Dharmlok
'જગન્નાથ અષ્ટકમ'ના પ્રખ્યાત શ્લોકનો જાપ કરવામાં આવે છે
By GS Team
9 Jul 20261 min read

નેત્રોત્સવના દિવસે ભગવાને મોસાળથી પરત આવીને આપેલા દર્શનને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર ભગવાન જગન્નાથના દર્શન કરતી વખતે નીચે મુજબના 'જગન્નાથ અષ્ટકમ'ના પ્રખ્યાત શ્લોકનો જાપ કરવામાં આવે છે
કદાચિત્કાલિન્દીતટવિપિનસઙ્ગીતકવરો, મુદાભિરી-નારી-વદનકમલાસ્વાદમધુપ: । રમાશમ્ભુબ્રહ્મામરપતિગણેશાર્ચિતપદો, જગન્નાથ: સ્વામી નયનપથગામી ભવતુ મે ।।
નેત્રોત્સવની ખાસિયત: રથયાત્રાના ૧૫ દિવસ પહેલા ભગવાન મોસાળ જાય છે, જ્યાં તેમણે ખૂબ મીઠાઈઓ અને જાંબુ આરોગ્યા હોય છે. તેના કારણે તેમને આંખ આવવાની (ચેપ) સમસ્યા થાય છે, જેથી તેમના દર્શન બંધ કરી આંખે પાટા બાંધવામાં આવે છે. આ પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ખોલવામાં આવે છે અને ત્યાર બાદ ભગવાનના આંખના દર્શન નેત્રોત્સવ તરીકે ઉજવાય છે.
।। જય જગન્નાથ ।।









