મની લોન્ડરિંગ કેસની તપાસમાં ભૂતપૂર્વ ક્રિકેટરો સામે ઈડીની કાર્યવાહી
ઈડીએ ગેરકાયદે નાણાંની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ૬,૦૦૦ નકલી ખાતા તથા ગેરકાયદે બેટિંગ સંબંધિત ૬૦ બેન્ક એકાઉન્ટ શોધી કાઢ્યા
ઈડીએ ગુરુવારે જણાવ્યું કે, ઓનલાઈન બેટિંગ સાઈટ ૧એક્સબેટ વિરુદ્ધના કેસમાં મની લોન્ડરિંગ કેસની તપાસમાં સુરેશ રૈનાની રૂ. ૬.૬૪ કરોડના મ્યુચ્યુઅલ ફંડ અને શિખર ધવનની રૂ. ૪.૫ કરોડની કમર્શિયલ જમીન જપ્ત કરી છે. ઈડીની તપાસમાં જણાયું હતું કે, ભૂતપૂર્વ ક્રિકેટરોએ ૧એક્સબેટ અને તેની સહયોગી કંપનીઓના પ્રચાર માટે વિદેશી કંપનીઓ સાથે 'બધું જાણી'ને જ જાહેરાતના કરાર કર્યા હતા.
કેન્દ્રીય તપાસ એજન્સીએ ગુરુવારે જણાવ્યું કે, બંને ભૂતપૂર્વ ક્રિકેટરોએ ૧એક્સબેટ ઉપરાંત તેની કેટલીક સહાયગ કંપનીઓ સાથે પણ કરાર કર્યા હતા. ઈડીએ આ કેસમાં રૈના અને ધવનની પૂછપરછ કરી હતી. આ કરાર વિદેશી કંપનીઓ દ્વારા ભંડોળના ગેરકાયદે મૂળને છૂપાવવા માટે કરાયેલી ચકૂવણીના બદલામાં કરાયા હતા, જે ગેરકાયદે સટ્ટાબાજીની પ્રવૃત્તિઓમાંથી થયેલી ગુનાની આવક સાથે સંકળાયેલ છે.
સુરેશ રૈના અને શિખર ધવને આ અંગે તાત્કાલિક કોઈ ટીપ્પણી કરી નથી. શિખર ધવને ઓગસ્ટમાં જ્યારે સુરેશ રૈનાએ ૨૦૨૦માં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઈડીએ જણાવ્યું હતું કે, તેણે ૬,૦૦૦ નકલી બેન્ક એકાઉન્ટ શોધી કાઢ્યા હતા, જેનો ઉપયોગ ગેરકાયદે નાણાંની હેરાફેરી માટે કરાયો હતો. ઉપરાંત તેમણે ગેરકાયદે બેટિંગ એપ સાથે સંકળાયેલા ૬૦ બેન્ક એકાઉન્ટ પણ શોધી કાઢ્યા હતા, જેમાં રૂ. ૪ કરોડથી વધુની રકમ હતી.
સુરેશ રૈના અને શિખર ધવન સિવાય અન્ય એક પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પણ આ કેસમાં પૂછપરછ કરાઈ રહી છે. આ કેસની તપાસમાં ઈડીએ અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, મિમી ચક્રવર્તી અને અંકુશ હજારાની પણ પૂછપરછ કરી હતી. ૧એક્સબેટનો દાવો છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરતી ઓનલાઈન સટ્ટા વેબસાઈટ છે, જેમાં પોતાને ૧૮ વર્ષથી ઉપર દર્શાવનારા લોકો સટ્ટો રમી શકે છે. આ કેસમાં આ પહેલી મોટી કાર્યવાહી છે


