Daily Current Affairs

વરુણ 2026: ભારત-ફ્રાન્સની 24મી દ્વિપક્ષીય નૌકાદળ કવાયત, INS ત્રિશૂલનું ફ્રાન્સના ટૂલોનમાં આગમન

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
ભારતીય નૌસેનાનું INS ત્રિશૂલ (F43) ફ્રાન્સના ટૂલોન બંદરે પહોંચતા ભારત-ફ્રાન્સની 24મી દ્વિપક્ષીય દરિયાઈ કવાયત 'વરુણ'નો પ્રારંભ થયો છે. વર્ષ 2001થી શરૂ થયેલી આ કવાયતનો મુખ્ય હેતુ બંને નૌસેનાઓ વચ્ચે દરિયાઈ સહયોગ, ઓપરેશનલ સંકલન અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે વધારવાનો છે. INS ત્રિશૂલ બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરુણ 2026: ભારત-ફ્રાન્સની 24મી દ્વિપક્ષીય નૌકાદળ કવાયત, INS ત્રિશૂલનું ફ્રાન્સના ટૂલોનમાં આગમન

ભારતીય નૌસેનાના ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS ત્રિશૂલ (F43) ના ફ્રાન્સના ટૂલોન (Toulon) બંદરે આગમન સાથે ભારત અને ફ્રાન્સની નૌસેના વચ્ચેની દ્વિપક્ષીય દરિયાઈ કવાયત 'વરુણ' ના 24મા ક્ષેત્રિય સંસ્કરણનો પ્રારંભ થયો છે.

કવાયત અને ઉદ્દેશ્ય

'વરુણ' એ ભારતીય નૌસેના (IN) અને ફ્રેન્ચ નૌસેના (FN) વચ્ચે યોજાતી દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે, જેની શરૂઆત વર્ષ 2001 માં થઈ હતી. આનો મુખ્ય હેતુ બંને દેશોની નૌસેનાઓ વચ્ચે દરિયાઈ સહયોગ, ઓપરેશનલ કોઓર્ડિનેશન (સંકલન), ઇન્ટર-ઓપરેબિલિટી અને સર્વોત્તમ પદ્ધતિઓની આપ-લે વધારવાનો છે.

INS ત્રિશૂલ (INS Trishul - F43) વિશે

INS ત્રિશૂલ ભારતીય નૌસેનાનું તલવાર શ્રેણી (Talwar-class) નું ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે જેને વર્ષ 2003 માં નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. જે બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ સહિતની આધુનિક ક્ષમતાઓથી સજ્જ છે.

વ્યૂહાત્મક મહત્વ

આ કવાયત ભારતીય નૌસેનાની હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) ની બહાર પણ સતત સક્રિય રહેવાની અને વૈશ્વિક ભાગીદાર દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ કરવાની ક્ષમતા દર્શાવે છે.

ભારત–ફ્રાન્સની અન્ય સંયુક્ત સૈન્ય કવાયત 

VARUNA — ભારત અને ફ્રાન્સની નૌકાદળની સંયુક્ત કવાયત.

GARUDA — ભારત અને ફ્રાન્સની વાયુસેનાની સંયુક્ત કવાયત.

SHAKTI — ભારત અને ફ્રાન્સની સેનાની (Army) સંયુક્ત કવાયત.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1. 'વરુણ' કયા બે દેશોની નૌસેના વચ્ચેની દ્વિપક્ષીય કવાયત છે?

(A) ભારત–અમેરિકા
(B) ભારત–ફ્રાન્સ
(C) ભારત–બ્રિટન
(D) ભારત–ઇટાલી