Dharmlok
મનુષ્ય જન્મ ભગવાનની સૌથી મોટી ભેટ છે
By GS Team
8 Jul 20262 mins read

મનુષ્ય જન્મ ભગવાનની સૌથી મોટી ભેટ છે. સૃષ્ટિમાં લાખો, કરોડો યોનિઓ છે. ધરતી પર રહેવાવાળા, આકાશમાં ઉડવાવાળા અને પાણીમાં નિવાસ કરવાવાળા અગણિત પ્રકારના પશુ, પક્ષી , કીટક પતંગિયા, જીવજંતુ આ સંસારમાં રહે છે આમાંથી કોઈપણને જે સુવિધાઓ નથી મળતી તે મનુષ્યોને મળે છે. વ્યવસ્થિત બોલવાની અને સુસંગત રૂપથી વિચારવાની સુવિધા મનુષ્ય સિવાય કોઈને પણ મળતી નથી.
- આજે આપણે વિકાસના ઉચ્ચ શિખરે પહોંચી ગયા છીએ, તો બીજી બાજુ અનેક વૈશ્વિક સંકટો પણ ઉભાં કર્યા છે. આજે દુનિયા એક ગામ જેવી બની ગઈ છે. પરંતુ બીજુ બાજુ લોકોનાં દિલો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. દુનિયામાં ધૃણા, દ્વેષ, હિંસા, સંઘર્ષ, યુધ્ધો વગેરેમાં વધારો થયો છે. એકબીજા પ્રત્યે સદ્ભાવ, વિશ્વાસ તથા માનવીય મૂલ્યોનો નાશ થઈ ગયો છે.
- પાપ પોતાની સાથે રોગ, શોક, પતન અને સંક્ટ લઇને આવે છે.
- ઘરના વડીલ એ જ કહેવાય છે જે પોતાના નાના ભાઈ બહેન, અશક્ત, અસમર્થોનું બરાબર ધ્યાન રાખે, આવા જ ગૃહપતિ પ્રશંસનીય કહી શકાય છે.
- પચાસ વર્ષ પૂરાં થાય એટલે સમજવું કે અડધું શરીર કાળના મુખમાં ગયું છે.
- સુખી થવા ઇચ્છનાર માણસે ઇર્ષ્યા, કલેશ, લોભ, અહંકાર, કામનાઓ વગેરે દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ.
- આજે ફાસ્ટફૂડ તથા જંકફૂડનું પ્રમાણ અત્યંત વધી ગયું છે, એના પરિણામે અનેક પ્રકારના નવા રોગો પેદા થઈ રહ્યા છે એવું કહેવાય છે કે ખોરાકને પીવો જોઈએ અને પાણીને ખાવું જોઈએ. આપણે ભોજનને પ્રસાદ માનીને ભગવાનનું સ્મરણ કરીને શાંત ચિત થઈને ખાવું જોઈએ. પચવામાં ભારે, તીખા, તળેલા અને ડબ્બાઓમાં પેક કરેલો વાસી ખોરાક લેવાથી શરીર પર ખરાબ અસર થાય છે. મોટે ભાગે આપણા રોગોના સંબંધ આહાર સાથે હોય છે.
- મહર્ષિ અરવિંદે કહ્યું છે કે આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિને સમજવાની ચાવી છે. આપણું ઉચ્ચ અધ્યાત્મ તેને બીજી સંસ્કૃતિઓથી, અલગ પાડે છે. આપણા દેશમાં આત્મા તથા પરમાત્મા વિશે જેટલું ચિંતન કરવામાં આવ્યું છે એટલું બીજે ક્યાંય નહિ થયું હોય.
- મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જે રીતે ગંગા શરીરના પાપોને ધોઈ નાખે છે એ જ રીતે ગાયત્રીરૂપી બ્રહ્મગંગામાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર થઇ જાય છે.
- અત્યારે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જેમાં ખૂબ આર્થિક વિષમતા છે. ૯૯ ટકા લોકો પાસે જેટલી સંપત્તિ છે એટલી જ સંપત્તિ બાકીના એક ટકા લોકો પાસે છે.
સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી સેવાઓ બધાને મફત મળવી જોઈએ. શ્રમિકોનું ન્યૂનતમ વેતન નક્કી કરીને તેનો અમલ કરવો જોઈએ. - પુત્ર તો કેવળ કુળને તારે છે પુત્રી લાયક હોય તો પિતાનું અને પતિનું બંને કુળ તારે છે.
- જયેન્દ્ર ગોકાણી









