દીપોત્સવી પર્વોત્સવ : ઘન તેરસ - કાળી ચૌદસ દિવાળી અને બેસતુ વર્ષ

આખા વરસનું આ મહાપર્વ છે. આનંદ અને ઉત્સાહનું મહાપર્વ એટલે આ દીપોસ્વી પર્વ. આ ચાર દહાડે આનંદમાં- સુખમાં વ્યતીત થાય છે. દીપોત્સવી પર્વ એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ ! દીપોત્સવી એ કેવળ એક ઉત્સવ નથી,
પરંતુ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતુંવર્ષ આ વિભિન્ન સાંસ્કૃતિક વિચારધારાઓ લઈને આ ઉત્સવમાં સમ્મિલિત થયા છે. જાગૃત સમાજ પૂર્વક જો આ ઉત્સવ ઉજવવામાં આવે તો માનવજીવનનું સુસ્પષ્ટ દર્શન એમાંથી સાંપડી રહે.
ધનતેરસ-ધન્વન્તરિ જયંતિ
વિષ્ણુભગવાનનાં ૨૪ અવતારોમાં શ્રી ભગવાન ધન્વન્તરિ એ બારમો અવત્તાર છે. ભગવાન ધન્વન્તરિ આયુર્વેદના પ્રવર્તક છે એટલે આયુર્વેદ-આરોગ્યના દેવતા છે. આસોમાસનાં કૃષ્ણપક્ષની તેરસ તે ભગવાન ધન્વન્તરિનો પ્રાગટય દિવસ છે. જેણે આ જગતને આરોગ્ય શાસ્ત્રની ભેટ ધરી, માનવીઓના દુ:ખો દુર કરવા તેઓ અવતર્યા હતા. એ કહેવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્ય શાસ્ત્રની ઉત્પતિ અને તેનો જન્મ ભારતમાંજ થયો છે. આ એક આપણા સહુ માટે ગૌરવપદ અવિસ્મરણીય વિરલ ઘટના છે. તેમણે તેમના 'શિષ્ટ' સુશ્રુત વગેરે દ્વારા આયુર્વેદનો વિસ્તાર કરેલો છે. તેઓ વિશ્વના આરોગ્યનાં દેવતા છે. આથી ધનતેરસને વૈદ્યો 'ધન્વન્તરી જયંતી' તરીકે પણ ઉજવે છે. આ આરોગ્યનું દિવ્યપર્વ છે.
નરક ચતુર્દશી (ચૌદસ)
નરકાસુર રાક્ષસની વૃત્તિને મારવાનો આ દિવસ છે આ દિવસે કેટલાક તાંત્રિકો કાળભૈરવની ઉપાસના પણ કરે છે. આપણા મનમાં રહેલ નરકાસૂર વૃત્તિ- આસૂરીવૃત્તિનો નાશ કરવાનો આ દિવસ છે. આ દિવસમાં મહાકાલીનું પૂજન કરાય છે.
દિપોત્સવી પર્વ
દીપોત્સવી એટલે વરસની આખરનો દિવસ સરસ્વતી પૂજનનો દિવસ, ચોપડા પૂજનનો દિવસ. વૈદિક સંસ્કૃતિની કરોડ રજજુ સમાન, વર્ણવ્યવસ્થાનું ખંડન કરનાર, આસુરીવૃત્તિ અને ભોગવૃત્તિવાદી વિચારનાં પુરસ્કર્તા બલિ ન દર્મન, વામન ભગવાને આજ દિવસે કર્યું હતું અને લોકોએ ઉત્સવમનાવી ઘરેઘરે દીપ પ્રગટાવ્યા.
'અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક એટલે દીપોત્સવી દીપોત્સવી એટલે આસુરી વૃત્તિ ઉપર દૈવી સંપત્તિનો વિજય, દીપોત્સવી એટલે હતાશામાંથી આશાનો સંચાર, દીપોત્સવી એટલે અંધકારમાંથી પ્રકાશમાં પ્રયાણ.
'દીવો'એ જ્ઞાનનું પ્રતીક છે અંતરમાં દીવો પ્રગટાવો એટલે જીવનની નિશ્ચિત વિષયક દ્રષ્ટિથી દિવાળી પર્વની ઉજવણી કરવી.
तमसो मा ज्योतिर्गमय ।।' આ ઉપનિષદનો મંત્ર બોલાય જ છે. જીવનમાં આ મંત્રની સાધના એ જ જીવન પંથ છે.
અંધકાર એટલે પ્રભુનું વિસ્મરણ તથા જીવનમાં પ્રભુ વિન્મુખતા. એવા ગાઢ અંધકારમાંથી ઇશ્વરાભિમુખ વૃત્તિ રાખી. પ્રભુ કાર્ય રૂપી પ્રભુ પ્રકાશ તરફ ડગલા ભરવા અને સાધના રૂપી અંતરમાં દીવો. (જ્ઞાનજ્યોત) પ્રજવલિત કરવો. અજ્ઞાન અને મોહના ગાઢ અંધકારમાંથી જ્ઞાનનાં પ્રકાશ તરફનું પ્રયાણ એટલે દીપોત્સવીની ઉજવણી.
