Dharmlok

જય અંબે... જય અંબે... બોલ માડી અંબે જય-જય...અંબે

By GS Team
16 Sep 20261 min read
જય અંબે... જય અંબે... બોલ માડી અંબે જય-જય...અંબે

ભાદરવી પૂનમે અંબાજી પદયાત્રા કરીને જતા સંઘો અને નાના ગૃપમાં જતા પદયાત્રીઓની સંખ્યા લાખોમાં છે. એક તરફ મોડાસા રોડ પર રણુજા જતા લાખો પદયાત્રાીઓ છે તો અંબાજીના માર્ગો પણ પદયાત્રીઓથી ભરચક છે. ૨૬મીએ પૂનમ છે. અમદાવાદથી અંબાજી જતા સંઘ ૧૨-૧૫ દિવસમાં પદયાત્રા પુરી કરે છે જ્યારે નાના ગૃપમાં જતા પદયાત્રીઓ ૭-૮ દિવસમાં પદયાત્રા પુરી કરે છે. સંઘોમાં સિનિયર સિટીઝનનો વધુ હોય છે તેમજ સંઘ પોતાનું કીચન અને નાસ્તો ચા-પાણીની વ્યવસ્થા સાથે રાખીને ચાલે છે. તેમન ઉતારાની જગ્યા ફીક્સ હોય છે. જ્યારે નાના ગૃપમાં પદયાત્રા કરનારા માટે મુખે જયઅંબેનો નારો હોય છે અને ઉપર ગગન વિશાળ જેવી સ્થિતિ હોય છે. હવે અંબાજીની પદયાત્રા પહેલા જેવી કઠીન નથી રહી. રસ્તા પહોળા થયા છે. રસ્તા પર આવતા દરેક ગામોમાં સેવા કેન્દ્રો જોવા મળે છે. અનેક સેવા કેન્દ્રો રહેવા-જમવા-ફ્રેશ થવા સહીતની સેવા હોંશે હોંશે આપતા હોય છે. અંબાજી તેમજ ખેડબ્રહ્મા ખાતે દર્શનની વિશેષ વ્યવસ્થા કરાય વે. અંબા માતાની હાજરીનો અનુભવ કરી ચૂકેલા હજારો લોકો વર્ષોથી ભાદરવી પૂનમે અંબાજીની પદયાત્રા કરે છે. જે લોકોને કુદરતી વાતાવરણ અને ભગવાનની હાજરીનો અનુભવ કરવો હોય તેમણે પદયાત્રા અચૂક કરવી જોઈએ.