બજારની વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોટા શહેરમાં શિફ્ટ થનારા..
નાના ટાઉન લેવલમાંથી મોટો શેહેરોમાં શિફ્ટ થનારાને અનેક સમસ્યાનો સામનો કરવાનો આવે છે. બેંગલુરૂ જેવા શહેરમાં શિફ્ટ થનારા માટે નવી દુનિયામાં સેટ થતા હોય એવું લાગે છે. કોર્પોરેટ કપલ અર્થાત બંને ટોપની નોકરી કરતા હોય ત્યારે બેંગલુરૂમાં શિફ્ટ થવું પડકાર સમાન લાગે છે. ટાઉન લેવલે આસપાસ રહેનારા સાથે કેમ છેા પૂછવાના સંબંધો હોય છે પરંતુ બેંગલુરૂમાં તો બાજુમાં રહેનારા સાથે સ્મિત કરવાનો પણ સંબંધ નથી હોતો. ટાઉન લેવલે થતા વાટકી વ્યવહાર મોટા શહેરોમાં જોવા મળતા નથી. માતા -પિતાની ઉંમરના લોકો સાથે પણ ભાગ્યેજ વાત કરવાનું આવે છે. કેટલીકવાર એકલતા ગમે છે પરંતુ આવી એકલતા માણસને ઘનચક્કર બનાવી દે છે. મોટા શહેરો કહેવા પુરતા સારા છે. લોકો ટાઉન લેવલે ઘરમાં રહે છે જ્યારે મોટા શહેરોમાં સિમેન્ટની ચાર દિવાલો વચ્ચે ગૂંગળાયા કરે છે.
એક મિલિયન ડોલરની જોબ ઠુકરાવનાર..
આઇઆઇટી મુંબઇના ગ્રેજ્યુેટ અને છૈં રીસર્ચર રીષભ અગ્રવાલે જ્યારે મેટા કંપનીના ઝૂકરબર્ગની એક મિલિયન ડોલરની (૮.૫ કરોડ રૂપિયા)જોબની ઓફર ઠુકરાવી ત્યારે તે ફ્રન્ટ પેજ ન્યૂઝ બન્યા હતા. પરંતુ હવે રીષભ અગ્રવાલ છૈં સ્ટાર્ટઅપ પિરીયોડીક લેબ શરૂ કરી રહ્યા છે. માર્ક ઝૂકરબર્ગે ટોપની ટેલેન્ટ શોધવા કરોડોના પગાર આપવાની જોબ ઓફર શરૂ કરી હતી. રીષભને પણ તગડા પગારની ઓફર કરાઇ હતી. પરંતુ રીષભ જાણી ગયો હતો કે પોતાની ટેલેન્ટનો ઉપયોગ બીજા માટે નહીં પણ પોતાના સ્ટાર્ટઅપ માટે કરવામાંજ હોંશિયારી છે. આજે તે છૈં સ્ટાર્ટઅપનો માલિક છે.
ઘરદીઠ આવકમાં મુંબઇ મોખરે નથી
ક્યા શહેરના કુટુંબીઓની કમાણી સૌથી વધારે છે એવા પ્રશ્નના જવાબમાં તમે મુંબઇ કે દિલ્હી કહેશો તો ખોટા પડશો. મુંબઇને ભલે આર્થિક રાજધાની કહેવાતી હોય પણ દરેક ઘર દીઠ આવકમાં મુંબઇ દેશમાં પહેલે નથી આવતું. વાચકોના જાણીને આશ્ચર્ય થશે કે ઘર દીઠ આવકમાં બેંગલુરૂ પહેલા આવે છે, બીજા નંબરે ચંડીગઢ આવે છે જ્યારે મુંબઇ અને દિલ્હી તો ચોથે અને પાંચમે આવે છે. પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ ઘર દીઠ આવકની શહેરો સાથે સરખામણી કરી હતી. ભારતના ૧૮ શહેરોના ઘરદીઠ આવકનો સર્વે કરવામાં આવ્યો હતો. પૂણે અને સુરત જેવા શહેરો બહુ જાણીતા અને બિઝનેસ ક્ષેત્રે ધમધમતા છે પરંતુ ઘરદીઠ આવકમાં તે બહુ પાછળ છે.
