સરકાર પાસે એવા હેતુઓ છે જે લોકોને ઉત્સાહ અને આશા પૂરી કરી શકે એમ છે

- વિભાજનવાદી, ધુ્રવીકરણવાદ તથા બિનપરિણામકારક હેતુઓ પાછળ સરકાર સમય ન વેડફે
- સરકારે એ સ્વીકારવું જોઈએ કે ઘરેલુ દેવાબોજ વધી જીડીપીના 41 ટકા પર પહોંચી ગયો છે

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
આ અજમાવાયેલા અને ચકાસાયેલા પગલાં છે. આ પગલાંને કારણે ૩૦-૪૦ અબજ ડોલરનો ઈન્ફલો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. રૂપિયામાં ઘસારો કદાચ અટકાવી શકાશે. રૂપિયામાં તાજેતરની નબળાઈ વડા પ્રધાન માટે રાજકીય મુદ્દો બની ગયો હતો કારણ કે, ૨૦૧૪માં તેમણે રૂપિયાના વિનિમય દરને ૪૦ સુધી નિયંત્રિત રાખવાની ખાતરી આપી હતી.
અન્ય કોઈ વિકલ્પ નથી
જોખમો રહેલા છે. આપણે હવે જોખમોથી ભાગવાની જરૂર નથી કારણ કે સરકાર તથા રિઝર્વ બેન્ક પાસે અન્ય કોઈ વિકલ્પો નથી. કંઈ ન કરવામાં જોખમો વધારે હતા. જ્યારથી ટ્રમ્પે ટેરિફ લાગુ કર્યા હતા, ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ ચાલુ થયું હતું, ક્રુડ તેલના આંચકા લાગ્યા હતા અને પૂરવઠા સાંકળ ખોરવાઈ ગઈ હતી ત્યારથી સરકાર અનેક મહિનાઓ સુધી કંઈ સ્વીકારવા તૈયાર નહોતી. વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવાથી દૂર જઈ રહ્યા છે. આંકડાઓના રૂપમાં પરિણામો જોવા મળ્યા હતા છતાં સરકાર ઊંઘમાંથી જાગી નહોતી.
* ચાલુ ખાતાની ખાધ દર મહિને વધી રહી હતી અને નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં આ આંક ૨૫ અબજ ડોલર રહ્યાનો અંદાજ છે. આ ઉપરાંત, ૩૩૩ અબજ ડોલરની વેપાર ખાધે ચિંતા વધારી દીધી છે અને સોનાનું આયાત બિલ ૭૨ અબજ ડોલર પહોંચ્યાનો અંદાજ છે. આપણે જાણીએ છીએ કે જોડા કયાં ડંખ મારે છે.
* નેટ એફડીઆઈ ૬.૯૦ અબજ ડોલર જેટલું સામાન્ય રહ્યું છે, જે ભારતના અર્થતંત્ર તથા શેરબજારમાં વિદેશી રોકાણકારોને વિશ્વાસનો અભાવ હોવાનું સચૂવે છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ના મોટાભાગના મહિનાઓમાં વિદેશી રોકાણકારો નેટ વેચવાલ રહ્યા હતા. માર્ચ, ૨૦૨૬માં આ આંક રૂપિયા ૧,૧૭,૭૭૫ કરોડ પહોંચી ગયો હતો.
* ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન ૨૦૨૨-૨૩થી ૩૨.૩૦ ટકા પર અટકેલું છે. ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન થોડેઘણે અંશે સરકારી ક્ષેત્ર, હાઉસહોલ્ડ ક્ષેત્ર (રિઅલ એસ્ટેટ તથા બાંધકામ) અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સમાન રીતે વહેચાયેલું છે. અનેક સમજાવટો તથા પ્રોત્સાહનો છતાં ખાનગી ક્ષેત્ર ઈન્વેસ્ટમેન્ટ કરવા ઉત્સાહી નથી ખાસ કરીને મેન્યુફેકચરિંગમાં. એનડીએના શાસન હેઠળ જીવીએમાં મેન્યુફેકચરિંગનો હિસ્સો અનેક વર્ષોથી ૧૭ ટકા પર અટકેલો છે.
સ્થિતિસ્થાપક નહીં પરંતુ નાજૂક
રિઝર્વ બેન્કના મન્થલી બુલેટિન્સ તથા નાણાં મંત્રાલયની સમીક્ષાઓથી આત્મસંતોષ થયો હતો. અનેક અર્થશાસ્ત્રીઓએ નોંધ કરી હતી કે બન્નેના રિપોર્ટસ વધુ પડતા આશાસ્પદ હતા અને ખરી સ્થિતિ અને શકય જોખમો તેમાં છૂપાવાયા હતા. સરકારી પ્રવકતા દ્વારા સતત સ્થિતિસ્થાપક શબ્દનો ઉચ્ચાર કરાયો હતો પરંતુ હકીકતમાં નાજૂક સ્થિતિને છૂપાવવા માટે આ શબ્દનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાનો નિષ્ણાતો મત ધરાવતા હતા.
