Diu-Daman

દીવની હોટલના પાર્કિંગમાં કારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
દીવના ચોક વિસ્તારની હોટલ પાર્કિંગમાં કારમાંથી જેતપુરના નીતિન સરધારાનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. સિક્યોરિટી ગાર્ડની જાણ બાદ પોલીસે કાચ તોડી મૃતદેહ બહાર કાઢ્યો હતો. CCTV ફૂટેજમાં યુવક પોતે જ કાર પાર્ક કરતો દેખાયો. હાર્ટ એટેકથી મોતની આશંકા છે, પરંતુ PM રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણવા મળશે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દીવની હોટલના પાર્કિંગમાં કારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી

Diu Death Case: દીવના ચોક વિસ્તારમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં કારમાંથી જેતપુરના એક યુવકનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. હોટલના સિક્યોરિટી ગાર્ડને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી કારના કાચ તોડીને મૃતદેહ બહાર કાઢ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરના નીતિન સરધારા તરીકે થઈ ઓળખ

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ જેતપુરના નિવાસી નીતિન સરધારા તરીકે થઈ છે. હોટલના સીસીટીવી (CCTV) ફુટેજ તપાસતાં મૃતક યુવક પોતે જ કાર પાર્ક કરતો નજરે પડી રહ્યો હતો. બનાવ અંગેની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતાં તાત્કાલિક દીવ દોડી આવ્યા હતા. પરિવારજનોની હાજરીમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક અનુમાન મુજબ યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે મોતનું સાચું અને ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. યુવાન દીવમાં શા માટે આવ્યો હતો, તે હોટલમાં કોની સાથે રોકાયો હતો અને કારમાં કેટલા સમયથી તેનો મૃતદેહ પડ્યો હતો, તે તમામ મુદ્દાઓ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફુટેજના આધારે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.