Delhi ni Vaat

ભાજપએ યુવા વોટરો પર ફોક્સ કરવાનું નક્કી કર્યું

By GS Team
23 Aug 20265 mins read
TukuTouch Logo
ભાજપ નેતાઓ ઘટતી લોકપ્રિયતાથી ચિંતિત છે અને યુવા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. 'જેન ઝી આઉટ રીચ પ્રોગ્રામ' માટે ખાસ ટીમ બનાવાઈ છે, જેમાં નિતિન નવીન, સ્મૃતિ ઈરાની અને હર્ષ સંઘવી જેવા નેતાઓ છે. પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના બાંધકામ તોડાતા, ભારતે વળતા જવાબમાં પાકિસ્તાની હાઈ કમિશન બહારના ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપએ યુવા વોટરો પર ફોક્સ કરવાનું નક્કી કર્યું

નવીદિલ્હી : ઘટતી જતી લોકપ્રિયતા બાબતે મોદી - શાહ સહિત ભાજપના નેતાઓ ચિંતીત છે. એમને સમજણ પડતી નથી કે, દેશમાં વધી રહેલો વિરોધ કઈ રીતે શાંત કરવો. ભાજપ પાસે ઇન્દિરા ગાંધી જેવી આવડતવાળા કોઈ નેતા નથી. હવે ભાજપના નેતાઓની નજર યુવા મતદારો પર છે. જાણવા મળ્યા પ્રમાણે ભાજપની કોર ટીમએ 'જેન ઝી આઉટ રીચ પ્રોગ્રામ'ને આગળ વધરવા માટે એક ખાસ ટીમ બનાવી છે. આ ટીમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન, રાષ્ટ્રીય મહામંત્રી સ્મૃતિ ઇરાની અને વિનોદ તાવડે, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, છત્તીસગઢના મંત્રી ઓપી ચૌધરી સહિત બીજા કેટલાક નેતાઓ છે. ભાજપ ઝડપથી જેન ઝી સાથે આઉટ રીચ પ્રોગ્રામ શરૂ કરવા માંગે છે. નવી પેઢી સાથે સીધો સંવાદ કરીને એમને પક્ષ તરફ વાળવાની કોશિષ થશે. આવનારી ચૂંટણીઓમાં પણ હવે જેન ઝીને વધુ ટિકિટો આપવી એવું નક્કી કરવામાં આવ્યું છે.
કોંગ્રેસનો દાવો ઃ સીમાંકન મામલે જોસેફ વિજય મક્કમ
તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે અરધી રાત્રે થયેલી મુલાકાત પછી એવી ચર્ચા ચાલી હતી કે, સીમાંકન બીલ બાબતે વિજય કુણા પડયા છે. જોકે હવે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે વિજયનું વલણ બદલાયું નથી. ભૂવનેશ્વરમાં કોંગ્રેસના નેતા સંતોષ સિંહ સલુજાએ કહ્યું છે કે મને નથી લાગતું કે વિજયનો નિર્ણય બદલાયો હોય. કારણ એ છે કે એમના પક્ષનો કોઈપણ સભ્ય લોકસભા કે રાજ્યસભામાં નથી. કોઈપણ રાજ્યની બેઠકો ઘટવી જોઈએ નહીં. બેઠકો ઓછી નહીં કરવાની વાત કહીને તેઓ પહેલાની જેમ જ વિચાર પ્રદર્શિત કરી રહ્યા છે. સલુજાનું કહેવું છે કે સીમાંકન બીલનો વિરોધ કોઈ નથી કરી રહ્યું. વાધો એ છે કે મહિલા અનામત નામના બીલે ખોટી રીતે સીમાંકન બીલ પસાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મહિલા અનામત બીલ ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં જ પસાર થઈ ચૂક્યું છે.
સૌરવ દાસની
હાઇકોર્ટમાં ઘા
કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે દિલ્હી હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. એમણે રાજકીય વિશ્લેષક અભિજીત ઐયર મિત્રા, અલગ અલગ લો પોર્ટલ અને મીડિયા સામે ફરિયાદ દાખલ કરી છે. પોતાના ઘરનું શુટીંગ કરીને એનું વિવરણ સાર્વજનીક કરવા બદલ આ બધા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સીજેપીના પ્રવક્તાએ કોર્ટ સમક્ષ પોતાના અધિકારો અને સુરક્ષા માટેની રક્ષા કરવાના અધિકારો માટે આરોપીઓને દંડીત કરવાની માંગણી પણ કરી છે. એમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ તેમજ ગુગલ સામે પણ પગલા લેવાની માંગણી કરી છે. ગુગલ અને એક્સ એના ઘરના તમામ વીડિયો પોતાના પ્લેટફોર્મ પરથી દુર કરે અને ભવિષ્યમાં આવુ પ્રસારણ થતું રોકે એને માટે પણ દાદ માંગી છે.
