Dharmlok

બધી જ મહાન ભુલોનાં પાયામાં અહંકાર હોય છે

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સમાચાર: એક ધાર્મિક યુવાનનો અહંકાર તેના સફળ વ્યવસાયને કેમ ચોપટ કરી ગયો? તેણે નાના ધંધાથી શરૂઆત કરી, ધીરે ધીરે સફળતા મેળવી, પરંતુ અહંકાર આવતા ગ્રાહકોને છેતરવાનું શરૂ કર્યું. પરિણામે, ભગવાનની કૃપાથી જામ્યોલો તેનો ધંધો સાવ પડી ભાંગ્યો અને તે ફરી ત્યાં જ આવી ગયો જ્યાંથી તેણે શરૂઆત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બધી જ મહાન ભુલોનાં પાયામાં અહંકાર હોય છે

રસ્કિને કહેલું આ વાક્ય,'બધી જ મહાન ભુલોના પાયામાં અહંકાર હોય છે. સો ટકા સાચું છે. અહંકાર માણસની બુદ્ધિ પર હાવી થઈ જાય છે. અને તેનાં પતનની શરૂઆત કરી દે છે. અહંકાર રાખવો એ માનવી માટે નુકસાનકારક જ હોય છે. કન્ફયુશિયસે પણ કહ્યુ છે કે,' તમારો અહંકાર બીજાને કદાચ ડંખશે, પણ તમારું તો પતન જ કરશે.' ભગવાન શ્રીકૃષ્ણએ પણ શ્રીમદ ભગવદગીતામાં કર્તાભાવનો ત્યાગ કરવાનું કહ્યુ છે. જ્યારે માણસ અહંકારરૂપી કર્તાભાવ છોડશે ત્યારે તેનામાં અભિમાન નહીં આવે. અને તેનંશ દરેક કર્મ ભગવાનનાં ચરણોમાં અર્પણ થઈ જશે.

  • 'હું કરું છું' એવો ભાવ રાખવાને બદલે 'બધું કરનાર ઇશ્વર જ છે.' એમ માનીને જો આપણે કર્મ કરીશું તો ક્યારેય આપણા મનમાં અહંકાર જન્મ નહીં લે. મહાપુરુષોના જીવનમાં અહંકારને કોઈ સ્થાન હોતું નથી. જો કે આજનો માણસ થોડીક સફળતા મળતા જ મનમાં અહંકારનો અડિંગો જમાવીને બેસી જાય છે. માણસથી ભુલો થાય એ સ્વભાવિક છે. અને ભૂલ કરવી એ માણસનો સહજ સ્વભાવ હોઈ શકે, પણ એકની એક ભૂલ વારંવાર કરવાનો કોઈ જ મતલબ નથી.
  • જો અહંકારથી દૂર રહેવું હોય તો જીવનમાં નમ્રતા ધારણ કરવી પડશે. વિષ્ણુપુરાણ કહે છે કે નમ્રતા અભિમાનને ઓગળી નાખે છે. સેન ઓગસિન પણ કહે છે કે ધર્મનું સૌથી મહત્વનું તપ નમ્રતા છે. આપણાં લોક સાહિત્યમાં પણ એક સુંદર ક્કો છે.
    'નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન,
    સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.'
  • આપણાં સાહિત્યમાં નમ્રતાને ખૂબ મોટું બહુમાન આપવામાં આવ્યું છે. જો જીવનમાં સફળતાનો ગ્રાફ ઊંચો લઈ જવો હશે, તો અહંકારને ઓગળવો જ પડશે અને અંહકારને માત્ર નમ્રતા જ ઓગળી શકે છે. દરેક ધર્મ પણ આપણને જીવનમાં હંમેશા નમ્રતા રાખવાનો જ સંદેશો આપે છે. જે માણસનાં જીવનમાં અહંકાર વસતો હોય છે તેનાં પર ઇશ્વરની કૃપા થતી નથી. તેને કદાચ સરળતા મળે તો પણ તે ક્ષણભર
    હોય છે.
  • આ સંદર્ભમાં એક યુવાનની વાત સમજવા જેવી છે તે ખુબ ધાર્મિક હતો. તેણે એક નાનકડો ધંધો શરૂ કર્યો. બે-ત્રણ વર્ષની મહેનત પછી તેને સફળતા મળવા લાગી. ધીરે-ધીરે ભગવાનની કૃપાથી તે ખુબ આગળ વધ્યો. અને તેનો બિઝનેસ ખુબ સરસ ચાલવા લાગ્યો. જેમ-જેમ તેનો બિઝનેસ વધતો ગયો તેની વાહ-વાહ થવા લાગી. તેનામાં અહંકાર પણ આવવા લાગ્યો. અને તેની મતિ ભ્રષ્ટ થઈ ગઈ તે પોતાનાં ગ્રાહકો સાથે પણ વિવેકથી વાત નહોતો કરતો. તેનાં મનમાં જન્મેલા અહંકારે તેને અંધ બનાવી દીધો. અને તે લાકોને છેતરવા લાગ્યો. પરિણામે ભગવાનની કૃપાથી તેનો ધંધો જામ્યો હતો. તે અહંકારના કારણો સાવ ચોપટ થઈ ગયો. અને તે યુવાન ફરી પોતે ત્યાં જ આવી ગયો. જ્યાંથી તેણે શરૂઆત કરી હતી.