Delhi ni Vaat

અહો આશ્ચર્યમ, ખડગેના પુત્રએ આરએસએસના વખાણ કર્યા !

By GS Team
6 Nov 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ RSSના વખાણ કરતા આશ્ચર્ય સર્જાયું છે. અગાઉ RSSના ટીકાકાર પ્રિયાંક ખડગેએ કહ્યું કે RSSના લોકો સારા છે અને સંગઠને મોરચા માટે જરૂરી માહિતી આપી છે. બીજી તરફ, યુથ કોંગ્રેસના 200 જેટલા પદાધિકારીઓને રેલીમાં ગેરહાજર રહેવા બદલ પક્ષમાંથી હાંકી કઢાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અહો આશ્ચર્યમ, ખડગેના પુત્રએ આરએસએસના વખાણ કર્યા !

નવીદિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ એકાએક આરએસએસના વખાણ કર્યા છે. થોડા દિવસો પહેલા સુધી પ્રિયાંક ખડગે આરએસએસના મોટા ટીકાકાર હોવાથી પ્રિયાંક ખડગેના નિવેદનને કારણે ઘણાને આશ્ચર્ય થયું છે.
એમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના લોકો સારા હોય છે. કર્ણાટકમાં મોરચા કાઢવા માટે જરૂરી તમામ માહિતી સંગઠને આપી દીધી છે.
સરકારને પહેલા જાણકારી નહોતી કે માર્ચનું આયોજન કોણ કરી રહ્યું છે, પરંતુ આરએસએસએ હવે પોતાની શાખાઓમાં સામેલ લોકોના નામ સહિત તમામ માહિતી સત્તાધીશોને આપી છે.
મીડિયાએ મને ડરાવી દીધો હતો કે, આરએસએસ મંજૂરી નહીં માગે અને જાણકારી પણ નહીં આપે. કોઈક જગ્યાએ એમને મંજૂરી નથી આપવામાં આવી તો પણ આરએસએસએ સહકાર આપ્યો છે.
રેલીમાં નહીં ગયેલા યુથ કોંગ્રેસના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ
રામલીલા ખાતે યોજાયેલી રેલીમાં યુથ કોંગ્રેસના જે નેતાઓ હાજર રહ્યા નહોતા એમનાથી રાહુલ ગાંધી ખૂબ નારાજ થયા છે. રેલી પહેલા યુથ કોંગ્રેસના નેતાઓએ રેલીમા સામેલ થનાર કાર્યકરોની જે યાદી આપી હતી એમાંથી ઘણા રેલીમાં ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસ હાઇકમાન્ડે ગેરહાજર રહેલા ૨૦૦ જેટલા પદાધિકારીઓને પક્ષમાંથી હાંકી કાઢયા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી અને જિલ્લા અધ્યક્ષ સ્તરના ઘણા નેતાઓ સપાટામાં આવી ગયા છે. આ પગલાથી પક્ષ સંગઠનમાં શિસ્તનો સંદેશો આપવા માંગે છે. રેલી પહેલા જ કોંગ્રેસએ પોતાના રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લા સ્તરના કાર્યકરોને રેલીમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો હતો. આ આદેશ છતા પણ મોટી સંખ્યામાં પદાધિકારીઓ ગુલ્લી મારી ગયા હતા. આ પછી જોકે કોંગ્રેસ પક્ષમાં સન્નાટો પ્રસરી ગયો છે.
જંતર મંતર હિંસા બાબતે કોર્ટ કડક
દિલ્હીના જંતર મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન વખતે થયેલી હિંસા બાબતે સુપ્રિમ કોર્ટે અગત્યની સૂચના આપી છે. સુપ્રિમ કોર્ટે આ કિસ્સા સાથે જોડાયેલી અરજીઓ, વીડિયો અને ફરિયાદો ભૂતપૂર્વ જસ્ટીસ આર સુબ્બાશ રેડ્ડીની અધ્યક્ષતાવાળી હાઇપાવર કમીટીને સોંપવાનું સૂચન કર્યું છે. કોર્ટે કમીટીને ચોક્કસ સમયે પોતાનો છેવટનો રીપોર્ટ આપવા માટે પણ કહ્યું છે. સુપ્રિમ કોર્ટના કહેવા પ્રમાણે હમણા યોગ્ય માત્રામાં સામગ્રી નહીં હોવાને કારણે હાઇપાવર ઇન્કવાયરી કમીટી જંતર મંતર ખાતે થયેલી હિંસા બાબતે કોઈ તારતમ્ય પર પહોંચી શકી નથી. જંતર મંતર પ્રદર્શન વખતે દેખાવકારો અને પોલીસ કર્મચારીઓ સાથે થયેલી હિંસાની તપાસ આ હાઇપાવર કમીટી કરી રહી છે. સામાન્ય માણસો અને પોલીસ કર્મચારીઓની ફરિયાદો મેળવવા માટે દેશભરના ૧૪૯ છાપાઓમાં નોટીસ પ્રકાશીત કરવામાં આવી છે.
ચૂંટણી કમિશનનો મોટો નિર્ણય