ચન્દ્રાબાબુ નાયડુ મિન્સ બિઝનેસ
આંધ્ર પ્રદેશમાં મુખ્યપ્રધાન તરીકે ચન્દ્રાબાબુ નાયડુને સત્તા સંભાળ્યાને બે વર્ષ થયા છે. તેમણે એક ટ્રિલિયનની ઇકોનોમી સાકાર કરવાનું સપનું સિધ્ધ કરવા રોકાણ અને નિકાસને મહત્વ આપ્યું છે. સ્પીડ ઓફ ડૂઇંગ બિઝનેસ પર રાજ્યમાં બહુ ધ્યાન અપાયું છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા કામ કરાયું છે. નાયડુએ સ્વર્ણમ આંધ્ર પ્રદેશ વિઝન-૨૦૪૭ પર ભાર મુક્યો છે. જેમ આંધ્ર પ્રદેશે એક ટ્રિલિયનની ઇકોનોમી પર ભાર મુક્યો છે એમ તેલંગાણાએ પણ એક ટ્રિલિયન ઇકોનોમી પર ભાર મુક્યો છે. બંને રાજ્યો ઉદ્યોગોને ખેંચવા પ્રયોસો કરે છે અને તે માટે વિવધ સ્કીમો પણ મુકે છે. ભારતની વિવિધ દેશોની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી પોતાના દેશને શું લાભ મળશે તેની પણ તૈયારી ચાલે છે.
રેપિડોની સ્પીડ ટોપ પર
ક્વિક ડિલીવરી પ્લેટફોર્મમાં રેપિડો વાળા પણ આવી જાય છે. બ્લિનકીટ, ઝોમેટો, ઉબર,ઓલા, સ્વિગી વગેરે વચ્ચે પોતાના યુઝર્સ મેળવવાની સ્પર્ધા ચાલે છે. તાજેતરના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે સૌથી વધુ યુઝર્સ રેપિડોના છે. રેપિડોના માસિક યુઝર્સ ૮.૨ કરોડ છે. તેણે બ્લિનકીટને પાછળ છોડી દીધું છે. ગયા વર્ર્ષની સરખામણીમાં તે ૬૩ ટકા વધારે છે. રેપિડોએ તેના નજીકના સ્પર્ધક એવા ઓલા અને ઉબરને પણ પાછળ છોડી દીધા છે. ફૂડ ડિલીવરી કરનાર બ્લિનકીટ પાસે સૌથી વધુ યુઝર્સ છે એમ મનાતું હતું પરંતુ જ્યારે ખરા યુઝર્સની ગણત્રી કરાઇ ત્યારે રેપિડો ટોપ પર આવી હતી. રેપિડોના માસિક યુઝર્સ ૮.૨ કરોડ છે તો બ્લિનકીટના ૭.૯ કરોડ છે. ઉબરના ૩.૯ કરોડ છે તો ઓલાના ૨.૭ કરોડ યુઝર્સ છે.
૮ લાખ ઘરોની વિજળી મેટા ઓહિયા કરી જશે
મેટા કંપની કેનેડામાં જાયન્ટ ડેટા સેન્ટર ઉભું કરી રહ્યું છે. તેના કારણે નવ લાખ ઘરોમાં વપરાય તેટલી વિજળીનો ઉપયોગ થશે. મેટા ૯ અબજ ડોલરનું ડેટા સેન્ટર ઉભું કરશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સની ડિમાન્ડ ઉભી થઇ છે પરંતુ તેની પાછળ કેટલી વિજળી વપરાશે તેનું ગણિત જાણવા નથી મળતું. કેટલાક અહેવાલોે અનુસાર કેનેડાના અલ્બેટ્રામાં મેટા ૯.૧૭ અબજ ડોલરના ખર્ચે ડેટા સેન્ટર ઉભું કરશે પરંતુ તે માટે ૮ લાખ ઘરો માટે વપરાય તેટલી વિજળીનો ઉપયોગ કરશે. મેટાનું કેનેડામાં પહેલું ડેટા સેન્ટર છે. વિશ્વમાં આ મેટાનું ૩૩મું ડેટા સેન્ટર છે. આર્ર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ મેટા અબજો ડોલરરોકી રહ્યું છે. છૈં ના ગ્રોથ પાછળ પાણી અને વિજળીનો વપરાશ બહુ થાય છે તેનો વિવાદ ચાલે છે.




