'મારો દોસ્ત મને છોડીને જતો રહ્યો...' નાના પાટેકરના નિધનથી ભાંગી પડ્યા 'મજનૂ ભાઈ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anil Kapoor Mourns Nana Patekar’s Death: પ્રખ્યાત અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટના કારણે દુઃખદ અવસાન થયું છે અને તેઓ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નાના પાટેકરે પોતાની શાનદાર અભિનય શૈલી અને સાદગીભર્યા જીવનથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી.
અનિલ કપૂરે મિત્રના નિધન પર વ્યક્ત કરી વેદના: 'પહેલા સતીશ અને હવે નાન્યા પણ ગયો'
નાના પાટેકરના નિધનથી તેમના ખાસ મિત્રો ભારે આઘાતમાં સરી પડ્યા છે. અભિનેતા અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને પોતાના જિગરી મિત્રને શ્રદ્ધાંજલિ આપી છે. નાના પાટેકર સાથેની તસવીર શેર કરતા અનિલ કપૂરે લખ્યું, 'મારો મિત્ર મને છોડીને ચાલ્યો ગયો. પહેલા સતીશ અને હવે મારો નાન્યા. નાન્યા તું અચાનક ખૂબ વહેલો ચાલ્યો ગયો, અમને હંમેશાં માટે છોડીને ચાલ્યો ગયો. લાઈફમાં તને ખૂબ યાદ કરીશ - સેટ પર, ફોન પર અને મોટા પડદા પર.'
મિત્રતાની અતૂટ યાદો અને ભાવનાત્મક વિદાય
ઉલ્લેખનીય છે કે 9 માર્ચ, 2023ના રોજ અભિનેતા સતીશ કૌશિકનું પણ કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું, ત્યારે પણ અનિલ કપૂર ખૂબ ભાંગી પડ્યા હતા. હવે મિત્ર નાના પાટેકરના જવાથી તેમને ફરીથી મોટો આઘાત લાગ્યો છે. અનિલ કપૂર અને નાના પાટેકરે લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઈઝી 'વેલકમ'માં 'ઉદય અને મજનૂ'ની ભૂમિકા દ્વારા દર્શકોના દિલ જીત્યા હતા.




