Dharmlok

ગુરૂત્વ એ પરમ તત્વ

By GS Team
22 Jul 20262 mins read
ગુરૂત્વ એ પરમ તત્વ

સત્સંગમાં જેવો સંગ એવો રંગ લાગ્યા વિના રહેતો નથી.


સેવાકાર્ય કરતા રહીએ એમાં જ આનંદ મળે છે.


ખુદના માટે બધા જીવે છે પણ બીજાને જીવાડવા જીવી લઈએ જીંદગી.


માનવતાને ધ્યાનમાં રાખીને પ્રભુને ગમતું જીવન જીવવાથી પ્રભુનો રાજીપો પ્રાપ્ત થાય છે.
ભગવાન અને સાચા સદ્ગુરૂની આજ્ઞાામાં રહીને નિયમ ધર્મને આપણા જીવનમાં ઉતારીશું. ભગવાન અને ગુરૂની કૃપાથી આધ્યાત્મિક માર્ગે જીવનું કલ્યાણ થાય છે. મનુષ્યનાં જીવનમાં વિવેક, આત્મનિષ્ઠા, સાત્વિક વિચારોનાં કારણે વાણી અને વર્તન દ્વારા રોજીંદા વ્યવહારો દીપી ઉઠે છે. ધર્મનું આચરણ જીવન જીવતા શીખવે છે.
આપણા ગ્રંથો, પુરાણો અને શાસ્ત્રોમાં એક જ વાત કહી છે કે હરી સ્મરણની સાથે નિત્ય પૂજા પાઠ કરવાથી ભક્તિની શક્તિથી સકારાત્મક વિચારો સત્કમો કરવા માટે પ્રેરણારૂપ બને છે. કોઈપણ કાર્યમાં પ્રભુમાં અખંડ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કાર્ય કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં ચોક્કસ બદલાવ આવે છે. મનુષ્ય જ્યારે નિ:સ્વાર્થભાવે કાર્ય કરે છે ત્યારે સેવા, સમર્પણ ભાવ સાથે આત્મવિશ્વાસ દ્રઢ થાય છે. સંસારમાં રહીને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. માનવધર્મ નિભાવી જાણે એનું જીવન આધ્યાત્મિક માર્ગે દિવ્ય બને છે. પ્રભુ ભક્તિ, ગુરૂભક્તિ, સત્સંગમાં જ્યારે વ્યક્તિ આગળ જતાં પ્રભુને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે ત્યારે દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે. સત્સંગમાં જેવો સંગ એવો રંગ લાગ્યા વિના રહેતો નથી. સેવાકાર્ય કરતા રહીએ એમાં જ આનંદ મળે છે. ખુદના માટે બધા જીવે છે પણ બીજાને જીવાડવા જીવી લઈએ જીંદગી માનવતાને ધ્યાનમાં રાખીને પ્રભુને ગમતું જીવન જીવવાથી પ્રભુનો રાજીપો પ્રાપ્ત થાય છે.
જીવનમાં પ્રભુની કૃપાથી સાચા સદ્ગુરૂ મળે છે. જીવન જીવવાનો દ્રષ્ટિકોણ આપોઆપ બદલાઈ જાય છે. સાચા સદ્ગુરૂ જ્ઞાાનના પ્રકાશ દ્વારા શિષ્યનાં જીવનને અજવાળવાનું કામ કરે છે. ગુરૂની કૃપાથી અંધકાર દૂર થાય છે અને આત્મજ્ઞાાનની પ્રાપ્તિ થાય છે. આપણી કુટેવો, દૂષણો અને અવગુણ દૂર થાય છે. સત્સંગ, હરિસ્મરણ, ભક્તિ કાર્યમાં મન જોડાય છે. પછી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ લાગે છે. જીવને જગત અને જગદીશથી અંતરનાં તાર જોડાઈ જાય પછી હૃદય મંદિરના દ્વાર ખુલી જાય છે. પ્રત્યેક જીવમાં પ્રભુનાં દર્શન થાય છે. સાચા સદ્ગુરૂ પોતાની અંતરદ્રષ્ટિથી શિષ્યને ઓળખી લે છે. ખરેખર ગુરૂ એ જ્ઞાાનની વહેતી ગંગા છે. જે ડૂબકી લગાવે એ ભવસાગર તરી જાય છે. ગુરૂનાં વચનમાં વિશ્વાસ હોવાથી આત્મજ્ઞાાનની પ્રાપ્તીની સાથે આત્મવિશ્વાસ દ્રઢ થાય છે. ગુરૂ બિના જ્ઞાાન ન ઉપજે. ગુરૂ બિન મિલે ન મોક્ષ.

  • કિરણભાઈ આર. પંચાલ