ્મનું ઈન્ડિયા નેટ કલેક્શન 81.41 કરોડ રૂપિયા થઈ ગયું છે.

સંત નીમ કરોલી બાબાના જીવન પર આધારિત છે ફિલ્મ

ફિલ્મની વાત કરીએ તો, 'હનુમાન અંશ' એક આધ્યાત્મિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ પ્રખ્યાત સંત નીમ કરોલી બાબા (મહારાજ જી)ના જીવન પર આધારિત છે. ફિલ્મમાં નીમ કરોલી બાબાની મુખ્ય ભૂમિકા અભિનેતા શોભિનવ સત્યાએ ભજવી છે.