Gujarat

સુરત ડીઆર આઈ ડાયમંડ મીસડેકલેરેશન કેસમાં કેરોલીના ઈન્ડિયા પ્રા.લિ.ના ડીરેકટર સહિત બે કર્મચારીઓની ધરપકડ કરી

By GS Team
13 Dec 20211 min read
This article was originally published on 13 Dec 2021
સુરત ડીઆર આઈ ડાયમંડ મીસડેકલેરેશન કેસમાં કેરોલીના ઈન્ડિયા પ્રા.લિ.ના ડીરેકટર સહિત બે કર્મચારીઓની ધરપકડ કરી

સુરત, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર

સુરત ડીઆર આઈની ટીમે સચીનના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી આયાતી ડાયમંડ નો કુલ રૂ.1.50 કરોડની કિંમત ની જથ્થો મીસડેલેરેશન કરીને સ્થાનિક બજારમાં વેચી ડ્યુટી ચોરી કરનાર ત્રણ શખ્શોની ધરપકડ કરી છે. 

સેઝમા આવેલી કેરોલિના ઈન્ડીયા પ્રા..લિ.ના શકદાર સંચાલક તથા કંપની ના બે કર્મચારીઓને આયાતી ડાયમંડ ના જથ્થો વિદેશમાં નિકાસ કરવાને બદલે સ્થાનિક માર્કેટમાં વેચવા જતા ઝડપી લેવાયા છે.

સુત્રોના જણાવ્યા મુજબ શકદારોના સેઝ યુનિટમાં વિદેશથી આયાતી ડાયમંડને હિસાબી ચોપડે કુદરતી ડાયમંડ દર્શાવી ને મીસડેકલેરેશન કરીને હવાલા કૌભાંડ આચરતા હોવાની આશંકા અંગે વધુ તપાસ જારી રાખવામાં આવી છે.

શકદારોનો નવી સીવીલ હોસ્પિટલમાં લઈ જ ઈ કોવિડ -19 નો ટેસ્ટ રિપોર્ટ મેળવીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.