આત્મ શ્રધ્ધા અને આત્મિક સત્ય સ્વરૂપજીવન સફળતા પ્રાપ્ત કરાવે છે

માણસે હંમેશા અભય બનવાની, આત્મિક સત્ય સ્વરૂપ થવાની આત્મનિરીક્ષણની આદત કેળવવી જોઇએ અને જે ગુણની ઉણપ પોતાના કાર્યોને નિરાશા બક્ષે છે, તેમાં મહત્વનું કારણ ભય છે, તેને મનમાંથી હાંકી કાઢવાની હિમ્મત કેળવવી પડે. એટલે જ હું ભારપૂર્વક કહું છું કે માણસે અભયમાં સ્થિર થઇ આત્મિક સત્ય સ્વરૂપ થઈને, આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન આત્મસંયમ, આત્મ શ્રધ્ધા અને આત્મિક સત્ય સ્વરૂપ જીવન આ છ વસ્તુઓનો જીવનમાં અંગીકાર માણસના જીવનને બળ અને સફળતા પ્રાપ્ત કરાવે છે.
એજ સત્ય ધર્મનું અનુસરણ અને આચરણ છે તે જીવને સફળ બનાવે જ માનવ જીવનમાં અભય આત્મવિશ્વાસ, આત્મ શ્રધ્ધા અને આત્મિક સત્ય એ પરાક્રમનો પાયો છે. 'આત્મવિશ્વાસ વધારવાની રીત એ છે કે તમે એ કાર્ય કરો જેને કરતાં તમે ડરો તો નહીં જ એમ કરતાં જેમ-જેમ તમને સફળતા મળતી જશે તેમ તેમ આત્મવિશ્વાસ વધુ મજબૂત થતો જશે, જીવનમાં ભય ભ્રમ સશય શંકાથી નિવૃત થઈ અભયી બની શકશો અને આત્મિક હીમ્મત સાથે અભય બનીને જીવો અને આત્મિક સત્ય સ્વરૂપ થઈ સત્યના આધારે જ પુરુષાર્થ કરો એજ જીવન છે.
સ્વામી વિવેકાનંદ એટલે જ કહેતા કે અભય આત્મવિશ્વાસ અને આત્મિક સત્ય જેવો કોઇ બીજો મિત્ર નથી. આમ અભય આત્મવિશ્વાસ, આત્મ શ્રધ્ધા અને આત્મ શક્તિ અને આત્મિક સત્ય જ ભાવિ ઉન્નતિની સીડી છે. આપણે એ વાતથી ડરીએ છીએ કે આપણા કામ વિશે બીજા શું કહેશે? તે અંગે જરા પણ વિચારો જ નહીં, પણ બીજાની વાતો, બીજાના અભીપ્રાયો અને માન્યતાઓ ને બાજુએ રાખીને આપણે આપણાં જ આત્મિક સત્યના આધારે આપણા સ્વભાવ અનુસાર આપની જાત વિશે સ્વભાવ વિષે આપણાં વિચાર વિષે આપણાં કર્મ વિષે આપણે અભય બની અહકારથી નિવૃત થઈ આત્મિક સત્ય સ્વરૂપ થઈને જાણીને આત્મિક સત્ય સ્વરૂપ થઈને જીવીએ અને સત્યના આધારે અભય બની પુરુષાર્થ કરીએ એના પર જ જીવનનો બધો આધાર હોય છે.
અભય એ જ જીવની મહા સિધ્ધી છે, એજ અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું આચરણ છે, આપણા વિષે બીજા શું કહેશે તેનો વિચાર સુધ્ધાં કરવાની જરુંર નથી, બીજા કરે છે, એમ પણ કરવાની જરૂર નથી. આપણે ઘેટા નથી આપણે ચિન્મય છીએ આપણે આપણી બુધ્ધિ આપણું મન આપણું ચિત્ત શુદ્ધ સંતુલન અને સમતા યુક્ત કરી ને વર્તો એજ સત્ય ધર્મ છે, આપણે આપણાં આત્મિક સત્યના આધારે આત્મ શ્રધ્ધાપૂર્વક આપણા સત્યના માર્ગે અભય બની ભ્રમ અને ભયથી મુક્ત થઈને ચાલ્યા જ કરવું એજ સફળતાનો સત્યનો માર્ગ છે, અને આત્મિક સત્યના આધારે પુરુષાર્થ કર્યે જ જાવ પાછું વાળું જોશો જ નહીં દ્રષ્ટિ અને સૂજ આગળ જ રાખજો તો સફળતા પગ ચૂમશે જ જ્યાં ભયથી અને ભ્રમથી નિવૃતિ અને પ્રેમ અને સત્યનો સ્વીકાર ત્યાં સફળતા જ છે.
- તત્વચિંતક વિ. પટેલ




