Diu-Daman

સેલવાસમાં યુવતીની હત્યા કેસમાં આરોપી પ્રેમી નિકળ્યો : યુ.પી.થી પકડાયો

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
સેલવાસના ટોકરખાડામાં ચાલીના રૂમમાંથી યુવતીની સુટકેસમાંથી લાશ મળી હતી. સેલવાસ પોલીસ અને યુ.પી.ની STF ટીમે હત્યાનો ભેદ ઉકેલી મૃતકના પ્રેમી ઋષભકુમાર સિંહની વારાણસીથી ધરપકડ કરી છે. આરોપીએ પ્રેમિકા છોટીકુમારીની હત્યા કરી હતી. પોલીસે આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સેલવાસ લાવી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેલવાસમાં યુવતીની હત્યા કેસમાં આરોપી પ્રેમી નિકળ્યો : યુ.પી.થી પકડાયો

Vapi News : સેલવાસના ટોકરખાડામાં આવેલી ચાલીની રૂમમાં બાથરૂમમાં સુટકેશમાંથી તાજેતરમાં જ મહિલાની લાશ મળી આવી હતી. આ હત્યા કેસમાં સેલવાસ પોલીસ અને યુ.પી.ની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ગુનાનો ભેદ ઉકેલી મૃતકના પ્રેમીની ધરપકડ કરી હતી. પોલીસે યુ.પી. કોર્ટમાંથી આરોપીનો ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે કબજો મેળવયો હતો.
સેલવાસના ટોકરખાડામાં દાન હોટલની પાછળ જોગિન્દરભાઇની ચાલીની રૂમમાંથી દુર્ગંધ ફેલાતા ચાલી માલિકે ગત મંગળવારે રૂમ ખોલાવી હતી. અસહ્ય દુર્ગંધ ફેલાતા તપાસ કરતા બાથરૂમમાંથી એક સુટકેશ મળી આવી હતી. જેમાંથી યુવતિની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગયા બાદ લાશનો કબજો લઇ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ છોટીકુમારી તરીકે થઇ હતી. બે મહિના અગાઉ ભાડેથી રૂમ લેનાર યુવાનની શોધખોળ આદરી હતી.
પોલીસે યુવાનની માહિતિ મેળવ્યા બાદ એક ટીમ યુ.પી.ના વારસણી પહોંચી હતી. સેલવાસ પોલીસ અને યુ.પી.ની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હાથ ધરેલી શોધખોળમાં હત્યા આરોપીને દબોચી ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. પોલીસે આરોપી ઋષભકુમાર સિંહને યુ.પી. કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સેલવાસ લવાયો છે. આરોપીની પુછપરછમાં તેણે છોટુકુમારીની હત્યા કરી હતી. અને પ્રેમિકાને ભગાડી સેલવાસ લાવી લગ્ન પણ કરી લીધા હતા.
નામ બદલીને ફેક્ટરીમાં મજૂરી કરતો હતો
પ્રેમિકા છોટીકુમારી ઉપાધ્યાયની હત્યામાં પકડાયેલો આરોપી ઋષભકુમાર સિંહ બિહારના નવાદા સ્થિત રોહ પોલીસ સ્ટેશન વિસ્તારના સિચુરનો નિવાસી છે. તે પોતાની પ્રેમિકા છોટી ઉપાધ્યાયની હત્યા કર્યા પછી સિલવાસાથી ફરાર થઈને વારાણસીમાં છુપાયો હતો. અહીં તે પોતાની ઓળખ છુપાવીને એક ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હતો. એસટીએફ અને સિલવાસા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને બાતમીના આધારે ચાંદપુર સ્થિત શુભકામના રિયલ ટેકમાં દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી.
આરોપી સામે પ્રેમિકાના અપહરણનો યુ.પી.માં ગુનો નોંધાયો હતો
મૃતક છોટી ઉપાધ્યાય મૂળ બિહારના નવાદાની રહેવાસી હતી. છોટી પોતાના પહેલા પતિને છોડીને પ્રેમી ઋષભ સાથે ભાગી ગઈ હતી અને બંનેએ સિલવાસામાં લગ્ન કરી લીધા હતા. આ મામલે આરોપી ઋષભ વિરુદ્ધ બિહારના રોહ પોલીસ સ્ટેશનમાં પહેલેથી જ અપહરણની એફઆઈઆર નોંધાયેલી હતી. બન્ને પ્રેમી પંખીડા યુ.પી.ની ભાગી સેલવાસ ભાગી આવ્યા બાદ ચાલી માલિકને રૂ.20 હજાર ડિપોઝિટ આપી રહેતા હતા. જો કે થોડા દિવસમાં આરોપીએ ચાલી માલિકને વતન કામ માટે જવાનું કહી નિકળી ગયો હતો.