Dharmlok
''પરંપરા : ગુરુ-શિષ્યની દિવ્ય શ્રૃંખલા અને ઈતિહાસ''
By GS Team
22 Jul 20262 mins read

ગુરુ-શિષ્ય પરંપરા એ ભારતીય સંસ્કૃતિનો મૂલ્યવાન તથા અભૂતપૂર્વ વારસો છે. આ દિવ્ય સંબંધ છે. આ પ્રકારની પરંપરા જ્ઞાાન, સંસ્કાર, જીવનમૂલ્યો તથા આધ્યાત્મિક શૃંખલાને પેઢી દર પેઢી આગળ વધારે છે. ગુરુ-શિષ્ય પરંપરા જ્ઞાાનની શાશ્વત ધારા છે. આ પરંપરા પ્રાચીન છે વૈદિક કાળ અને ગુરુકુળ પ્રથામાં પણ આ પરંપરા દ્રશ્યમાન થાય છે. આપણા ધર્મશાસ્ત્રો તથા ઇતિહાતનું અધ્યયનકરતાં ગુરુ-શિષ્યની પરંપરાની દિવ્ય શૃંખલા દ્રશ્યમાન થાય છે, તેની ઝાંખી મેળવીએ :
- ભગવાન શ્રી રામના મુખ્ય ગુરુ મહર્ષિ વશિષ્ઠ અને તેમણે ઋષિ વિશ્વામિત્ર પાસેથી યુદ્ધજ્ઞાાનની વિદ્યા મેળવી હતી.
- ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુ સાંદીપની ઋષિ હતા.
- ભગવાન પરશુરામના ગુરુ ભગવાન શિવ હતા.
- સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમાનંદ સ્વામીના ગુરુ ભગવાન સ્વામિનારાયણ હતા.
- ભગવાન દત્તાત્રેયે પ્રકૃતિ, પશુપંખીઓ તથા તત્વોમાંથી ૨૪ ગુરુ બનાવ્યા હતાં.
- ગૌતમ બુદ્ધ ભગવાનના ગુરુ અલાર કાલામ અને ઉદ્રક રામપુત્ર હતા.
- ભગવાન મહાવીર સ્વામીના કોઈ માનવગુરુ નહિ, પણ તેમણે કઠિન તપશ્ચર્યા કરીને કેવળ જ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું.
- સંસ્કૃત રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિજીના ગુરુ દેવર્ષિ નારદ હતા.
- મહાભારતના ગુરુ દ્રોણાચાર્યના ગુરુ મહાન પરશુરામ હતા, પ્રારંભિક શિક્ષણગુરુ આચાર્ય અગ્નિવેશ હતા.
- મહાભારત અને વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસના ગુરુ દેવર્ષિ નારદ અને પિતા પરાશર મુનિ હતા તથા મહર્ષિ જાબાલી હતા.
- યોગસૂત્રના પ્રણેતા મહર્ષિ પતંજલિના ગુરુ 'નંદિકેશ્વર' હતા. એટલે કે 'નંદીદેવ' હતા તેવું માનવામાં આવે છે.
- આદિ શંકારાચાર્યજીના ગુરુ ગોવિંદ ભગવતપાદ હતા.
- મહાપ્રભુ ચૈતન્યના આધ્યાત્મિક ગુરુ ઈશ્વર પુરી હતા. જેમણે કૃષ્ણભક્તિ અને મંત્રની દીક્ષા આપી હતી, જ્યારે સ્વામી કેશવ ભારતીએ તેમને સંન્યાસદીક્ષા આપી હતી.
- સંત કબીરદાસના ગુરુ મહાન સંત રામાનંદ હતા.
- મીરાંબાઈના આધ્યાત્મિક ગુરુ સંત રૈદાસ (રવિદાસ) હતા.
- છત્રપતિ શિવાજી મહારાજના રાજકીય અને આધ્યાત્મિક ગુરુ સમર્થ રામદાસ હતા.
- શ્રી અરવિંદ ઘોષના ગુરુ વિષ્ણુ ભાસ્કર લેલે હતા.
- મહારાષ્ટ્રના સંત જ્ઞાાનેશ્વરના ગુરુ તેમના મોટાભાઈ નિવૃત્તિનાથ હતા.
- નાથ સંપ્રદાયના પ્રણેતા ગોરખનાથના ગુરુ મત્સ્યેન્દ્રનાથ હતા.
- રામાનુજાચાર્યએ યાદવ પ્રકાશ પાસેથી શાસ્ત્રોનું પ્રાથમિક જ્ઞાાન મેળવ્યું હતું અને તેમના આધ્યાત્મિક ગુરુ મહાપૂર્ણ હતા.
- વીરપુરના સંત જલારામના ગુરુ ભોજલરામ બાપા હતા.
- સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ હતા.
- મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા અને આધ્યાત્મિક ગુરુ જૈન ધર્મના જ્ઞાાની મહાત્મા શ્રીમદ રાજચંદ્ર હતા.
- દિનેશ એલ. જોષીપુરા









