Dharmlok

સંસારનું કરજ ચૂકવવાનું નામ છે યજ્ઞા

By GS Team
12 Aug 20261 min read
સંસારનું કરજ ચૂકવવાનું નામ છે યજ્ઞા

પ્રાચીનકાળમાં જ્યારે લોકો યજ્ઞા કરતા હતા ત્યારે તેમની ભાવનાઓ રહ્યા કરતી હતી કે સંસારમાંથી અમે શ્વાસ લીધા છે અને શ્વાસે અમને જીવતા રાખ્યા છે. નાક દ્વારા જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો સારો અને શુધ્ધ લઈએ છીએ અને જ્યારે મોમાંથી અને નાકમાંથી થઈને શ્વાસ બહાર નીકળે છે, તે ગંદો અને અશુધ્ધ થઈને નીકળે છે. સંસારમાંથી આપણે સારો શ્વાસ લીધો છે તો આપણું કામ છે કે આપણે આ દુનિયાને સારો વાયુ આપીને જઈએ. શ્રીરામ શર્મા આચાર્યએ કહ્યું- આ ધરતીમાંથી આપણે અનાજ લીધું, આખા સમાજ પાસેથી આપણે શિક્ષણ લીધું, આપણે વિદ્યા ભણ્યા, જ્ઞાન મેળવ્યું, માતા-પિતાની સહાયતા મેળવી. શિક્ષકો પાસેથી ભણવાનું શીખ્યા, તો આપણું એ કામ છે કે જ્યારે આપણે સંસારમાંથી વિદાય લઈએ તો આપણે બધાનું કરજ ચૂકવતા જઈએ. કરજ ચૂકવવાની વિદ્યાનું નામ યજ્ઞા છે, અને એ ભાવના યજ્ઞા છે, જેમાં મનુષ્યના મનમાં એ વિચાર હંમેશા રહે કે સંસારમાં લેનારાઓ દેનારાઓમાં આપણી ગણતરી થાય.