શાસ્ત્રોમાં ગુરૂમહિમા

૧. વસુદેવ સુતં દેવ, કંસ ચાણૂર મર્દનમ્;
દેવકી પરમાનન્દં, કૃષ્ણં વંદે જગદ્ગુરૂમ્
૨. ધ્યાનમૂલં ગુરોમૂર્તિ: પૂજામૂલં ગુરો: પદં;
મંત્રમૂલં ગુરોર્વાક્યં, મોક્ષમૂલં ગુરો: કૃપા
૩. ગુરૂર્બ્રહ્મા ગુરૂર્વિષ્ણુ, ગુરૂદેવો મહેશ્વર;
ગુરૂ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરૂવે નમ:
૪. સાધુ સીપ સમુદ્રકી, સદ્ગુરૂ સ્વાતિ બુંદ;
તૃષા ગઈ એક બુંદ સે, ક્યા લે કરો સમુદ્ર ?
૫. ધ્યાન ધાર કર સદ્ગુરૂ શબ્દે હદ-બેહદ વિચારી;
સુરતા કર લે ચૌદ લોકમેં, અરસ પરસ ધૂન પ્યારી
૬. ગુરૂ બિન જ્ઞાાન ન ઉપજે, ગુરૂ બિન મિલે ન મોક્ષ;
ગુરૂ બિન લખે ન સતકો, ગુરૂ બિન મિટે ન દોષ
૭. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરૂ સંતની સેવા;
પ્રેમ ધરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવા.
૮. માતા, પિતા અને ગુરૂ તો ઇશ્વરથી ય ચડે;
ગુરૂકૃપાથી તો ભવભવના જન્મથી ય મોક્ષ મળે
૯. ગુરૂની મૌન વાણીથી, ધોવાય શિષ્યનાં ઉર;
પ્રકાશે અંગે અંગોમાં, આત્મજ્ઞાાન તણું નૂર
૧૦. સત્ગુરૂ વચનનાં શૂરા થઈ ચાલે શીશ તો કર્યાં કુરવાન રે
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યા ંઅંતરનાં માન
૧૧. ગુરૂ ચાર વેદની બોલ્યા વાણી, તેમાંથી અક્ષર લીધો જાણી;
ગુરૂજી અખૂટ રે - ગુરૂજી અખૂટ ભંડાર જ્ઞાાનના મારા ભર્યાં રે.
૧૨. માનવ મન શુદ્ધ ન થાયે, ગુરૂજી સેવ્યા વિના રે;
ભવોભવનું ટળે અજ્ઞાાન, જ્ઞાાનથી થયો ઉદ્ધાર રે.
૧૩. ગુરૂ મહિમા સદાશિવ લહે, વળી સનકાદિ શેષનાગ;
શુદ્ધ વિચારે રવે અખા, ગુરૂ કહે લ્યા ગુરૂભાગ.
૧૪. અગાધ ગતિ ગુરૂ દેવની, તે કોઈ ન પામે પાર;
દાસ ઉપર દયા કરી રે, મારી સહેજે મટાડી જંજાળ
૧૫. સદા ભજન, ગુરૂ સાધુ, દ્વિજ જીવદયા સમજાન;
સુખદ સુનૈ રત સત્યવ્રત, સ્વર્ગ સપ્ત સોપાન.
૧૬. ગુરૂના જ્ઞાાનનો નહિ પાર, ભક્તિ ખેલ ખાંડાધાર;
નૂગરો શું જાણે સંસાર, એનો એળે ગયો અવતાર.
૧૭. સત્ગુરૂજી દયા કરે ત્યારે શૂન્યશિખર પર જાય;
ગમ આવે જો ગુરૂતણી રે ત્યારે નામ નિશાં પદ થાય.
૧૮. એવી પ્યાલી પીધી મેં તો મારા સદ્ગુરૂના હાથે;
પ્રેમે સદ્ગુરૂ મુજને મળીયા, મારો સફળ થયો જન્મારો
૧૯. ગુરૂ ગોવિંદ દોઉં ખડે, કિસકો લાગે પાય ?
બલિહારી ગુરૂ આપકી, ગોવિંદ દિયો બતાય !
૨૦. ભરમ કરમ કો ત્યાગ દે ઔર કર સદ્ગુરૂકી સેવ
સાન, જ્ઞાાન સમજ ગુરૂકી તો ઓર ન દુજો દેવ
- પી. એમ. પરમાર









