મને જીવન મળ્યું ને પ્રભુને ભજવા મળ્યું, પ્રભુને ભજીને પ્રભુનું પરમ ધામ મળ્યું

- આ સંસાર સાગરથી પાર ઉતરવા માટે આપણે ભગવાનનાં થવું પડે. ઘણા લોકો ઈશ્વર સામે સવાલ ઉઠાવે છે. કે આજે દુનિયામાં આટલી ઘટનાઓ બને છે ત્યારે ઈશ્વર કેમ બચાવતા નથી ?
ગુજરાતી ભજન 'રંગાઈ જાને તું રંગમાં' સીતારામતણા સત્સંગમાં ખુબ લોકપ્રિય ભજન છે. હેમંત ચૌહાણનાં સુરીલા કંઠે ગાવયેલું આ ભજન ખરેખર કર્ણપ્રિય છે. આ ભજનનો કહેવાનો ભાવ પણ ખુબ મીઠડો છે.
આ ભજનમાં કવિ કહે છે કે, તુ ભગવાનનાં રંગમાં રંગાઈ જા, સીતારામનાં સત્સંગમાં જોડાઈ જા, જેનાથી તારો ભવેભવનો બેડો પાર થઈ જશે.
આ સંસાર સાગરથી પાર ઉતરવા માટે આપણે ભગવાનનાં થવું પડે. ઘણા લોકો ઈશ્વર સામે સવાલ ઉઠાવે છે. કે આજે દુનિયામાં આટલી ઘટનાઓ બને છે ત્યારે ઈશ્વર કેમ બચાવતા નથી ? તો તેનો જવાબ એક જ છે કે આપણે ઈશ્વરનાં થવું પડે, કર્મો સારા કરવા પડે અને નિયત નેક રાખવી પડે.
ઈશ્વરને માનનારો માણસ પણ જો પોતાની નિયત નેક નહીં રાખે, દિલમાં ઈર્ષાનો ભાવ રાખશે, કાવાદાવા, પ્રપંચ તેમજ ગુનાખોરીમાં જો તેનું મન લાગશે, તો ઈશ્વર તેને ક્યારેય નહીં મળે. તેની જગ્યાએ જે વ્યક્તિ ઈશ્વરને ભલે ઓછું માનતી હશે કે મંદિરે ઓછી જતી હશે. પણ જો તેનાં મનમાં સમાજ કાલ્યાણની ભાવના હશે, ઈશ્વર તેને સામેથી મળવા આવશે, સામેથી તેને ભેટવા આવશે.
''નેકી કર ઔર દરિયામેં ડાલ.'' આપણે જે કાંઈ પણ સત્કર્મ કરીએ કે સત્સંગ કરીએ, તેનો ઢંઢેરો ન પીટવો જોઈએ, ઢંઢેરો પીટાવી પુણ્યનો કાપ થાય છે.
''નિયતી ભેદ નહીં કરતી, જો લેતી હૈ વો દેતી હૈ
જો બોયેગા વો પાયેલા, યે જગ કર્મો કી ખેતી હૈ''
આ પ્રખ્યાત ભજન તો તમે સાંભળ્યું જ હશે. આપણે ઈશ્વરનાં સત્સંગમાં જોડાઈએ, નેકી કરીએ અને પરમધામને પામીએ. એવો દ્રઢ સંકલ્પ કરીએ. કારણ કે ભગવાનશ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદગીતામાં કહે છે કે, મારા ભક્તોની ક્યારેય દુર્ગતિ થતી નથી. મારા ભક્તો જે ભગવદ્કાર્ય કરે છે તે મને જ પામે છે. ભગવદ્કાર્ય એટલે ભગવાનને માટે કાર્ય કરવું, પોતાનો સ્વાર્થ છોડીને બીજા માટે નિસ્વાર્થ ભાવે સમાજનાં કલ્યાણ માટે વિચારવું, અને નામસ્મરણ કરવું જેવા કાર્યો. ભગવાન કહે છે કે આવા કાર્યો કરવાથી મારા ભક્તોને પરમધામ મળે છે. જ્યાં શ્રીકૃષ્ણ નારાયણ નિવાસ કરે છે. અને તેમને સાચા અર્થમાં મોક્ષ મળી જાય છે. તેમને ફરી આ માયાવી અને દુ:ખ રૂપી સંસારમાં જન્મ લેવો પડતો નથી.
- મિત કે નાંઢા