મહાલક્ષ્મી પૂજન
ધનતેરસ સાથે લક્ષ્મી પૂજનનું પણ મહત્ત્વ રહેલું છે. મહાલક્ષ્મીનાં પૂજનનો પણ આ દિવસનો ખૂબ મહિમા છે. આ પર્વમાં સંપત્તિને ઉપભોગ દ્રષ્ટિએ નહિ પરંતુ ઉપાસનાની દ્રષ્ટિથી પૂજન કરવાનો મહિમા છે.
ઉપાસનાની દ્રષ્ટિ આવતા જ માણસનો જીવન તરફનો અભિગમ બદલાઈ જાય છે. ભારતીય ઋષિઓએ સંપત્તિને વિષ્ણુપત્ની ગણી તેની ઉપાસના કરી છે. તેને પૂજામાં સ્થાન આપ્યું છે. 'મા' કહીને હાંક મારી છે અને સામાન્યમાં પાસે બાળક લાડથી માંગે તો સામાન્યમા પણ તેને ના નથી પાડતી. માંગે તે આપે છે. ઉલ્ટું હજું આપું ?? એમ પૂછે છે તો વિષ્ણુપત્ની એ તો જગદમ્બા છે. જગતજનની છે. તેથી ઋષિઓએ તેની પાસે 'શ્રીસૂકત'માં अनपगामिनी लक्ष्मी માંગી છે. વૈભવ કાયમ રહે, સુસ્થિર રહે એવી માંગણી કરી છે. વૈભવ લક્ષ્મી ત્યારે જ સ્થિર અને સ્વસ્થ રહે જ્યારે નારાયણ સાથે હોય. એટલે લક્ષ્મીનારાયણની પૂજાનું મહત્ત્વ છે.
લક્ષ્મી 'મા' છે : લક્ષ્મીતો આપણી મા છે. તેથી માનું પૂજન કરવાનું છે.
महालक्ष्मी चवि'न हे विष्णुपत्नी च धीमहि । तन्नो लक्ष्मी प्रचोदयात ।। (શ્રીસૂક્ત)
'વિષ્ણુપત્નીનું હું ધ્યાન ધરૂ છું, ને મહાલક્ષ્મીને હું જાણું છું, તે લક્ષ્મી અમારા મન અને બુદ્ધિને પ્રેરણા આપો, કહી તેની પાસે પ્રસન્નતા માંગવાની અને એ વાત તો નિર્વિવાદ છે કે મા હંમેશા પ્રમાણિક તથા સદાચારી દીકરા ઉપર પ્રસન્ન થાય છે.
મહાલક્ષ્મી એટલે ? હકીકતમાં તો આપણે ત્યાં લક્ષ્મીનું નહીં, મહાલક્ષ્મી પૂજનનું મહત્ત્વ છે. મહાલક્ષ્મી એટલે વધુ લક્ષ્મી નહીં. પરંતુ જે લક્ષ્મી પ્રભુકાર્ય માટે, સેવા માટે તથા સદુપયોગ માટે વપરાય તે મહાલક્ષ્મી ગણાય. તેનું પૂજન કરવાનું હોય.
પ્રમાદથી અણસમજથી રૂઢ થયેલા અલક્ષ્મીને પૂજનમાં અને લક્ષ્મીપૂજનના ભાવને મહાલક્ષ્મી પૂજનમાં બદલાવાનાં ભાવનો આ દિવસનો મહિમા છે.
महालक्ष्मी चवि'न हे विष्णुपत्नी च धीमहि । तन्नो लक्ष्मी प्रचोदयात ।। (શ્રીસૂક્ત)
'વિષ્ણુપત્નીનું હું ધ્યાન ધરૂ છું, ને મહાલક્ષ્મીને હું જાણું છું, તે લક્ષ્મી અમારા મન અને બુદ્ધિને પ્રેરણા આપો, કહી તેની પાસે પ્રસન્નતા માંગવાની અને એ વાત તો નિર્વિવાદ છે કે
મા હંમેશા પ્રમાણિક તથા સદાચારી દીકરા ઉપર પ્રસન્ન થાય છે.
નવું વરસ
નવું વરસ એ બલિ પ્રતિપદા કહેવાય છે. તેજસ્વી વૈદિક વિચારોની ઉપેક્ષા કરી વર્ણાશ્રમ વ્યવસ્થાને ઉધ્વસ્ત કરનાર બલિનો વામને પરાભવ કર્યો. તેની સ્મૃતિમાં બલિ પ્રતિપદાનો ઉત્સવ ઉજવવા લાગ્યો.
બલિરાજા અસૂર હતો. પરંતુ તેનામાં પણ ઘણા સારા ગુણો પણ હતા. દુશ્મન હોય તો શું થયું ? તેનાં સારા ગુણો અપનાવવા જોઈએ. દુર્ગુણોનો ત્યાગ કરવો. બલિરાજાના ગુણોનું પૂજન થવું જોઈએ. તેની યાદમાં વામન ભગવાને દિવસ નક્કી કર્યો અને તે દિવસ એટલે બલિપ્રતિપદા.. તે દિવસે ભગવાન પોતે બલિરાજાના દ્વારપાળ થયા. અને તે ભાવના લક્ષમાં રાખીને તે દિવસ બલિપ્રદા તરીકે જાહેર થયો. અને એજ દિવસ એટલે આપણું બેસતું વર્ષ. ગુણપૂજનનું પ્રતીક એટલે નવા વર્ષનો મંગલ પ્રારંભ.
- ડો. ઉમાકાંત જોષી



