Dharmlok

અમૃતવાણી

By GS Team
19 Aug 20261 min read
અમૃતવાણી
  • ક્ષમામાં જે શક્તિ છે, તે દંડમાં નથી એટલે તો મહાપુરુષોએ કહ્યું છે, ''ક્ષમા વિરસ્ય ભુષણમ.''
  • પોતાના નિર્ણયમાં અડગ રહેવાથી 'આત્મવિશ્વાસ એની મેળે જ આવે છે.'
  • એક નિયમ તોડવાથી બીજો નિયમ આપોઆપ તુટી જાય છે.
  • અંતર આત્મા ડંખે, તેવું કાંઈપણ ન કરો.
  • ભાવ વગર માનવ જીવન અધુરું છે.
  • પૈસા કરતા પદાર્થ મહત્વનો છે, પદાર્થ કરતા, વ્યક્તિ મહત્વની છે, વ્યક્તિ કરતા વિવેકનું મહત્વ વધારે છે, વિવેકથી સત્યનું મહત્વ વધારે છે, ને સત્યથી વધુ મહત્વ સંતનું છે.
  • અમૃત માનવીને અમરપદ આપી શકે, પણ માનવીને નિર્ભય ન બનાવી શકે.
  • ધરતી જો એના ખોદનારને ય પાણી આપે છે, તો પછી આપણે તો મનુષ્ય છીયે, આપણું ખોદનારને પ્રેમ ન આપી શકીયે ?
  • આંગળી ચીંધનારનેય પુણ્યનો હિસ્સો મળે છે, માટે પરોપકારનું કાર્ય કરતા રહેવું, નીજી સ્વાર્થ માટે કોઈનેય નુકશાન કે હેરાનગથી થાય, એવું ક્યારેય મનમાં પણ ન વિચારવું.
  • મનને માર્યા વિના કે વાળ્યા વિના, નિતાંત-આનંદની અનુભુતી થવી મુશ્કેલ છે.
  • જીવનમાં સાદાઈ, સંતોષ ને સંયમ હશે તો જ આત્મશાંતિનો અનુભવ થશે, આ ત્રણ ગુણ મન-ચિત્તની શાંતિ માટે ખુબ જરૂરી છે.
  • ધનજીભાઈ નડીઆપરા