દેવભૂમિ દ્વારકા: સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવનાર 12ની અટકાયત, 19 મોબાઈલ ફોન કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કેટલાક શખસો દ્વારા સોશિયલ મીડિયાના મારફતે કોમી વૈમનસ્ય ફેલાય તેવી ભાષામાં પોસ્ટ તેમજ કોમેન્ટ કરતા હોવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેને ધ્યાનમાં લઈને સાયબર ક્રાઇમ પોલીસે જુદી-જુદી 19 સોશિયલ મીડિયા આઈ.ડી.ની ઓળખ કર્યા બાદ 12 શખસોની અટકાયત કરી હતી. આ સાથે કેટલાક કાયદાથી સંઘર્ષિત કિશોર પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે.
સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવનાર 12ની અટકાયત
ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા અભદ્ર ટિપ્પણી, બ્લેક મેઈલ અને જાતીય સતામણી જેવા ગુનાઓ આચરવામાં આવતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતી હોય છે. આ મામલે દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમની ટીમે એપ્રિલ-2026થી મે-2026ના સમયગાળામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભદ્ર ટિપ્પણી, ધમકી ભરી અને અશ્લીલ કોમેન્ટ કરનારી 19 ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.ઓ શોધી કાઢી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા અલગ અલગ વીડિયો/રીલ્સમાં જાહેરમાં આરોપ-પ્રત્યારોપ કરવા, અભદ્ર ભાષામાં અપમાનજનક લખાણ લખીને ધાક-ધમકી આપતી કોમેન્ટ કરવી અને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરતા હોવાનું ખુલતા આ સંદર્ભે કેટલાક યુઝર્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં BNS તેમજ આઈટી એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ત્રણ જિલ્લામાંથી 19 સોશિયલ મીડિયા આઈ.ડી. ધારકને શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં 12 આરોપીઓ અને 7 કાયદાથી સંઘર્ષિત કિશોર હોવાનું જાહેર થયું છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
- મુરુભા સુકાભા માણેક (ઉં.વ. 25, રહે.પીંડારા, તા.કલ્યાણપુર)
- દિનેશભા જાદવભા મકવાણા (ઉં.વ. 24, રહે.નરસંગ ટેકરી, દ્વારકા)
- પરબતભા નવઘણભા માણેક (ઉં.વ. 19, રહે. વસઈ, તા.ઓખામંડળ)
- નાથાભા પબુભા હાથલ (ઉં.વ. 30, રહે. ગોરીયારી, તા. દ્વારકા)
- ભરત બબાભાઈ માણેક (ઉં.વ. 25, રહે. આરભંડા, મીઠાપુર)
- હેમંતસંગ રામસંગભા માણેક (ઉં.વ. 36, રહે. વસઈ, તા. દ્વારકા)
- માંડણભા જીલુભા માણેક (ઉં.વ. 41, રહે. વસઈ, તા. દ્વારકા)
- રાજુ દુદાભાઈ ડોડીયા (ઉં.વ. 32, રહે. અમરદડ, તા.રાણાવાવ, જિ.પોરબંદર)
- સામુ બુધાભા નાયાણી (ઉં.વ. 28, રહે. ઉદ્યોગનગર, સુરજકરાડી, તા. દ્વારકા)
- પરેશ પબાભાઈ વેગડા (ઉં.વ. 25, રહે.શ્રીનાથ નગર-3, ધરમપુર, GIDC, ખંભાળિયા)
- નાગાજણ કારાભાઈ લધા (ઉં.વ. 23, રહે. ધ્રાસણવેલ, તા. દ્વારકા)
- ધનરાજસિંહ લુણાભા માણેક (ઉં.વ. 27, રહે.સાપર - નવાગામ, તા. લાલપુર, જિ.જામનગર)
પોલીસ તપાસમાં જુદી જુદી છ જેટલી ડમી આઈડી પણ સામે આવી છે. આ મામલે પોલીસે કુલ 19 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. સોશિયલ મીડિયામાં કોઈપણ રીલ કે વીડિયો પોસ્ટમાં સુલેહ શાંતિનો ભંગ થાય તેવા અશ્લીલ શબ્દો કે અભદ્ર શબ્દોથી કોમેન્ટ કરવી અને ડમી આઈ.ડી.થી કોઈની માનહાની થાય તે પ્રકારની કોમેન્ટ કરનારા સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.









