પીડિત પતિ પુરાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બખડજંતર-નટખટ નાગર
'લાભુ, તારી કાયમ વટમાં રહેતી લીલાએ થોડા દિવસ પહેલાં વટ સાવિત્રી પૂર્ણિમાની ઉજવણા કરી કે નહીં?'
'અરે ભાઈ, લીલા બાર મહિને એક વાર સાવિત્રીનું વ્રત ઉજવે, બાકી ચો-વટ સાવિત્રીની જ ઉજવણી કરતી હોય છે.'
'લાભુ, પતિવ્રતા સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્યની કામના કરતી હોય છે અને વ્રત ઉજવતી હોય છે. તો તારી લીલાદેવી તારા લાંબા આયુષ્યની કામના કરે કે નહીં?'
'અરે ભાઈ, લીલા કામના કરે કે ન કરે શું ફેર પડે છે? લીલા જેવી સંગીન જેવી જીવન-સંગિની મ ળે એને અમથુંય જીવન લાંબુ જ લાગે એવા લાંબા કરી નાંખે છે.'
'લાભુ, તેં છાપામાં વાંચ્યું કે નહીં? મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ભેગા થયેલા દેશભરના પત્ની પીડિત પતિદેવોએ શું કર્યું?'
'ના ભાઈ ના, કહો તો ખરા કે મારી જેવા પત્ની પીડિત પતિદેવોએ વળી શું નવો ખેલ કર્યો?'
'લાભુ, છત્રપતિ સંભાજી નગરમાં વટ સાવિત્રી પૂર્ણિમાની પૂર્વ સ ંધ્યાએ પત્ની પીડિત આશ્રમમાં ભેગા થયેલા હેરાનગતી ભોગવતા હસબંડોએ પીપળાના વૃક્ષની અવળી પ્રદક્ષિણા કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમને ઘરવાળીના ત્રાસમાંથી છોડાવો.'
'ઓહોહો… પત્ની પીડિત પતિદેવોએ તો ભાઈ જબરી અવળી પ્રદક્ષિણા કરી. ધણીને જે પજવે એને પતિવ્રતા ન કહેવાય, એને કહેવાય આ-પત્તિ વ્રતા. આવી આપત્તિવ્રતાથી કંટાળેલા ગૃહિણીઓએ આ પ્રસંગે સરકારને કોઈ અપીલ કરી નહીં?'
'લાભુ, પીડિત પતિદેવોએ સરકારને અપીલ કરી કે જેમ મહિલાઓની સમસ્યા નિવારવા મહિલા પંચ છે એમ પુરૂષોની સમસ્યા નિવારવા ભઈલા પંચની રચના કરો.'
'વાહ, મહિલા પંચ અને ભઈલા પંચ પ્રાસ સારો મળ્યો. પણ મારી લીલાને ખબર પડશે કે હું પણ પીડિત પતિ સંઘમાં જોડાવાનો છું તો એ ઘરની મહિલા મને મેરી કોમની જેમ મોઢામાં પંચ (મુક્કો) મારીને દાંત પાડી નાખશે અને મહિલા 'પંચ'નો પરચો દેખાડશે.'
'લાભુ, છ વાર મુક્કાબાજીમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી મેરી કોમે પંચ મારી મારીને કંઈકને ભાંગી નાખ્યા, પણ એક તેનાં ધણી સામે હારી ગઈ. ધણીએ શોષણ કરીને અને ત્રાસ આપીને મેરી કોમના લાખો રૂપિયા પડાવી લીધા ત્યારે મેરી કોમને ભાન થયું કે પોતે મુક્કાબાજી કરે છે અને 'પશુ-પતિ' મોકાબાજીના દાવ અજમાવે છે. એટલે ધણીને ફાઈનલ પંચ મારી છૂટી થઈ ગઈ.'
'આપણા દેશમાં પતિનો ત્રાસ સહન કરતી હોય એવી મહિલાઓની મેજોરિટી છે અને પત્નીનો ત્રાસ સહન કરતા પિતદેવો માઈનોરિટીમાં છે, બરાબરને?'
