Gujarat

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટની સામાન્ય સભા શરૂ

By GS Team
13 Dec 20211 min read
This article was originally published on 13 Dec 2021
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટની સામાન્ય સભા શરૂ

સુરત, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી એ આજે 614.16 કરોડનું બજેટ રજૂ કર્યું છે તેના પર ચર્ચા શરૂ થઇ રહી છે.

ચર્ચા માં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને માટે દરેક સ્કૂલમાં સેનેટરી પેડ વેડીંગ મશીન મુકવા માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.


સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પિતા અકસ્માતમાં મૃત્યુ થાય તો તેમના માટે વીમો ઉતરાવવા માટે દોઢ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત દરેક સ્કૂલમાં વિદ્યાર્થીને પડવા વાગવા ની ઘટના બને તો તેના માટે ફર્સ્ટએડ બોક્સ આપવા માટે ની જોગવાઈ કરવામાં આવી છે.


શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો ની ભરતી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાતને પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ને પાલિકાનું સૂચન મળતા બજેટમા આ જોગવાઇ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત બજેટમાં અન્ય વિભાગ માટે ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે.