Diu-Daman

સેલવાસમાં GNLUની વિદ્યાર્થિની સાથે છેડતી કરનાર રોમિયોનો પોલીસે કાઢ્યો વરઘોડો, પોક્સો એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
સેલવાસમાં GNLU કોલેજની વિદ્યાર્થિની સાથે છેડતી કરનાર ઉમેશ યાદવને પોલીસે 2 કલાકમાં ઝડપી પાડ્યો. નમો હોસ્પિટલ નજીક મેડિકલ સ્ટોર પાસે બનેલી આ ઘટના બાદ, પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢી શહેરમાં ફેરવ્યો હતો. કાયદાનો ડર બેસે તે હેતુથી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેલવાસમાં GNLUની વિદ્યાર્થિની સાથે છેડતી કરનાર રોમિયોનો પોલીસે કાઢ્યો વરઘોડો, પોક્સો એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ

Silvassa GNLU Student Molestation Case: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના મુખ્ય મથક સેલવાસ સ્થિત જીએનએલયુ કોલેજની વિદ્યાર્થિની સાથે યુવાને છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે કામવાસનામાં ચકચુર યુવાનને પકડી પાડયો હતો. પોલીસે આરોપીને જાહેર માર્ગ પર વરઘોડો કાઢી શહેરમાં ફેરવવામાં આવ્યો હતો.

સેલવાસમાં GNLUની વિદ્યાર્થિની સાથે છેડતી કરનાર રોમિયોનો પોલીસે કાઢ્યો વરઘોડો

સેલવાસ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(જીએનએલયુ) કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિની નમો હોસ્પિટલ નજીક આવેલા મેડિકલ સ્ટોરમાં ખરીદી માટે ગઈ હતી. આ દરમિયાન ઉમેશ યાદવ(ઉં.વ.30, રહે. બાવીસા ફળિયા, સેલવાસ) નામના શખસે વિદ્યાથિનીની છેડતી કરી હતી. ઘટના બનતાં જ પીડિતાએ તાત્કાલિક 112 ઈમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માગી હતી.

માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થિની પાસેથી વિગતો મેળવીને માત્ર બે કલાકની અંદર જ આરોપી ઉમેશ યાદવને ઝડપી પાડયો હતો. આરોપીમાં કાયદાનો ડર રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ઉમેશ યાદવનો જાહેર માર્ગ પર વરઘોડો કાઢી આખા શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.