'લાભુ, એટલે જ પત્ની પીડિત સ ંઘના પતિદેવો કહે છે ને કે પતિના ત્રાસથી છૂટવા પત્ની આત્મહત્યા કરે છે એવી રીતે પત્નીના ત્રાસથી છૂટવા પતિની આત્મહત્યાના કિસ્સા બનવા લાગ્યા છે. આવા કિસ્સા બનતા રોકવા સરકારે ભઈલા પંચની રચના કરવી જોઈએ.'
'હાશ… જાહેર મ ંચથી ભઈલા પંચની માગણી થઈ એ બહુ સારૃં થયું હો! આ ભઈલા પંચની રચનાના સમર્થનમાં હું એક પંચ-વાણી સંભળાવીશ કે-
દેશમાં બંધ થઈ છે સતીપ્રથા
હવે બંધ થશે પતિ-પ્રથા.'
ફન કી બાત
સઃ લગ્ન વખતે કન્યાદાન કરવામાં આવે છે તો પરણીને વરરાજા કન્યાના ઘરે રહેવા જાય એને કયું દાન કહવાય?
જઃ વર-દાન.
લીલાઃ હે બહેન, ઈલા તે મોળાકતનું વ્રત કેમ ન કર્યું?
ઈલાઃ મોળાકતનું વ્રત કરે એને મીઠા વગરનો પતિ મળે, એવું વ્રત કોણ કરે?
દુનિયામાં બે જાતના પુરૂષો સ્ત્રીને સમજી નથી શકતા, એક કુંવારા અને બીજા પરણેલા.
લગ્નજીવનમાં બન્ને માણસને માત્ર અહમ્ જ નડે છે. અહમ્ને બાદ કરો તો અહમ-દા-બાદ (અહમદાબાદ) ઊભું થાય.
મહાન ફિલસૂફ ખલીલ જિબ્રાનનું વાક્ય છે કે પ્રેમ એક જ એવું ફૂલ છે જેને ખીલવવા માટે ખાસ મોસમની જરૂર નથી પડતી. આ વાક્યને જરા ફેરવીને આજના સંદર્ભમાં કહી શકાય કે-
પ્રેમ એવી ચીજ છે જે તમને ફૂલ (મૂર્ખ) બનાવી શ કે છે. પ્રેમ કરી 'ફૂલ' બન્યા પછી પરણીને ઘણાં ખીલવાને બદલે ખીલે બંધાય છે. આવાં ફૂલ ખીલે બંધાય ત્યારે જૂની ફિલ્મનું ટાઈટલ યાદ આવેઃ જબ જબ 'ફૂલ' ખીલે.
સઃ પતિ દ્વારા પત્ની પર પાશવી અત્યાચાર ગુજારવામાં આવે તેને ઈગ્લિશમાં શું કહેવાય?
જઃ એનિમલ-હસબંડરી.
સંસારના સાગરમાં કેવા મરજીવા જોવા મળે ખબર છે? જીવાની બાઝકણી બાયડી કાયમ ધણીને ટોણા માર્યા કરેઃ મર-જીવા… મર-જીવા…
ગેરકાયદે બાંધકામ થાય એને કહેવાય અતિક્રમણ,
અને પતિ હોવા છતાં બીજા સાથે ગેરકાયદે
સંબંધ બાંધે
એને કહેવાય પતિ-ક્રમણ.
રાજાને ગમે તે રાણી
એક પટરાણી, બીજી ખટ-પટરાણી.
સઃ કોઈની વિરુદ્ધ બંડ પોકારે એને એક શબ્દમાં શું કહેવાય?
જઃ બંડખોર.
સઃ પત્ની સામે હિમ્મત કરી બંડ પોકારે એને શું કહેવાય?
જઃ હસ-બંડખોર.
સઃ હસબંડનો અર્થ શું થાય?
જઃ પત્નીની હાજરીમાં ખુલ્લા મને હસવા માટે પણ જેણે બંડ કરવું પડે એ હસ-બંડ.
અસલીનો જમાનો ઓસરી ગયો. આજે નકલી જ નીકળી પડયા છે. એટલે જ કહેવું પડે છે કે-
જો ન-કલ થા વો આજ નકલ હૈ.









