Delhi ni Vaat

શી જીનપીંગ ગંભીર હાલતમાં ચીન પરત ફર્યા?

By GS Team
17 Sep 20265 mins read
TukuTouch Logo
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સંમેલનમાંથી ભારતથી પરત ફર્યા ત્યારે તેમને સીધા બેઇજિંગ એરપોર્ટથી લશ્કરી હેલિકોપ્ટરમાં 301 હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા. તેમની તબિયત ભારતમાં જ લથડી હોવાનું મનાય છે, પરંતુ ચીનમાં ગુપ્તતા જાળવવામાં આવી. આ ચોંકાવનારો ખુલાસો 'ચાઇના ડેમોક્રસી પાર્ટી'ના ચેરમેન વાંનઝુન શીએ સોશિયલ મીડિયા પર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શી જીનપીંગ ગંભીર હાલતમાં ચીન પરત ફર્યા?

નવીદિલ્હી : બ્રિક્સ સંમેલનમાંથી ચીનના પ્રમુખ શી જીનપીંગ એકાએક જે રીતે ચીન જવા માટે નીકળી ગયા હતા એ બાબતે ખાનગીમાં ઘણો ગણગણાટ થયો છે. હવે ચીનની 'ચાઇના ડેમોક્રસી પાર્ટી' (સીડીપી)ના ચેરમેન વાંનઝુન શીએ ચોંકાવનારી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી છે. એમણે લખ્યું છે કે જ્યારે શી જીનપીંગ વિદેશથી ચીન પરત ફરે છે ત્યારે એમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર હોય છે અને તેઓ મોટરના કાફલા સાથે એમના નિવાસસ્થાને જાય છે. જોકે તેઓ જ્યારે ભારતથી પરત ફર્યા ત્યારે બીજીંગ એરપોર્ટ પર વિમાનમાંથી સીધા મીલીટ્રી હેલીકોપ્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. એમને બીજીંગની ૩૦૧ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. શી જીનપીંગ જ્યારે બીજીંગ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે એમનું અભિવાદન કરવા માટે કોઈ અધિકારી એરપોર્ટ પર નહોતા. એમ મનાય છે કે, ભારતમાં જ એમની તબિયત લથડી ગઈ હતી, પરંતુ જે રીતે ચીનમાં બધુ ખાનગી રાખવામાં આવે છે એ રીતે એમના તબિયતના સમાચાર પણ દબાવી દેવામાં આવ્યા હતા.
'મોદી સરકાર અમેરિકાના દબાણમાં ઝુકી ગઈ'
કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે કે, મોદી સરકારે અમેરિકાની માંગણી સામે ઝુકી જઈને યુપીઆઇ પર ઝીરો એમડીઆરની વ્યવસ્થા ખતમ કરી છે. હવે ૨૦૦૦ રૂપિયાથી વધારે રકમની હેરફેર પર ૦.૪ ટકા ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે વડાપ્રધાન મોદીને ટોણો મારતા કહ્યું હતંે કે, મોદીએ નોટાનો નવો અર્થ 'નરેન્દ્રર્સ ઓનગોઇગ ટ્રમ્પ અપીઝમેન્ટ' કર્યો છે. એમડીઆરમાં બદલાવ અમેરિકન કાર્ડ કંપનીઓને યુપીઆઇની સ્પર્ધા કરવાનો ચાન્સ રહે એટલા માટે કરવામાં આવ્યો છે. જયરામ રમેશે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, અમેરિકાની પ્રતિનિધિ સભા ભારત પર ૧૦૦ ટકા ટેરીફ લગાડવાના બીલ પર મતદાન કરવાની છે. અમેરિકાની સેનેટે તો પહેલા જ આ કાયદાને મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પના શાસનમાં ભારતના પ્રવાસીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે છે અને નિયમો પણ વધુ સખ્ત બનાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીના કાર્યક્રમના વિવાદ પછી કોંગ્રેસે વાજપેયીનું ઉદાહરણ આપ્યું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમ જાણીતો થઈ રહ્યો છે. ૧૯મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ આ કાર્યક્રમ થવાનો છે. કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસે ઇન્દોર જિલ્લાના સત્તાધિશોની કાર્યવાહી પર આરોપ મૂક્યો છે. પક્ષે અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ પણ આપ્યું છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ મુકેશ નાયકએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના કાર્યક્રમ માટે વેન્યુની પરવાનગી આપવામાં મોડુ કરીને મોટી રકમ વસુલ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી લોકસભામાં વિરોધપક્ષના નેતા છે. આ હોદ્દો વડાપ્રધાન પછી બીજા નંબરનો સૌથી અગત્યનો હોદ્દો ગણાય છે. શાસનએ કાર્યક્રમની મંજૂરી આપવા માટે દાંડાઈ કરી હતી. જ્યારે ૧૦ લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા ત્યારે પરવાનગી મળી હતી. જ્યારે અટલ બિહારી વાજપેયી વિરોધપક્ષમાં હતા ત્યારે એમનો કોઈપણ કાર્યક્રમ હોય ત્યારે સરકાર અને સ્થાનિક પ્રશાસનનો રવૈયો હકારાત્મક રહેતો હતો.