દેશના ચૂંટણી કમિશને છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઇઆરના પૂન:નિરીક્ષણની જાહેરાત કરી છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ યોગ્ય મતદારો, ખાસ કરીને યુવાનો અને પહેલી વખત વોટ આપનાર લોકોના નામ મતદાર યાદીમાં સામેલ કરવાનો છે. કમિશન પ્રમાણે અરૂણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, મીઝોરમ, ઓડીશા અને સિક્કીમમાં આ અભિયાન ચલાવવામાં આવશે. આ તમામ જગ્યાઓએ મતદાર યાદી ૩૦મીએ પ્રકાશીત થશે. છેવટની મતદાર યાદી ૨૧ જાન્યુઆરી ૨૦૨૭એ જાહેર કરવામાં આવશે. આ અભિયાનને કારણે એ લોકો પણ આવેદન પત્ર ભરી શકશે જેઓ ૨૦૨૭માં ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબરે મતદાન કરવાને લાયક થઈ જશે. ચૂંટણી કમિશને સંબંધીત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ પ્રક્રિયા માટે પર્યાપ્ત કર્મચારીઓ અને જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના પણ આપી છે.
ટીએમસીના બળવાખોર ધારાસભ્યોના સભ્યપદ રદ નહી થાય
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પછી તૃણમુલ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ અલગ જૂથ બનાવ્યું હતું. નારાજ થયેલા તૃણમુલ કોંગ્રેસના સિનિયર નેતા શોભન દેવ ચટ્ટોપાધ્યાયએ આ બાબતે બળવાખોરોના સભ્યપદ રદ કરવાની અરજી સુપ્રિમ કોર્ટમાં કરી હતી. સુપ્રિમ કોર્ટે આ અરજી સાંભળવાનો ઇન્કાર કરી દીધો છે. વિરોધપક્ષના નેતા ઋતબ્રત બેનર્જી સહીત પક્ષના ૧૦ બળવાખોર ધારાસભ્યને આનાથી રાહત થઈ છે. કોર્ટે આ બાબતે અરજી કરનારને કલકત્તા હાઇકોર્ટ જવાનું કહ્યું છે. સીજેઆઇ સુર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યા બાગચીની બેંચે કહ્યું હતું કે, હમણા તો યોગ્ય રસ્તો એ છે કે અરજી કરનારે હાઇકોર્ટ જવું જોઈએ. સુપ્રિમ કોર્ટે કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટીસને કહ્યું છે કે આ મામલો બે જજોની બેંચની સામે મૂકવામાં આવે.
'ચૂંટણી હાર્યા તો નિયમો બદલી નાખ્યા' : રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ગોકુલ દૂધ સહકારી સંઘની ચૂંટણી બાબતે ભાજપ પર જનાદેશ બદલી નાખવાની કોશિષ કરવાનો આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે કોંગ્રેસ સમર્થીત પેનલએ ભાજપ સમર્થીત મહાયુતિ ગઠબંધનને હરાવ્યા પછી નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકીને લખ્યું છે કે, ચૂંટણી પછી ભાજપએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં બહુમતિ મેળવવા માટે નિયમો બદલી નાખ્યા છે. ગાંધીએ આ બાબતને દૂધ ઉત્પાદકોના મતોની ચોરી ગણાવી છે. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, 'ગોકુલમાં દૂધ ઉત્પાદકોએ ભાજપને હરાવી દીધું આ માટે ભાજપે ચૂંટણી પછી નિયમો બદલી નાખ્યા. ૪ ડિરેક્ટરોનો સમાવેશ કરો, ૧૨ને ૧૬મા પરિવર્તીત કરો અને બહુમતીની ચોરી કરો.'
પંજાબ પીપીએસસી રીઝલ્ટ પર બબાલ
પંજાબમાં લેવામાં આવેલી પબ્લિક સર્વિસ કમિશન (પીપીએસસી) મેન્સ પરીક્ષામાં ગરબડ અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ભાજપએ કર્યો છે. પક્ષના પ્રવક્તાનું કહેવું છે કે, ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ પછી હવે આપ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના ઇશારે પંજાબમાં 'પેપર લીક માફિયા' ચલાવી રહી છે. પ્રવક્તાએ કહ્યું હતું કે, 'આ મુદ્દો પંજાબના ભવિષ્ય અને અહીંના યુવાનો સાથે જોડાયેલો છે. પંજાબમાં ભ્રષ્ટાચારી પક્ષ કેજરીવાલ અને માનના ઇશારે 'પેપર લીક માફિયા' કામ કરે છે. નવાઈની વાત એ છે કે આ માફિયાનો બચાવ પંજાબની આપ સરકાર કરે છે. પંજાબ પીપીએસસી મેન્સના પરિણામો જાહેર થયા ત્યાર પછી તરત જ ગરબડ અને ભ્રષ્ટાચારની વાત બહાર આવી છે. આ પરીક્ષા છેલ્લે ૨૦૨૦ના વર્ષમાં થઈ હતી. છેલ્લા બે વર્ષથી આ પરીક્ષાના પરિણામો જાહેર થયા નથી. ઉમેદવારોની પસંદગી સીધી થઈ જાય છે.'