Get The App

શાહિદ કપૂરની ફિલ્મ 'ઓ રોમિયો'એ ત્રીજા દિવસે કરી કમાલ, જાણો કેટલા કરોડ થયું કલેક્શન

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
શાહિદ કપૂરની ફિલ્મ 'ઓ રોમિયો'એ ત્રીજા દિવસે કરી કમાલ, જાણો કેટલા કરોડ થયું કલેક્શન 1 - image


 સૌજન્ય વિશાલ ભારદ્વાજ


O Romeo Collection Data: શાહિદ કપૂરની ફિલ્મ 'ઓ રોમિયો' અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી ફીમેલ લીડ રોલમાં છે. ચાહકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ક્રિટિક્સ તરફથી પણ શાનદાર રિવ્યૂ મળ્યા છે. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, ચાલો જાણીએ ત્રીજા દિવસે ફિલ્મને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે.

'ઓ રોમિયો' નું ત્રીજા દિવસનું કલેક્શન

Sacnilk ના અહેવાલ મુજબ, ફિલ્મે બે દિવસમાં જ 20 કરોડનો આંકડો સ્પર્શી લીધો છે. ત્રીજા દિવસના સાંજના 5 વાગ્યા સુધીના આંકડા ત્રીજા દિવસે મોર્નિંગ શોમાં ફિલ્મને 8.76% ઓક્યુપન્સી મળી છે. રાત્રિના શોના આંકડા આવ્યા બાદ કલેક્શનમાં હજુ વધારો થઈ શકે છે.


દિવસબોક્સ ઓફિસ કલેક્શન
પહેલો દિવસ8.5 કરોડ
બીજો દિવસ12.65 કરોડ
ત્રીજો દિવસ5.23 કરોડ (સાંજે 5 વાગ્યા સુધી)
કુલ કમાણી26.38 કરોડ


આ પણ વાંચો : જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ

વિવાદોમાં રહી ફિલ્મ

'ઓ રોમિયો' નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ તે ચર્ચામાં હતું. ફિલ્મમાં શાહિદ કપૂર 'હુસૈન ઉસ્તરા' ના રોલમાં જોવા મળે છે. હુસૈન ઉસ્તરાની પુત્રી સનોબરે મેકર્સ પર આરોપ લગાવ્યો હતો કે, પરવાનગી વગર પિતાની બાયોપિક બનાવી છે અને તેની નકારાત્મક છબી દર્શાવી છે. જોકે, સનોબર કોર્ટમાં કેસ સાબિત કરી શક્યા નહીં અને કેસ ફગાવી દેવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સિનિયર એક્ટ્રેસ ફરીદા જલાલે અપશબ્દો (ગાળો) પણ બોલી છે, જેની તેમણે પોતે પણ ચર્ચા કરી હતી. આ હટકે અંદાજને કારણે ફિલ્મ વધુ ચર્ચામાં છે.

સ્ટાર કાસ્ટ અને ડાયરેક્શન

ડાયરેક્ટર: વિશાલ ભારદ્વાજ

પ્રોડ્યુસર: નાડિયાડવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ

મુખ્ય કલાકારો: શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી, નાના પાટેકર, વિક્રાંત મેસી, દિશા પાટની, તમન્ના ભાટિયા, અવિનાશ તિવારી અને ફરીદા જલાલ.