નિર્મલા સિતારમણની ડાહી સલાહથી વેપારીઓ નારાજ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણએ કહ્યું હતું કે ટેક્સ પોલીસી પર સ્વતંત્ર રીસર્ચને સાર્વજનિક ચર્ચાનો હિસ્સો બનાવવો જોઈએ. ટેક્સ પ્રોફેસનલ્સએ સ્થાનીક હિતથી ઉપર ઉઠીને રાષ્ટ્રીય હીતને વધુ મહત્વ આપવું જોઈએ. એમણે કહ્યું હતું કે, 'ટેક્સ પોલીસી પર કોઈ એક ખાસ સેક્ટર કે ક્ષેત્રના હીત જોવા કરતા વધુ ઉંડાણથી વિચારવું જોઈએ. સરકારે જાણી જોઈને ટીડીએસ (સોર્સ પર ટેક્સ કપાત) અને ટીસીએસ (સોર્સ પર ટેક્સ વસુલી) સાથે જોડાયેલા નિયમો તર્કસંગત બનાવ્યા છે. એમની મર્યાદા પણ વધારવામાં આવી છે. આ ઉપરાંત નિર્મલા સિતારમણએ દેશના વેપારીઓને બિઝનેસ કરતા પહેલા દેશ માટે વિચારવાની સલાહ આપી હતી. મંત્રીની આ શીખામણ ઉપરછલ્લી રીતે બરાબર લાગે, પરંતુ વેપારીઓ માને છે કે દેશહીત ભલે જોવામાં આવે, પરંતુ એમને વ્યક્તિગત નુકસાન થતું હોય અને સરકાર સાંભળતી નહીં હોય એ કેટલી હદે વ્યાજબી છે?
સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠ રશિયા પ્રવાસે કેમ ગયા
સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠ અચાકન ત્રણ દિવસના રશિયા પ્રવાસે ગયા છે. એમ મનાય છે કે, બ્રિક્સ સંમેલન દરમિયાન પુતીન ભારત આવ્યા ત્યારે રક્ષા સમજૂતી માટે જે પ્રાથમીક વાતચીત થઈ હતી એને આખરી ઓપ આપવા માટે શેઠ રશિયા ગયા છે. રક્ષા મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદન મૂજબ જનરલ શેઠ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર સુધી રશિયાના પ્રવાસે છે. એમના પ્રવાસને કારણે બંને પક્ષોને સુરક્ષા માટે સમજૂતી આગળ વધારવાનો મોકો મળશે. રક્ષા મંત્રાલયના કહેવા પ્રમાણે આ પ્રવાસ બંને દેશો તરફથી ચાલી રહેલી સૈન્ય કુટનીતિ અને બંને દેશોની સેનાઓ વચ્ચે સમનવ્યય સાધવામાં મદદરૂપ થશે. આ પ્રવાસ દરમિયાન સેના પ્રમુખને 'ગાર્ડ ઓફ ઓનર' પણ આપવામાં આવશે. તેઓ 'ટોમ્બ ઓફ ધ અનનોન સોલ્જર' પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલી આપવાના છે.
દિશાના કેસ પર નજર રાખનાર સિમા પાહુજા કોણ છે
દિવંગત અભિનેતા સુશાંત સિંહના મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની તપાસ સીબીઆઇના જાણીતા અધિકારી સિમા પાહુજાની દેખરેખ હેઠળ થઈ રહી છે. સીબીઆઇ કાર્યાલયની સ્પેશિયલ ક્રાઇમ યુનીટમાં સિમા પાહુજા એસપી છે. આ હાઇપ્રોફાઇલ કેસની સંપૂર્ણ જવાબદારી સિમા પાહુજા પાસે છે એમની સાથે તપાસ અધિકારી તરીકે ડીએસપી પુરનકુમાર અને અન્ય અધિકારી પણ કામ કરશે. દિશાનું મૃત્યુ ૨૦૨૦માં ૮મી જુને થયું હતું. આ કેસમાં સીબીઆઇએ હમણા જ એફઆઇઆર દાખલ કરી છે. સીબીઆઇ હવે દિશાના મૃત્યુ પહેલા મુંબઈમાં એમના મંગેતર રોહન રોયને ઘરે થયેલી પાર્ટીમાં હાજર રહેલા લોકોના નિવેદનો નોંધવાની શરૂઆત કરશે. તપાસ એજન્સી જૂના રેકોર્ડો, સાક્ષીઓના નિવેદનો, ઘટના સ્થળે હાજર સાક્ષીઓ અને અત્યાર સુધી થયેલી તપાસની પણ ચકાસણી કરશે.
બંગાળના મહિલા પોલીસ અધિકારીએ ઇસ્લામી અભિવાદન કરતા બદલી
પશ્ચિમ બંગાળના આઇપીએસ અધિકારી બુશરા બાનોને ખડકપુરના એડિશનલ પોલીસ કમિશનરના પદ પરથી બદલવામાં આવ્યા છે. બદલી થવાનું કારણ બાનોએ બનાવેલા એક વીડિયોમાં ઇસ્લામી અભિવાદનનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. બાનોએ સોશ્યલ મીડિયા એક્સ પર એક વીડિયો મૂક્યો હતો. આ વીડિયો એમણે યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરતા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બનાવ્યો હતો. વીડિયોની શરૂઆતમાં તેઓ 'અસ્સલામું અલૈકુમ' અને ત્યાર પછી 'ઇન્શાહ અલ્લાહ' તેમજ અંતમાં 'જજાકતઅલ્લાહ' કહે છે. આ બાબતે હિન્દુ સંગઠનોએ વાંધો લીધો હતો. આ મહિલા અધિકારીની ફરિયાદ બંગાળના હોમ સેક્રેટરીને પણ કરવામાં આવી હતી કે અધિકારીએ જાહેર મંચ પરથી વંદે માતરમ કે જય હિન્દ બોલવાને બદલે ઇસ્લામીક સંબોધન કર્યું હતું.