Daily Current Affairs

વિશ્વ ઓઝોન દિવસ 2026: ભારતે ‘નેટ ઝીરો પોર્ટલ’ અને ‘NAPCC ડેશબોર્ડ’ લોન્ચ કર્યા

By GS Team
16 Sep 20263 mins read
TukuTouch Logo
પર્યાવરણ મંત્રાલયે 16 સપ્ટેમ્બર, 2026ના રોજ મુંબઈમાં 'ઈન્ડિયા નેટ ઝીરો પોર્ટલ' અને 'નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ ડેશબોર્ડ' લોન્ચ કર્યા. આ ડિજિટલ પ્લેટફોર્મ્સ વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે શરૂ કરાયા છે. તે સંસ્થાઓને નેટ ઝીરો પ્રતિબદ્ધતા રજીસ્ટર કરવા અને ક્લાઇમેટ ચેન્જ મિશનોની પ્રગતિ પર નજર રાખવામાં મદદ કરશે. ભારતનું 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ ઓઝોન દિવસ 2026: ભારતે ‘નેટ ઝીરો પોર્ટલ’ અને ‘NAPCC ડેશબોર્ડ’ લોન્ચ કર્યા

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 16 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈમાં 'ઈન્ડિયા નેટ ઝીરો પોર્ટલ' અને 'નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ ડેશબોર્ડ' લોન્ચ કરવામાં આવ્યા છે. વિશ્વ ઓઝોન દિવસના અવસરે આ બંને ડિજિટલ પ્લેટફોર્મ્સનો શુભારંભ કર્યો છે. 

ઈન્ડિયા નેટ ઝીરો પોર્ટલ 

ભારતીય સંસ્થાઓ કે કંપનીઓ માટે પોતાની નેટ ઝીરો પ્રતિબદ્ધતાઓને સ્વેચ્છાએ રજીસ્ટર કરવા અને પ્રગતિ પર નજર રાખવા માટેનું કેન્દ્રીકૃત ડિજિટલ પ્લેટફોર્મ છે. સંસ્થાઓએ સ્કોપ 1 (Scope 1) અને સ્કોપ 2 (Scope 2) ના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની માહિતી આપવાની રહેશે. 

નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ ડેશબોર્ડ

ભારતના 'નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ' હેઠળના મિશનોની પ્રગતિ અને અમલીકરણનું નિરીક્ષણ કરવા માટેનો ડિજિટલ ડેશબોર્ડ છે.  NAPCC ભારત સરકાર દ્વારા 2008 માં શરૂ કરવામાં આવી હતી અને તેમાં કુલ 8 રાષ્ટ્રીય મિશન સામેલ છે જે નીચે મુજબ છે: 

  1. નેશનલ સોલર મિશન 
  2. નેશનલ મિશન ફોર એન્હાન્સ્ડ એનર્જી એફિશિયન્સી
  3. નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ હેબિટેટ
  4. નેશનલ વોટર મિશન
  5. નેશનલ મિશન ફોર સસ્ટેનિંગ ધ હિમાલયન ઇકોસિસ્ટમ
  6. નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા
  7. નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર
  8. નેશનલ મિશન ઓન સ્ટ્રેટેજિક નોલેજ ફોર ક્લાઇમેટ ચેન્જ

ભારતનું નેટ ઝીરો લક્ષ્ય

ભારત સરકારનું વર્ષ 2070 સુધીમાં સંપૂર્ણપણે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનું રાષ્ટ્રીય લક્ષ્ય છે.

વિશ્વ ઓઝોન દિવસ

વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઓઝોન સ્તરના સંરક્ષણ અંગે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો અને ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થોના ઉપયોગને ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે.  ઓઝોન દિવસ 2026ની થીમ ‘વધુ ઠંડા ગ્રહ માટે વૈશ્વિક પગલાં – મોન્ટ્રિયલ પ્રોટોકોલના કિગાલી સુધારા હેઠળ ટકાઉ ઠંડકના 10 વર્ષની ઉજવણી’ છે. 

ઓઝોન સ્તરનું ક્ષયન એ પૃથ્વીના વાતાવરણ માટે એક ગંભીર સમસ્યા છે, કારણ કે તે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો સામે રક્ષણ પૂરું પાડે છે. આ સમસ્યાને વૈશ્વિક સ્તરે રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. 

વિયેના કન્વેન્શન અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ

આ કન્વેશન 1985માં ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના ખાતે અપનાવવામાં આવ્યું હતું.  વિયેના કન્વેશન એ કોઈ ચોક્કસ પ્રદૂષકો કે રસાયણો પર સીધો પ્રતિબંધ મૂકતી સંધિ નહોતી, પરંતુ તે ઓઝોન સ્તરના રક્ષણ માટે વૈજ્ઞાનિક સહયોગ, સંશોધન અને માહિતીની આપ-લે કરવા માટેનું એક વૈશ્વિક માળખું પૂરું પાડતી હતી. 

આ કન્વેશને જ ભવિષ્યમાં ઓઝોન-વિનાશક પદાર્થો (જેવા કે CFCs) ના વપરાશને નાબૂદ કરવા માટેના સત્તાવાર અને કાયદાકીય રીતે બાધ્યકારી (Binding) એવા પ્રખ્યાત 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ(1987)' ના ઘડતર માટેનો રસ્તો સાફ કર્યો હતો. 

કિગાલી સુધારો (Kigali Amendment, 2016)

1 જાન્યુઆરી 2019 થી અમલમાં આવેલ મોન્ટ્રીયલ પ્રોટોકોલનો આ એક મહત્વપૂર્ણ સુધારો છે. આનો હેતુ હાઇડ્રોફ્લોરોકાર્બન (HFCs) ના વપરાશને તબક્કાવાર ઘટાડવો. જો કે HFCs ઓઝોન સ્તરને સીધું નુકસાન કરતા નથી, પરંતુ તે અત્યંત શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુઓ છે જે ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે.

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

પ્રશ્ન 1: નીચેના પૈકી કોનો જળવાયુ પરિવર્તન અંગેના રાષ્ટ્રીય કાર્યલક્ષી કાર્યક્રમ (National Action Plan) માં સમાવેશ થતો નથી?

(A) રાષ્ટ્રીય સૌર મિશન (National Solar Mission)

(B) રાષ્ટ્રીય ટકાઉ નિવાસસ્થાન મિશન (National Mission on Sustainable Habitat)

(C) રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના (National Electric Mobility Mission Plan)

(D) નેશનલ વોટર મિશન (National Water Mission)

પ્રશ્ન 2: નીચે પૈકી ક્યું/ક્યા ઓઝોન સ્તરના સંરક્ષણ સાથે જોડાયેલ છે?

(i) મોન્ટ્રીયલ પ્રોટોકોલ

(ii) વિયેના કન્વેન્શન

(iii) સ્ટોકહોમ કન્વેન્શન

(iv) રોટરડેમ કન્વેન્શન

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરશે.

(A) ફક્ત (i)

(B) ફક્ત (i) અને (ii)

(C) ફક્ત (ii) અને (iii)

(D) (i), (ii), (iii) અને (iv)