Dharmlok

મન આપણાં સંકલ્પ-વિકલ્પથી ભરેલું છે

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
તત્વચિંતક વી. પટેલ જણાવે છે કે માણસે પોતાના સત્યના આધારની ખોજ પોતાની અંદર જ કરવી જોઈએ. અનાસક્ત ભાવમાં સ્થિર થવાથી અંતિમ સત્ય મળે છે. આજનો માણસ ભૌતિક જગતના મોહમાં ફસાયેલો છે, તેથી પરમ શાંતિનો અનુભવ કરી શકતો નથી. આંતર સાધના દ્વારા વાસના, કામના અને અહંકારથી મુક્ત થઈ પરમ સત્યની ઝાંખી કરવી એ જ સાચા ધર્મનો માર્ગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મન આપણાં સંકલ્પ-વિકલ્પથી ભરેલું છે

માણસે પોતાની અંદર
પોતાના સત્યના આધારની
ખોજ કરવાની રહે છે. અનાસક્ત
ભાવમાં સ્થિર અંદર ઉતરતા અંતિમ આધાર સત્યનો મળે છે. ત્યાર પછી
કશું પણ આધાર જેવું રહેવા
પામતું નથી

આજનો માણસ સ્થળ જગતના સ્વપ્નમાં જ રાચતો હોય છે. તેથી પરમ શાંતિ અનુભવી શકતો નથી જ્યારે બહુજ ઓછા લોકો પોતાની રીતે આંતર સાધના કરી પોતાની પરમ ચેતનાની જાગૃતતા પૂર્વક સત્ય સ્વરૂપ જીવન જીવીને પોતાના સ્વપ્નમાંથી વાસનના, કામનાના ઈચ્છાના અને આસક્તિના અને અહંકારના વમળમાંથી બહાર આવીને પરમ સત્યની જાખી કરતાં હોય છે, એજ સત્ય ધર્મના ઉપાસકો હોય છે.
આમ માણસ જીવનના ક્યા આધાર પર ઊભો છે એટલે કે આસક્તિ કે અનાસક્તિ, તેના પરજ એના જીવનના આનંદનાં ફૂલ ખીલે છે, જ્યાં સુધી માણસ પોતાના શરીરને મનને જ મૂળ આધાર માંને છે, આસક્તિ યુક્ત જીવી તેની જ સેવા ચાકરી કરે છે, ત્યાં સુધી જીવનમાં મીઠાશ સાથે ખારાશ સ્વાદની સાથે સડો રેવાનાજ ત્યાં સુધી તે પોતાના મનની સ્થિરતા શુધ્ધતા કરી શકશે જ નહિ.
માણસે પોતાની અંદર ને અંદર તેણે પોતાના સત્યના આધારની ખોજ કરવાની રહે છે અને અનાસક્ત ભાવમાં સ્થિર અંદર ઉતરતા અંતિમ આધાર સત્યનો મળે છે. ત્યાર પછી જ કશું પણ આધાર જેવું રેવાજ પામતું નથી, પછી તો આસક્તિ મોહ મમતા અહંકાર વગેરેનું મૂળ જ કપાઈ જતાં, સાચી સત્ય સ્વરૂપ સુમધુર આનંદ સાથે અમૃત ફળની પ્રાપ્તિ આજ આત્મતૃપ્તિ સંતૃપ્તિ તૃપ્તિ તદ્રુપતાં અને અભયના લોકમાં જવાનો માર્ગ છે.
આ વખતે આપણાં મનને ખુશ કરવા માટે ખસકેલા તમામ સરંજામ આપણાં હાથથી જ હટાવવા પડે છે. આવી આપણી અંદરનો પ્રવાસી કોઈ રૂપકડા રાચ રચીલામાં અટવાઈ ન પડે તેની તકેદારી રાખવાની તો રહે જ છે.
છેલ્લી ઘડીએ મનને ટોટલિ ઈચ્છા રહિત રાખવાનું છે આમ કોઈપણ જાતના ભાવથી મુક્ત રહેવાનું છે. એટલું જાણો જો આની પ્રાપ્તિ કરી શકશો તો તમોએ આખી જિંદગી સત્ય ધર્મનું આચરણ કર્યું છે તે સાબિત થશે. અન્યથા નહિ આજ છેલ્લી પરીક્ષા છે. તેમાંથી જ પાસ થવાનું છે. તે માટે મન પર કાબુ રાખજો ને વિચાર શૂન્ય રહેજો એજ સત્ય સ્વરૂપ જીવ્યાંનું પ્રમાણપત્ર છે.

  • તત્વચિંતક વી. પટેલ