શું યુપીએ સરકાર પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પોલા હતા?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ૨૦૧૨માં યુપીએ સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો આક્ષેપ કરીને અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલે મોટું આંદોલન કર્યું હતું. એમની માંગણી જન લોકપાલ બીલની હતી, પરંતુ મુખ્ય ટાર્ગેટ તત્કાલીન કેન્દ્ર સરકાર હતી. એ વખતે વિરોધપક્ષોએ પણ આંદોલનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. હવે એક પછી એક એવા ચુકાદા આવી રહ્યા છે કે, યુપીએ સરકાર સામે ભાજપે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા પુરવાર થઈ રહ્યા છે. તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહન સિંહ સામે કોલસા બ્લોક વહેંચણી મામલે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો, એ કેસ સુપ્રિમ કોર્ટે બંધ કરીને મનમોહન સિંહને ક્લિનચીટ આપી છે. નવાઈની વાત એ છે કે મનમોહન સિંહનું મૃત્યુ બે વર્ષ પહેલા થઈ ગયું હતું અને હવે સુપ્રિમ કોર્ટે હુકમ કર્યો છે કે, મનમોહન સિંહ અને બીજા આરોપીઓને સમન્સ પાઠવવાનો સ્પેશ્યલ કોર્ટનો હુકમ રદ કરવામાં આવે છે. આપણા દેશની ન્યાય પ્રણાલી એટલી હદે ખાડે ગઈ છે કે, આવા અગત્યના કેસોના ચુકાદા પણ જ્યારે સમયસર નહીં આવતા હોય ત્યારે બીજા કેસોનું તો શું કહેવું.
શા માટે સીજેપી ફરીથી રસ્તા પર ઉતરશે
કોકરોચ જનતા પાર્ટીએ ફરીથી દેશવ્યાપી આંદોલન કરવાની ચેતવણી આપી છે. પક્ષનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર પેપર લીક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે થયેલી એફઆઇઆર પરત લેવાના વચનથી પીછેહટ કરી રહી છે. સીજેપીનુ કહેવું છે કે સરકાર પોતાની મનમાની કરવા માટે સુપ્રિમ કોર્ટે કરેલી ટીપ્પણીઓની મદદ લે છે. સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ કહ્યું હતું કે, જો વિદ્યાર્થીઓને પરેશાન કરવાનું બંધ નહીં થાય અને એમની સામે થયેલી ફરિયાદો પાછી નહીં ખેંચાય તો એમનો પક્ષ ટુંક સમયમાં ફરીથી રસ્તા પર ઉતરશે. ૨૦ જુલાઈએ વિદ્યાર્થીઓએ પોલીસની લાઠીઓ ખાઈ છે. જો સરકાર વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રાખશે તો એને ભારે પડશે. દિપકેનું એમ પણ કહેવું છે કે એફઆઇઆર પાછી ખેચવા માટે સુપ્રિમ કોર્ટે કહ્યું નથી.'
મોહન ભાગવતના વધુ એક નિવેદનથી સ્વંયસેવકો દ્વિધામાં
આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવતે ફરી વખત એક એવું નિવેદન કર્યું છે કે, સંઘના ટેકેદારો તેમજ ભાજપના નેતાઓ દ્વિધામાં પડી ગયા છે. કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં જે આંદોલન કર્યું એનાથી ભાજપના નેતાઓ અને સંઘના સ્વયંસેવકો સ્વાભાવિક છે કે નારાજ થયા હતા. જોકે ૭૫ વર્ષના મોહન ભાગવત કઈક અલગ માનતા હોય એમ લાગે છે. એમ લાગે છે કે, મોહન ભાગવત આંદોલનકારીઓને મનોમન ટેકો આપતા હતા. હૈદરાબાદમાં વિશ્વ માંગલ્ય સભા દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે, આજના યુવાનો વિવિધ ટ્રેન્ડ્સથી ભારે પ્રભાવિત થાય છે અને લાગણીશીલ પણ થઈ જાય છે. તેઓ કોઈ વખત શાંત મનથી વિચારતા નથી. ભાગવતે કહ્યું હતું કે, 'જેન ઝી સારી છે, પરિસ્થિતિ પ્રમાણે સમાધાન કરી લે છે. સ્વભાવથી લાગણીશીલ છે. જો એમની સામે કોઈ વસ્તુ પ્રમાણીકતાપુર્વક રજુ કરવામાં આવે તો તેઓ આકર્ષિત થઈ જાય છે.'
મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલનથી સરકાર ચિંતીત
મધ્યપ્રદેશમાં ખેડૂતોનું આંદોલન ધીરે ધીરે જોર પકડી રહ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લગભગ ત્રણ હજાર ખેડૂતોએ રસ્તા પર અડીંગો જમાવ્યો છે. તેઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાને કૂચ કરવાની તૈયારીમાં છે. 'મીનીમમ સપોર્ટ પ્રાઇઝ ઇન એગ્રીકલ્ચર' (એમએસપી) પર મગની ૧૦૦ ટકા ખરીદ કરવાની માંગણી ખેડૂતો કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ૧૯ ખેડૂત સંગઠનો સરકાર સામે દેખાવો કરી રહ્યા છે. જે રીતે કેન્દ્રમાં ખેડૂત આંદોલન વખતે ખેડૂતો બોરીયા બીસ્તર સાથે રસ્તા પર બેસી ગયા હતા, એ જ રીતે મધ્યપ્રદેશના ખેડૂતો ખાવાનું બનાવવાના વાસણો, રેશન, કપડા અને ગાદલા તકિયા સાથે ભોપાલ પહોંચી ગયા છે. જે રીતે રાજ્યભરમાંથી ખેડૂતો ભોપાલ તરફ આવી રહ્યા છે એ જોઈને મધ્યપ્રદેશ સરકારની ઊંઘ ઉડી ગઈ છે.
જંતર મંતર પર ગોળી ચલાવવાની વકીલાત કરનાર પર પોલીસનો કેસ
દિલ્હીમાં વિદ્યાર્થીઓએ કરેલા પ્રદર્શન બાબતે વિવાદાસ્પદ નિવેદન આપનાર આરએસએસના નેતા ટીજી મોહનદાસ વિરુદ્ધ કેરળની પોલીસે કેસ દાખલ કર્યો છે. મોહનદાસે કરેલા નિવેદન પછી એમની સામે ઘણી ફરિયાદો થઈ હતી. ટીજી મોહનદાસે યુટયુબ ચેનલ પર એક વીડિયો મૂક્યો હતો, જેમાં એમણે કહ્યું હતું કે, 'દેખાવ કરનારાઓમાં એવી મહિલાઓ પણ હતી કે જેમને બળાત્કાર પસંદ છે. પોલીસે દેખાવો કરનારાઓને મારવા જોઈતા હતા અને એમની પર ગોળીબાર પણ કરવો જોઈતો હતો. જો હું સત્તામા હોતે તો જંતર મંતરના ૪ કીલોમીટર વિસ્તારમાં કરફ્યુ મૂકી દેત. જો લોકો ત્યાંથી હટતે નહીં તો એમના પર ગોળીબાર કરવાનો હુકમ કરતે.' હવે આ નેતા સામે હુલ્લડ ભડકાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પેપર લીકના નવા કાયદા પર અખિલેશ યાદવને ભરોસો નથી
પેપર લીક બાબતે લોકસભામાં પસાર થયેલા નવા કાયદાથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ ખાસ ખુશ નથી. એમણે પૂછ્યું છે કે હમણાના કાયદા હેઠળ કેટલી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે? અખિલેશે કહ્યું હતું કે, 'જવાબદારી હમણાની સરકારની છે. આ સરકારના શાસન દરમિયાન સૌથી વધુ વખત પેપર લીક થયા છે. લોકોને આ વાતની ખબર છે. ફક્ત ઉત્તર પ્રદેશમાં જ ૨૦થી વધુ વખત પેપર ફૂટયા છે, પરંતુ કોઈને સજા થઈ નથી તો કાયદામાં ફેરફાર કરવાનો કોઈ અર્થ નથી. સરકારે કહેવું જોઈએ કે કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલાની ધરપકડ થઈ છે. જો ભાજપ સરકારના પોતાના માણસો જ પેપર ફોડવાના કામમાં ભાગીદાર હોય તો પછી બીજી કઈ અપેક્ષા રાખી શકાય?'
જ્યોતિરાદિત્ય સિંધ્યા અને ત્રણ ફોઈ વચ્ચે ચાલકો કેસ ગુચવાયો
વારસાઇ સંપત્તિની વહેંચણી બાબતે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધ્યા અને એમની ત્રણ ફોઈ વચ્ચે ઘણા સમયથી કેસ ચાલી રહ્યા છે. હવે આ મામલો વધુ ગુચવાયો છે. કેન્દ્રીય મંત્રીના મોટા ફોઈ સ્વ. પદ્મારાજે સિંધ્યાના પુત્રી પ્રતિમા દેવીએ કેવીએટ દાખલ કરીને પીયરની સંપત્તિ પર દાવો કર્યો છે. આ સંપત્તિ પર કોનો હક્ક છે એની ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ૧૯૬૧માં મહારાજા જીવાજીરાવ સિંધ્યાના મૃત્યુ પછી સરકારે એક પ્રમાણપત્ર બહાર પાડીને પુત્ર માધવરાવ સિંધ્યાને એમની તમામ સ્થાયી અને અસ્થાયી મિલકતોના એક માત્ર ઉત્તરાધિકારી માન્યા હતા. જ્યોતિરાદિત્ય તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યેષ્ઠાધિકારના કાયદા હેઠળ પિતાની સંપત્તિ મળી હતી. જોકે ૧૯૮૪માં એમના માતા વિજયા રાજેએ ટ્રસ્ટમાં એમની પુત્રીઓને પણ દાખલ કરી હતી.




