Entertainment

'ઘણાં મોટા ફિલ્મ નિર્માતા મારી સાથે કામ કરવા નથી માગતા...', દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારનું દર્દ છલકાયું

By GS Team
26 Nov 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે 'કોફી વિથ કરણ સિઝન 9'માં મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, તે દિવસમાં માત્ર 8 કલાક જ કામ કરે છે, જેના કારણે મોટા નિર્માતાઓ તેની સાથે કામ કરતા ખચકાય છે. અક્ષયે કહ્યું કે, તે 8 કલાક પૂરી નિષ્ઠાથી કામ કરે છે અને વેનિટી વેનમાં પણ નથી જતો. રવિ કિશને અક્ષયની કાર્યશૈલીના વખાણ કરતા કહ્યું કે તે 55 દિવસમાં ફિલ્મ પૂરી કરીને નિર્માતાઓના કરોડો બચાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઘણાં મોટા ફિલ્મ નિર્માતા મારી સાથે કામ કરવા નથી માગતા...', દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારનું દર્દ છલકાયું
IMAGE - IANS

Akshay Kumar 8 hour shift: બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારે તાજેતરમાં જ એક મોટો ખુલાસો કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. અક્ષયે જણાવ્યું છે કે, 'હું દિવસમાં માત્ર 8 કલાક જ કામ કરું છું અને મારા આ જ નિયમને કારણે ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવામાં ખચકાટ અનુભવે છે. 'કોફી વિથ કરણ સિઝન 9'ના 7મા એપિસોડમાં ભોજપુરી સ્ટાર રવિ કિશન સાથે પહોંચેલા અક્ષયે દર્શકોને ખૂબ હસાવ્યા, પરંતુ સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક કડવું સત્ય પણ સામે મૂક્યું. અગાઉ દીપિકા પાદુકોણે પણ દીકરી દુઆના જન્મ બાદ 8 કલાકની શિફ્ટની માંગ કરી હતી, જેના કારણે તેણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' ગુમાવવી પડી હતી.

8 કલાકના કામમાં વેનિટી વેનમાં પણ નથી જતો અક્ષય

શો દરમિયાન કરણ જોહરે અક્ષય કુમારના વખાણ કરતા કહ્યું કે તે નવા દિગ્દર્શકો અને નિર્માતાઓનું ખૂબ ધ્યાન રાખે છે. આ વાત પર પ્રતિક્રિયા આપતા અક્ષયે કહ્યું કે, 'આમાં એ પણ સત્ય છે કે ઘણા મોટા લોકો મને કાસ્ટ કરવા માંગતા નથી.'

અક્ષયે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, 'હું માત્ર 8 કલાક કામ કરું છું, પરંતુ લોકો એ ભૂલી જાય છે કે હું આ 8 કલાક દરમિયાન મારી વેનિટી વેનમાં પણ જતો નથી. દર્શકો મને પડદા પર ફિટ અને જોશથી ભરપૂર જોવા માંગે છે, થાકેલો નહીં. તેથી જ હું 8 કલાક કામ કરું છું, 8 કલાક ઊંઘું છું અને બાકીનો સમય પરિવાર, ભોજન અને પોતાના સ્વાસ્થ્ય પાછળ વિતાવું છું.'

રવિ કિશને કર્યા અક્ષયની કાર્યશૈલીના વખાણ

અક્ષય સાથે ચાર ફિલ્મોમાં કામ કરી ચૂકેલા રવિ કિશને પણ અક્ષયની વાતનું સમર્થન કરતા તેની કાર્યશૈલીના ભરપૂર વખાણ કર્યા હતા. રવિ કિશને જણાવ્યું કે, 'અક્ષય આ 8 કલાકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે અને તે એટલી ઝડપથી કામ કરે છે કે નિર્માતાઓના કરોડો રૂપિયા બચી જાય છે. અક્ષય 55 જેટલા દિવસોમાં જ આખી ફિલ્મ પૂરી કરી લે છે, જેનાથી નિર્માતાઓ ખુશ રહે છે અને યુનિટના 300થી 400 લોકોને રોજગારી પણ મળે છે.'

ક્રિસ્ટોફર નોલન અને ટોમ ક્રૂઝનું આપ્યું ઉદાહરણ

ઓછા દિવસોમાં ફિલ્મ પૂરી કરવા અને વધુ ફિલ્મો કરવા અંગે ઉઠતા સવાલોનો પણ અક્ષયે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, 'ઘણા લોકો મને પૂછે છે કે હું 60-65 દિવસમાં ફિલ્મ કેવી રીતે પૂરી કરી લઉં છું? મેં હમણાં જ ક્રિસ્ટોફર નોલનનો એક ઇન્ટરવ્યુ વાંચ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ એક ફિલ્મ પૂરી કરવામાં 90 દિવસથી વધુ સમય લેતા નથી. ટોમ ક્રૂઝે પણ 'મિશન: ઇમ્પોસિબલ' 55 દિવસમાં પૂરી કરી હતી.'

વધુ ફિલ્મો કરવાના સવાલ પર અક્ષયે હસતા હસતા કહ્યું કે, 'મને સમજાતું નથી કે લોકો મને કેમ પૂછે છે કે હું આટલી બધી ફિલ્મો કેમ કરું છું? જો હું કામ નહીં કરું તો બીજું શું કરીશ?' એકંદરે, અક્ષય અને રવિ કિશનની આ જોડીએ પોતાના ખુલાસાઓ અને મસ્તીથી ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.