Editorial

અવતરણ - પ્રીતિ શાહ

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પોલીસને નાગરિકોના સહયોગી બનવા જણાવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોલીસ-જનતા વચ્ચે વિશ્વાસ વધારવા ભાર મૂક્યો. નીતિઆયોગના પૂર્વ CEO અમિતાભ કાંતે AI સિસ્ટમમાં ભારતના યોગદાનની વાત કરી. દલાઈ લામાએ આંતરિક સુંદરતાને શ્રેષ્ઠ ગણાવી. પત્રકાર મેઘના પંતે દીકરીઓની લગ્ન સ્વતંત્રતા પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અવતરણ - પ્રીતિ શાહ

સંસદ જનતાની આકાંક્ષાઓ, અધિકારો અને વિશ્વાસની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે જ્યાં વિચારોનું મંથન થાય છે, નીતિનિર્માણ થાય છે અને રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી થાય છે. સશક્ત, સ્વતંત્ર અને ઉત્તરદાયી સંસદ જ લોકતંત્રની વાસ્તવિક શક્તિ છે.

  • ઓમ બિરલા (લોકસભાના અધ્યક્ષ)
  • પોલીસે નાગરિકોના સહયોગી અને માર્ગદર્શક બનવાનું છે. એનાથી જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધશે, જ્યારે પોલીસ લોકોની સમસ્યાઓને સમજીને એની સહાયતા કરશે ત્યારે સમાજમાં સુરક્ષા અને કાયદા પ્રત્યે સન્માન પણ વધશે.
  • દ્રૌપદી મુર્મૂ (રાષ્ટ્રપતિ)
    ભારત વૈશ્વિક એ.આઈ. સિસ્ટમોને ડિજિટલ ડેટા, ભાષાકીય વિવિધતા અને માનવીય સંદર્ભ પૂરા પાડે છે. ભારત પાસે પ્રતિભા, નિયમોનું ખુલ્લાપણું, ઇન્ફ્રાસ્ટ્રકચર અને એનર્જી છે, જેની બરોબરી બહુ ઓછા દેશો કરી શકે છે, પરંતુ અત્યાધુનિક મોડલ અન્ય દેશોમાં કેન્દ્રિત છે.
  • અમિતાભ કાન્ત (નીતિઆયોગના પૂર્વ સી.ઈ.ઓ.)
    
  • અંદરની સુંદરતા જ અસલી સુંદરતા છે. શું બહારની એજ કોઈને સુંદર બનાવી શકે? શારીરિક સુંદરતા તો જલદી ફિકી પડી જાય છે, પરંતુ સૌહાર્દ, કરૂણા અને પ્રેમપૂર્ણ દયાથી મળેલી સુંદરતા અમીટ હોય છે.
  • દલાઈ લામા (બૌદ્ધ ધર્મના ગુરૂ)
    
  • ભ્રષ્ટાચારનો ડાઘ ભગવાનના ઘર સુધી પહોંચતા તે ભાજપના કિલ્લાનો પાયો નબળો પાડી શકે છે. વડાપ્રધાન મોદી કોવિડ, ટેરિફ, યુદ્ધ વગેરે સંકટોનો સામનો કરી ચૂક્યા છે, પરંતુ ભ્રષ્ટાચાર અનેક માથાંવાળા રાક્ષસ જેવો છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તેના પર નિયંત્રણ મેળવવું તે સૌથી મોટો પડકાર છે.
  • મિન્હાજ મર્ચન્ટ (લેખક, સંપાદક, પ્રકાશક)
    
  • દીકરીઓ સ્વતંત્ર રીતે વિચારતી થાય તે માટે શિક્ષણ પર ખર્ચ કરવામાં આવે છે, પરંતુ લગ્નની વાત આવતાં જ સ્વતંત્ર વિચારોને વિદ્રોહ માનવામાં આવે છે. તેને લગ્ન કરવા છે કે નહીં, ક્યારે કરવા છે અને કોની સાથે કરવા છે તેની સ્વતંત્રતા હોવી જોઈએ. આપણી એરેન્જ મેરેજ વ્યવસ્થાને અપગ્રેડ કરવાની જરૂર છે.
  • મેઘના પંત (પત્રકાર, લેખિકા, વક્તા)
    હાલમાં હું દિલ્હીની ઘટના પર આધારિત ફિલ્મ અને કાગડાના જીવન પરથી પ્રેરિક એક અનોખી સુપરહીરો પર કામ કરવા માટે સંશોધન કરીને દેશવિદેશના નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યો છું. મારા માટે ફિલ્મ મેકિંગ એ માત્ર કલા નહીં, પણ સમાજને સમજવાનું માધ્યમ છે.
  • અરણ્ય સહાય (ફિલ્મ દિગ્દર્શક)
    એક કલાકાર તરીકે હું શીખવા અને વિકાસ કરવા માગું છું અને મારી જાતને પડકારવા માગું છું. મારી કલાને પડકાર ફેંકવામાં મદદ કરતી નથી તેવી ફિલ્મો ફક્ત કરવા ખાતર સતત કરતાં રહેવામાં હું માનતી નથી. મારા માટે રચનાત્મક સંતુષ્ટિ પ્રસિદ્ધિ કરતા વધુ મહત્ત્વપૂર્ણ છે.
  • મૃણાલ ઠાકુર (અભિનેત્રી)