આ પગલાંઓ બાદ સરકાર અટકી જવાનો કદાચ ઈરાદો રાખતી હશે પરંતુ તે તેની ભૂલ હશે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરને સરકારની હાલની યોજનાઓનો ટૂંકમાં ઉલ્લેખ કર્યો હતો. ગોલ્ડ આયાત પર અંકૂશ બાબતે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને જણઁાવ્યું હતું કે, ગોલ્ડ આયાત પર અંકૂશો લવાશે તેવા કોઈ જ પ્રતિબંધો બાબતે પોતે જાણકાર નહોતા. તેઓ મુખ્ય સલાહકાર છે, તેમનો મત હોઈ શકે અને તેમણે તેમની સલાહ આપી હશે. સ્વાભાવિક જ છે કે, તેઓ જાહેરમાં સંયમ રાખે કારણ કે ૨૦૧૩-૧૪માં જ્યારે તે વેળાની સરકારે સોનાની આયાત પર અંકૂશો મૂકયા હતા ત્યારે નરેન્દ્ર મોદીના શબ્દોથી તેઓ વાકેફ છે (નાણાં પ્રધાન તમારુ મંગળસૂત્ર છીનવી રહ્યા છે). મને ભય છે કે, ગોલ્ડ આયાતના ચક્રમાં કેટલીક રેતી નાખવા સિવાય સરકાર પાસે કોઈ વિકલ્પ નથી.
પડકારોને સ્વીકારો
સરકારે એ સ્વીકારવું જોઈએ કે ઘરેલુ દેવાબોજ વધી જીડીપીના ૪૧ ટકા પર પહોંચી ગયું છે, ઘરેલુ નાણાંકીય બચતો ઘટી જીડીપીના ૬ ટકાથી નીચે ગઈ છે અને ઉપભોગ ખર્ચ ઘટયો છે (સિવાય કે થોડાઘણા શ્રીમંતોને બાદ કરતા). એમઓએસપીઆઈ તથા પ્રધાનો દ્વારા રજૂ કરાતા સ્વરચિત આંકડાઓને સરકારે માની લેવા ન જોઈએ. તેણે લોકોના હાથમાં નાણાં પૂરવા પાડવા જોઈએ. આમ કરવા માટે કેટલાક માર્ગો છેઃ ફુગાવા પ્રમાણે લઘુત્તમ વેતનમાં વધારો કરવો રહ્યો, ઉપભોગ પર વેરા કપાત, પર્યાવરણને નુકસાન કરતા હોય તેવા જેમ કે ગ્રેટ નિકોબાર કન્ટેનર પોર્ટ-કમ-એરપોર્ટ જેવા પ્રોજેકટસ પડતા મૂકવા જોઈએ, શિક્ષણ લોનનો વ્યાપ વધારવો જોઈએ, એમજીએનઆરઈજીએસ જેવા શ્રમલક્ષી જાહેર કાર્યો પ્રસ્થાપિત કરવા જોઈએ અને પીવાના પાણી, ગ્રામ્ય માર્ગો, ગ્રામ્ય વિકાસ યોજનાઓ અને શહેરી રહેઠાણ માટે ફાળવાયેલા નાણાંનો સંપૂર્ણ ઉપયોગ કરવો રહ્યો.
મંજૂર થયેલા સરકારી હોદ્દા ખાસ કરીને વર્ગ ૩ અને ૪ તથા ડોકટરો, શિક્ષકો, નર્સો, પોલીસ દળમાં અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સમાં જવાનો, ભારતીય રેલવે જેમાં દેશના મધ્યમ વર્ગીય યુવાનો નોકરી મેળવવા ઈચ્છે છે તેમાં ખાલી પડેલા હોદ્દા ભરવા જોઈએ.
સરકાર પાસે એવા હેતુઓ છે જે લોકોને ઉત્સાહ અને આશા જગાડી શકે છે. વિભાજનવાદી, ધુ્રવીકરણ તથા બિનપરિણામકારક હેતુઓ પાછળ સમય વેડફવાને બદલે મોદીએ પોતાની શક્તિ આ હેતુઓ સિદ્ધ કરવા પાછળ ખર્ચવી જોઈએ.




