Dharmlok

અભયનું બળ પૂરું પાડવું એ સફળ બનાવનારું સાધન છે

By GS Team
23 Sep 20263 mins read
અભયનું  બળ પૂરું પાડવું એ સફળ બનાવનારું સાધન છે

મનોબળ એટલે ઇચ્છાશક્તિ મજબૂત બનાવી પોતાના મનોવાંછિત કાર્યને પાર પાડવા ભ્રમ અને ભયથી મુક્ત બની મચી પડવું મનોબળ, અને અભયનું મહત્વ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે પોતાના મનોબળથી અભયથી ઘાંસ ખાનાર હરણ પોતાની સામે સિંહને આવતો જોઈને પડકારી શકે છે. જ્યારે માસ ખાનાર શિયાળ ભૂંડને આવતું જોઇને ભાગી જવાની કોશિશ કરતું હોય છે, એટલે વિપરીત સ્થિતિમાં ડગમગતા મનને આત્મશ્રદ્ધાનું અભયનું બળ પૂરું પાડવું એજ તાક્યું તીર સફળ બનાવનારું સાધન છે. અને જીવનમાં ભય અને ભ્રમથી મુક્ત થવું અને સત્ય અને પ્રેમમાં સ્થિર થઈને અભય બની જીવન જીવવું એજ જીવન છે અને મોહ અને લોભથી મુક્ત થવું જરૂરી છે.
માનવ જીવનમાં મનોબળનું અને અભયનું મહત્વ સમજાવતાં કહેવાયું છે કે મનનો ઉત્સાહ એ જ સત્ય સ્વરૂપ પુરુષાર્થ છે, અને મનનો ઉત્સાહ એ જ સત્ય છે માણસ કર્મનો આરંભ કરતાં પહેલાં જાત જાતના તર્ક-વિતર્ક અને શંકાઓમાં અટવાય છે, ભયગ્રસ્ત શકાગ્રસ્ત સંશય ગ્રસ્ત બનવું એટલે ગભરાયેલા મનથી ભય ગ્રસ્ત થઈને કરેલું કામ સફળ થતું નથી, આત્મિક. સત્ય આધારે કરેલો અભય બની પુરુષાર્થ કદી એળે જતો જ નથી, તેવા આત્મ વિશ્વાસમાં સ્થિર થાવ, ને સત્યના આધારે પુરુષાર્થ કરો, એ જ સફળતાની સીડી બને છે, માનવ જીવનમાં સારાં કામ કરવામાં ધનની અછત નડતી નથી. પણ સત્ય સ્વરૂપ સંકલ્પની અછત હાનિકારક નીવડે છે, મને રસ્તો મળશે નહીં તો હું જાતે બનાવી લઇશ એવા ભાવમાં, અભયમાં સ્થિર થાવ ને પુરુષાર્થ કરો. અર્જુનનો સંકલ્પ દ્વિધામાં પડયો ત્યારે કૃષ્ણ ભગવાને જ તેને સંકલ્પબદ્ધ બનાવી યુદ્ધ માટે તૈયાર કર્યો હતો અને લડયો અને અભય થઈ ને જીત્યો,
આજનો માણસ ભયગ્રસ્ત , ભ્રમયુક્ત , ભ્રમજાળયુક્ત સંશયયુક્ત શંકાગ્રસ્ત બની બીજાના કહેવાથી જાત જાતની બાધાઓ માન્યતાઓ રાખે છે, તે તેઓ ભય ગ્રસ્ત છે, ભ્રમ ગ્રસ્ત છે શંકા ગ્રસ્ત છે સંશય ગ્રસ્ત છે અને અસત્ય ગ્રસ્ત છે, તેઓ કદી પણ સાત જન્મારે પણ જીવનમાં સફળ થાય જ નહિ તેના ભાગ્યમાં હમેશા નિરાશા અને અસફ્ળતા જ હાથમાં દુખ ચિતના તનાવ આવે છે, માનવ જીવનની સફળતામાં માત્રને માત્ર અભય બની આત્મિક સત્ય સ્વરૂપ પુરુષાર્થ જ સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે, અને શકા સંશય અને ભય એજ મૃત્યુને દોરી લાવે છે, માણસે જીવનમાં એવી અભય બની હું જીવનની તમામ અડચણોથી હું ડરીશ નહીં. કારણ કે, હું પરમાત્માનો પૂત્ર પુત્રી છું, મારે જીવનમાં ડરવાનું હોય શકે જ નહીં એટલે, અભયમાં સ્થિર થઇ આત્મવિશ્વાસ, આત્મ મનોબળ અને આત્મ સંકલ્પનાં આધારે જ અધરું કાર્ય અવશ્ય પૂર્ણ થાય છે, અને જેની પાસે આત્મિક સત્ય અને અભય હોય તે જીવનમાં સફળતાને વરે છે, તેવી પાકી સત્ય સ્વરૂપ અભય યુક્ત બની પુરુષાર્થ કરવા લાગી જાવ બસ સફ્ળતા,જ હાથમાં આવશે, આજ સત્ય છે, અને સત્ય ધર્મ છે.

  • તત્વચિંતક વિ. પટેલ