Entertainment

35 વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું નિધન, પરિવારે એક મહિના બાદ કર્યો ખુલાસો

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું 35 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, 15 જુલાઈએ તેમનું અવસાન થયું. છેલ્લા એક વર્ષથી તેઓ માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ હતા. અનન્યાએ '7 અવર્સ ટુ ગો' અને 'ધ ફાઈનલ એક્ઝિટ' જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. પરિવારે આ મુશ્કેલ સમયમાં પ્રાઈવસી જાળવવા વિનંતી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

35 વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું નિધન, પરિવારે એક મહિના બાદ કર્યો ખુલાસો
ફોટો સોર્સ: ananyaraj.official/instagram

Ananya Raj Death: અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું 35 વર્ષની વયે નિધન થયું છે. આ માહિતી તેમના પરિવારે તેમના જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગભગ એક મહિના પછી આપી છે. પરિવારના જણાવ્યા અનુસાર અનન્યાનું નિધન 15 જુલાઈએ થયું હતું. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લા એક વર્ષથી બીમાર હતા. અનન્યાએ ‘7 અવર્સ ટુ ગો’, ‘ધ ફાઈનલ એક્ઝિટ’ અને ‘ઘોસ્ટ’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેમને લગભગ પોણા ત્રણ લાખ લોકો ફોલો કરતા હતા.

પરિવારે એક મહિના પછી સોશિયલ મીડિયા પર શેર કરી દુઃખદ ન્યૂઝ

અનન્યાના નિધનના એક મહિના પછી મોતની જાણકારી આપતા ઈન્સ્ટાગ્રામ પર ફેમિલીએ એક નોટ શેર કરી. જેમાં લખવામાં આવ્યું છે કે, 'અમે અનન્યાના પરિવારજનો છીએ. ખૂબ જ દુઃખ સાથે અમારે જણાવવું પડી રહ્યું છે કે 15 જુલાઈની વહેલી સવારે અનન્યાનું નિધન થઈ ગયું. તે ઊંઘમાં જ શાંતિથી ગુજરી ગઈ. એક વર્ષથી વધુ સમયથી તે માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ હતી. પોતાની બીમારીમાંથી બહાર આવવા માટે તેણે વોરિયરની જેમ લડાઈ લડી.'

મુશ્કેલ સમયમાં પ્રાઈવસી અને આત્માની શાંતિ માટે વિનંતી

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, 'તે મજબૂત ઈરાદાઓ વાળી છોકરી હતી અને તેણે હંમેશા શાનથી એક ક્વીનની જેમ જિંદગી જીવી. બચ્ચા, તારી ખોટ ખૂબ સાલશે. અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. આ મુશ્કેલ સમયમાં અમે ઈચ્છીએ છીએ કે અમને થોડી પ્રાઈવસી અને શાંતિ આપવામાં આવે.'

અંતિમ સંસ્કાર અને શ્રદ્ધાંજલિની તસવીરો પણ થઈ વાઈરલ

પોસ્ટમાં નિવેદનની સાથે સાથે પરિવાર તરફથી અનન્યાના અંતિમ સંસ્કારની પણ એક તસવીર શેર કરવામાં આવી છે. સાથે જ એક તસવીર એવી પણ છે, જેમાં અનન્યાની તસવીર મૂકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અનન્યાનો જન્મ 1991માં થયો હતો અને 15 જુલાઈ 2026ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.

બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધીનું સફર

અનન્યા રાજે હિન્દી સિવાય રીજનલ સિનેમામાં પણ કામ કર્યું હતું. તે મુંબઈમાં જ ઉછરી હતી અને ફિલ્મો સિવાય મ્યુઝિક વિડિયોઝમાં પણ કામ કરતી હતી. 2016માં આવેલી ‘7 અવર્સ ટુ ગો’થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તેલુગુ ફિલ્મ ‘તગ્ગેદે લે’ અને ધ ટ્રાઈલિંગ્યુઅલ મદ્રાસી ગેંગમાં પણ કામ કર્યું.