Daily Current Affairs

SLINEX-26: ભારત-શ્રીલંકા વચ્ચે 13મી દ્વિપક્ષીય દરિયાઈ કવાયત વિશાખાપટ્ટનમમાં

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
ભારત અને શ્રીલંકા વચ્ચેની 13મી દ્વિપક્ષીય દરિયાઈ કવાયત 'SLINEX-26' 17 થી 21 સપ્ટેમ્બર, 2026 દરમિયાન વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ રહી છે. ભારતીય નૌકાદળના INS કવરત્તી અને INS જ્યોતિ, જ્યારે શ્રીલંકા નૌકાદળનું SLNS સિંદુરાલા ભાગ લઈ રહ્યા છે. આ કવાયતનો મુખ્ય હેતુ દરિયાઈ સહયોગ અને ઓપરેશનલ તાલમેલ વધારવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SLINEX-26: ભારત-શ્રીલંકા વચ્ચે 13મી દ્વિપક્ષીય દરિયાઈ કવાયત વિશાખાપટ્ટનમમાં

ભારત અને શ્રીલંકા વચ્ચેની 13મી દ્વિપક્ષીય દરિયાઈ કવાયત ‘SLINEX-26’નું આયોજન 17થી 21 સપ્ટેમ્બર, 2026 દરમિયાન વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતે કરવામાં આવી રહ્યું છે. આ કવાયતની શરૂઆત હાર્બર ફેઝથી થઈ છે, ત્યારબાદ સી ફેઝ યોજાશે. ભારતીય નૌકાદળ તરફથી સ્વદેશી એન્ટી-સબમરીન વૉરફેર કૉર્વેટ INS કવરત્તી અને ફ્લીટ ટેન્કર INS જ્યોતિ ભાગ લઈ રહ્યાં છે, જ્યારે શ્રીલંકા નૌકાદળ તરફથી SLNS સિંદુરાલા ભાગ લઈ રહ્યું છે.

કવાયતના તબક્કા 

  1. હાર્બર ફેઝ (Harbour Phase)
    • વ્યાવસાયિક વિનિમય, ક્રોસ-ડેક મુલાકાતો અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન.
    • યોગ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.
  2. સી ફેઝ (Sea Phase)
    • દરિયામાં પરસ્પર ઓપરેશનલ તાલમેલ (Operational Synergy) અને આંતર-કાર્યક્ષમતા (Interoperability) વધારવા માટે સંયુક્ત કવાયતો.

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને વ્યૂહાત્મક મહત્વ

SLINEXની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. ત્યારથી આ કવાયત ભારત અને શ્રીલંકાનાં નૌકાદળો વચ્ચે દરિયાઈ સહયોગ, સુમેળ અને એકબીજાની કાર્યપદ્ધતિ સમજવાનો છે.

આ કવાયત ભારતની MAHASAGAR (Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) વિઝન સાથે સુસંગત છે, જે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષિત, સ્થિર અને સમાવેશી દરિયાઈ વાતાવરણ સુનિશ્ચિત કરે છે.

ભારત - શ્રીલંકા સંયુક્ત કવાયતો

image.png

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: તાજેતરમાં ચર્ચામાં રહેલ 'SLINEX-26' દરિયાઈ કવાયત કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી?

(A) ભારત - બાંગ્લાદેશ

(B) ભારત - શ્રીલંકા

(C) ભારત - સિંગાપુર

(D) ભારત - માલદીવ