Diu-Daman

સંધ પ્રદેશમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે કડક નિયમો જાહેર, વર્ગીકરણ કરેલું નહીં હોય તો 10 હજાર સુધીનો દંડ ફટકારાશે

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ-દીવમાં ઘન કચરા વ્યવસ્થાપનના કડક નિયમો જાહેર કરાયા છે. હવે દરેક ઘર, દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીએ કચરાનું યોગ્ય વર્ગીકરણ ફરજિયાત રહેશે. નિયમોનો ભંગ કરનારને 100 થી 50,000 રૂપિયા સુધીનો દંડ થશે. પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે, જે સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંધ પ્રદેશમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે કડક નિયમો જાહેર, વર્ગીકરણ કરેલું નહીં હોય તો 10 હજાર સુધીનો દંડ ફટકારાશે
AI તસવીર

Solid Waste Management: સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દરેક ઘર, દુકાન, વેપારી સંસ્થાઓ, હોટલો-રેસ્ટોરન્ટ્સ અને સરકારી કચેરીએ પણ કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવું ફરજિયાત રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવું ફરજિયાત કરાયું

સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીને વધુ અસરકારક બનાવવા માટે પ્રશાસન દ્વારા ઘન કચરાના વ્યવસ્થાપનના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સોલિડ વેસ્ટ (હેન્ડલિંગ એન્ડ મેનેજમેન્ટ) બાયલોઝ-2026 અંતર્ગત હવે દરેક જણે કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવું ફરજિયાત કરાયું છે. ભીનો, સૂકો, સેનેટરી અને સ્પેશિયલ કેર કચરો એમ ચાર વર્ગીકૃત કરાયેલા કચરાને અલગ રાખીને નગરપાલિકાના અધિકૃત વાહનોને સોંપવાના રહેશે. નવા કાયદા મુજબ વર્ગીકરણ નહીં કરનારાઓ માટે દંડાત્મક જોગવાઈ કરાઈ છે. જેમાં વ્યક્તિગત ઘર દ્વારા વર્ગીકૃત નહીં કરાયેલા કચરા બદલ પ્રથમ પાંચ ગુના સુધી રૂપિયા 100 અને વારંવારના ગુનામાં રૂપિયા 1,000 સુધીનો દંડ ફટકારાશે.

પ્લાસ્ટિકની થેલીઓ, સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર નિયંત્રણ

બીજી તરફ બલ્ક વેસ્ટ જનરેટર એટલે કે મોટા પ્રમાણમાં કચરો પેદા કરતી સંસ્થાઓ માટે આ દંડ વધુ કડક રાખવામાં આવ્યો છે. આવી સંસ્થાઓ માટે રૂપિયા 1,000 અને પુનરાવર્તિત માટે રૂપિયા 10,000 સુધીનો દંડ થઈ શકે છે. જાહેર સ્થળોએ કચરો ફેંકવા, વાહનમાંથી કચરો ફેંકવા અને પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ બદલ પણ દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમોમાં પ્લાસ્ટિકની થેલીઓ, સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, થર્મોકોલની ડિસ્પોઝલ વસ્તુઓ પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉત્પાદન, પરિવહન, વિતરણ અને આયાત બદલ પ્રથમ પાંચ ગુના સુધી રૂપિયા 5,000 તથા પુનરાવર્તિત ગુનામાં રૂપિયા 50,000 સુધીનો દંડ થશે.

જ્યારે 20,000 ચોરસ મીટર કે તેથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી બિલ્ડીંગો, દરરોજ 40,000 લિટર કે તેથી વધુનો પાણીનો વપરાશ કરતી સંસ્થાઓ અથવા દરરોજ 100 કિલો કે તેથી વધુ કચરો પેદા કરતી સંસ્થાઓને બલ્ક વેસ્ટ જનરેટર ગણવામાં આવશે. જેઓએ સેન્ટ્રલાઈઝ્ડ ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. નવા નિયમો હેઠળ ઘરેલું, વ્યાપારી અને જોખમી કચરો રસ્તાની બાજુમાં કે જાહેર અથવા ખાનગી સ્થળે સળગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાંધકામ કે તોડફોડમાંથી નીકળતો કચરો પણ અલગ રાખીને નિયત વ્યવસ્થા મુજબ નિકાલ કરવાનો રહેશે.