Diu-Daman

પ્રદૂષણ ફેલાવાના મામલે દમણની કંપનીને રૂ.1.47 કરોડનો દંડ ફટકારાયો

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
દમણના કડૈયા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બાંસવાડા ગાર્મેન્ટ્સ કંપની સામે પ્રદુષણ નિયંત્રણ સમિતિએ મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ વાયુ અને જળ પ્રદુષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરતા, રૂ. 1.47 કરોડનો દંડ ફટકારી વીજ પુરવઠો કાપી નાખ્યો. NGTમાં ફરિયાદ બાદ પણ નિયમોનું પાલન ન થતા આ કડક પગલું લેવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રદૂષણ ફેલાવાના મામલે દમણની કંપનીને રૂ.1.47 કરોડનો દંડ ફટકારાયો

Daman News : દમણના કડૈયા સ્થિત ઔદ્યોગિક વિસ્તારમાં વાયુ અને જળ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરવા બદલ વહીવટીતંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (પીસીસી) દ્વારા બાંસવાડા ગાર્મેન્ટ્સ કંપની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે કંપનીને રૂ.1.47 કરોડનો દંડ ફટકાર્યો છે. સાથે વીજપુરવઠો કાપી નાંખવામાં આવ્યો હતો. કંપની દ્વારા પાણી અને હવામાં ફેલાવાતા પ્રદૂષણ સામે એનજીટીમાં ફરિયાદ કરાયા બાદ સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ ડિવાઈઝ લગાવવા નોટીસ ફટકારવા છતાં પાલન નહીં કરાતા કડક કાર્યવાહી કરાઈ છે.
દમણના કડૈયા ખાતે આવેલી બાંસવાડા ગાર્મેન્ટસ કંપની દ્વારા હવામાં ગેસ અને પ્રદૂષિત પાણી છોડવાની ગંભીર ચેષ્ટાને કારણે લોકોના આરોગ્ય અને પર્યાવરણને માઠી અસરને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માં ફરિયાદ કરાઈ હતી. ફરિયાદમાં કંપનીમાંથી બહાર નીકળતાં પ્રદૂષિત વાયુઓને કારણે આસપાસના વિસસ્તારમાં વાયુ પ્રદૂષણ વધવાની ગંભીર ચિંતા વ્યકત કરવામાં આવી હતી. એનજીટીના નિર્દેશોના આધારે પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ કંપનીને એર પોલ્યુશન કંટ્રોલ ડિવાઈસ (એપીસીડી) લગાવવા અને પર્યાવરણીય નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો હતો.
તંત્રના વારંવારના નિર્દેશો છતાં કંપની દ્વારા જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. નોટીસનું પાલન નહીં કરાતા આખરે પીસીસી દ્વારા કંપનીને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. યોગ્ય પ્રતિસાદ ન મળતાં અંને તંત્રે કડક વલણ અપનાવીને કંપની પર રૂ.1.47 કરોડનો ભારે દંડ ફટકાર્યો છે. દંડની સાથે જ પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ કંપનીનો વીજ પુરવઠો પણ કાપી નાભ્યો છે. રૂ.1.47 કરોડની પેનલ્ટી અને વીજળી કાપવાની આ કાર્યવાહીથી સમગ્ર ઔદ્યોગિક વિસારના એકમોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તંત્રની આ કાર્યવાહીને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ માટે એક સ્પષ્ટ અને કડક સંદેશ હરીકે જોવમાં આવી રહી છે. કંપની દ્વારા દંડની રકમ ભરપાઇ કર્યા બાદ વીજ કનેક્શન પુનઃ સ્થાપિત કરવામાં આવશે. જો કે કંપનીમાં પર્યામ થમહાવાળું ડિવાઈસ મશીન સ્થાપિત કરવું પડશે અને ઉત્પાદનન પ્રક્રિયા વેળા ચાલું રાખવું પડશે.