ભગવંત માનએ પણ બાયોપીક બનાવી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઇમેજ સામાન્ય લોકોમાં નસીબથી મુખ્યમંત્રી બનનારની છે. જોકે હવે ભગવંત માનએ ઇમેજ બદલવા માટે પોતાની જિંદગી પરથી આધારીત એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરાવી છે. આ ફિલ્મનું નામ 'સતૌજ સે સંસદ તક' રાખવામાં આવ્યું છે. માન આ ડોક્યુમેન્ટરીથી ખુબ ખુશ છે અને એની જાહેરાત એમણે પોતે જ સોશ્યલ મીડિયા એક્સ પર કરી છે. એમણે લખ્યું હતું કે, 'ડોક્યુમેન્ટરી ડિસ્કવરી ચેનલ પર ૩૦મી ઓગસ્ટે સાંજે ૭ વાગ્યે બતાવવામાં આવશે. મુખ્યમંત્રીએ એક્સ પર ડોક્યુમેન્ટરીની કેટલીક ક્લીપ પણ શેર કરી હતી. ડોક્યુમેન્ટરીમાં એમના ગામ સતૌજથી સંસદ સુધીની એમની સફર અને ત્યાર પછી મુખ્યમંત્રી બન્યા એ કાર્યકાળનો ઉલ્લેખ છે. આ ડોક્યુમેન્ટરી ૭ અલગ અલગ ભાષાઓમાં તૈયાર કરવામાં આવી છે.'
પાકિસ્તાન હાઇકમિશનની બહાર બુલડોઝર ચલાવીને ભારતે વળતો જવાબ આપ્યો
થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં ભારતના હાઇકમિશનની બહાર કરવામાં આવેલા કેટલાક બાંધકામોને પાકિસ્તાનના સત્તાવાળાઓએ તોડી પાડયા હતા. હવે ભારતે વળતા જવાબમાં પાકિસ્તાની હાઇકમિશનની બહાર બનાવવામાં આવેલા કેટલાક ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડી પાડયા છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ ખુલીને આ બાબતે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાનમાં ભારતના હાઇકમિશન બાબતે અમે પાકિસ્તાનને ઘણી વિનંતી કરી હતી છતાં તેઓ માન્યા નહોતા. એમણે લીધેલા એક્શનના રીએક્શનમાં અમે પણ એમની હાઇકમિશનની બહાર ઉભા કરેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું કહેવું છે કે, 'પાકિસ્તાનના ભારતીય હાઇકમિશનની સામે પાર્કિંગ માટે બનાવવામાં આવેલા કેટલાક ઢાંચા તોડી નાખવામાં આવ્યા હતા. અમે જોયું કે પાકિસ્તાન હાઇકમિશનની બહાર પણ કેટલાક ગેરકાયદેસર ઢાંચા બન્યા છે એટલે અમે એને દુર કર્યા.'
કેનેડાએ અમેરિકા સાથે દ્વિપક્ષીય વાતચીત રોકી
કેનેડાએ અમેરિકા સાથે દ્વિપક્ષીય વાતચીત રોકી દીધી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ સ્પષ્ટ કહ્યું છે કે, વોશિંગ્ટન દ્વારા છેલ્લી ઘડીએ પ્રસ્તાવીત શરતો બદલવામાં આવી છે એ અયોગ્ય અને આર્થિક રીતે નુકસાન કરનારી છે. આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પના એવા નિવેદન પછી આવ્યો છે કે જેમાં એમણે કહ્યું હતું. અમેરિકાએ કેનેડા સાથે સમજૂતી કરવી જોઈએ. વડાપ્રધાન કાર્નીનું માનવું છે કે, વાતચીતમાં થયેલી પ્રગતિ છતા પણ કેનેડાના મુખ્ય ઉદ્દેશો પુરા નથી થઈ રહ્યા. કેનેડાની પ્રાથમિકતા એવી છે કે, વેપાર માટે ટેરીફ મુક્ત પોલીસી બનાવવી, મુખ્ય ઉદ્યોગો પર અમેરિકન ટેરીફ ઘટાડવો અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગોને સુરક્ષા મળે એનું ધ્યાન રાખવું. છેલ્લા ૧૮ મહિનાથી કેનેડાની નવી સરકાર સ્થાનિક રીતે કેનેડાને વધુ સશક્ત બનાવવા માંગે છે.
જીતન રામ માઝી મદદ માટે લાલુ યાદવ પાસે કેમ ગયા હતા
બિહારના રાજકારણમાં લાલુ પ્રસાદનું કુટુંબ અને જીતન રામ માઝી કુટુંબ વચ્ચે થતી બોલાચાલી ચર્ચામાં છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી કે, તેજસ્વી યાદવએ દશરથ માઝીને બદલે જીતન રામ માઝીને શ્રદ્ધાંજલી આપી દીધી હતી. તેજસ્વી યાદવની ભૂલ પર જીતન રામ માઝીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે એમની (તેજસ્વી) 'રાતવાળી ઉતરી' નથી લાગતી. આ વિવાદમાં તેજસ્વીની બહેન રોહીણી આચાર્ય પણ કુદી પડી હતી. રોહીણીને જવાબ આપવા માટે જીતન રામ માઝીની વહુ દીપા માઝીએ મોરચો સંભાળ્યો હતો. જીતન રામ માઝી અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચે એક જમાનામાં ખૂબ અંગત સંબંધ હતા. જીતન રામ માઝી હંમેશા એક કિસ્સો યાદ કરે છે. એમનો ભાઈ ગોવિંદ પોલીસ ઇન્સ્પેક્ટર હતો. એમનું પોસ્ટીંગ કોડરમા ખાતે હતું એમની બદલી થઈ ગઈ. બદલી રોકવા માટે એમણે એક ધારાસભ્યને પૈસા આપ્યા હતા. જોકે કામ નહીં થયું. એ વખતે નાના ભાઈ ગોવિંદને લઈને જીતન રામ સીધા મુખ્યમંત્રી લાલુ યાદવ પાસે પહોંચી ગયા હતા અને લાલુ યાદવે થોડી મીનીટોમાં જ કામ કરી નાખ્યું હતું.