Dharmlok

'ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર'

By GS Team
29 Jul 20262 mins read
'ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર'
  • રાજા કુરુ એ સરસ્વતી નદીના કિનારે જમીન લઈને હળ લઈ ખેડી ત્યારે ઇન્દ્ર પૂછે છે, 'રાજા, શું વાવો છો ?' ત્યારે કુરુ બોલ્યા. 'હું ધર્મ વાવું છું… જે કોઈ આ ક્ષેત્રમાં મરે એ નિષ્પાપ થઈ સ્વર્ગે જાય અને અહીં જે તપ કરે એ મોક્ષ જાય.'

કૌરવો પાંડવોના યુધ્ધ માટે કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રની જમીન કેમ પસંદ કરી ? ગીતાના અધ્યાય પ્રથમ જ ધૃતરાષ્ટ્ર પૂછે છે આ તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ? આ જમીન ઉપર કુરુ રાજા અનેક ઋષિઓની તપસ્યા આ જમીન ધર્મક્ષેત્ર અને યુધ્ધક્ષેત્રમાં ફેરવાઈ. અહીં ભૂગોળ+ઇતિહાસ+કર્મ+કૃપા ચારેયનો સંયોગ છે. આ મહાભારતમાં શલ્યપર્વમાં કથા છે. રાજા કુરુ એ સરસ્વતી નદીના કિનારે જમીન લઈને હળ લઈ ખેડી ત્યારે ઇન્દ્ર પૂછે છે. 'રાજા, શું વાવો છો ?' ત્યારે કુરુ બોલ્યા. 'હું ધર્મ વાવું છું… જે કોઈ આ ક્ષેત્રમાં મરે એ નિષ્પાપ થઈ સ્વર્ગે જાય અને અહીં જે તપ કરે એ મોક્ષ જાય.' અંતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશે પણ વરદાન આપ્યું. કુરુ રાજાએ હજારો વર્ષ તપ કર્યું, લોહી-પસીનો રેડયો આ ને ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર, યુધ્ધક્ષેત્ર
કહેવાય છે.
આ ભૂમિ કુરુક્ષેત્ર કહેવાશે, ધર્મ ક્ષેત્ર બનશે, અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના થશે. અહીં યુધ્ધમાં મરનારને વીરગતી એટલે સ્વર્ગ, મોક્ષ મળશે. અરે ! અહીં ૧ દાન ૧૦૦૦ દાન બરાબર, ૧ જપ ૧૦૦૦ જપનું ફળ એટલે કૃષ્ણ એ જાણી જોઈને આ જમીન પસંદ કરી. કૃષ્ણને ખ્યાલ હતો અહીં સત્યનો વિજય, અસુરોનો અસત્યનો વિનાશને ધર્મની સ્થાપના થશે. કૃષ્ણ કહે છે, વીરોને સદ્ગતિ : કૌરવો-પાંડવો બંને કુરુવંશી. પોતાના જ પૂર્વજની તપોભૂમિ માંરે તો સ્વર્ગ મળે. કૃષ્ણનો કોઈના પ્રત્યે પક્ષપાત નહીં. અહીં ધર્મ, અધર્મનો ફેંસલો ધર્મક્ષેત્રમાં કેસો તો કોર્ટમાં ચાલે, મંદિરોળ
ધર્મક્ષેત્રમાં નહીં.
કુરુ રાજાએ હળ ખેડી જમીનને વૈકુંઠ વીરોની બનાવી. અને માટે કૃષ્ણએ આ પસંદ કર્યુ. આપણું જીવન પણ કુરુક્ષેત્ર એટલે આપણું મન, સારા, નરસાનું યુધ્ધ ચાલું છે. જો મનને ધર્મક્ષેત્ર બનાવવું હશે તો રામ-નામનું હળ ચલાવી મોક્ષનું સાધન બનાવીએ ખરાબ વિચારો કૌરવો, સારા વિચારો પાંડવો. અરે વસંત બહારનું કુરુક્ષેત્ર તો ૫ હજાર પૂર્વે સમાપ્ત થઈ ગયું, પણ અંદરનું મારું, તારુ, નુ કુરુક્ષેત્ર રોજ ચાલે છે. આ દેહના સથવારે કૃષ્ણને જીવનરથની લગામ આપો સારથી બનાવો, નહી તો અર્જુનરૂપી જીવ હતાશ થઈ મુંઝાય છે. ધર્મક્ષેત્ર બનાવી હૃદયક્ષેત્રે રોજ ગીતાના અધ્યાયનું પઠન કરાવો. બસ મનને કુરુક્ષેત્ર બનાવો રોજ 'રામ રામ' નુ હળ ચલાવો. જ્યારે પણ શરીર છૂટે ત્યારે સીધા વૈકુંઠ આ કુરુ રાજાનું પ્રમાણ તપોભૂમિ છે. ભલે જીવનનું યુધ્ધ હારીએ કે જીતીએ પણ નામ-સ્મરણથી ધર્મક્ષેત્ર બનાવી.
૮૪ લાખ યોનીમાંથી મુક્તિ મેળવીએ. આ યુધ્ધ ક્ષેત્રમાં અર્જુન ગીતા સંભળાવી.

  • વસંત આઈ.સોની