જાહેર ક્ષેત્રની બૅન્કોના NPA ઐતિહાસિક નીચલા સ્તરે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 17 ઑગસ્ટ 2026ના રોજ જણાવ્યું કે ભારતની જાહેર ક્ષેત્રની બૅન્કોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેમના નોન પરફોર્મિંગ એસેટસ (Non-Performing Assets -NPAs) ઐતિહાસિક રીતે સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે.
PIB મુજબ 31 માર્ચ 2026ના રોજ જાહેર ક્ષેત્રની બૅન્કનો:
- Gross NPA Ratio → 1.93%
- Net NPA Ratio → 0.39%
રહ્યો હતો. બંને ઐતિહાસિક રીતે સૌથી નીચા સ્તરે હતા. આ સાથે FY 2025-26માં જાહેર ક્ષેત્રની બૅન્કનો કુલ નફો પણ ₹1.98 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
NPA એટલે શું?
એવું બૅન્ક ધિરાણ કે લોન ખાતું, જેમાં મુદ્દલ અથવા વ્યાજની ચુકવણી 90 દિવસથી વધુ સમય સુધી બાકી રહે, તેને સામાન્ય રીતે NPA તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
- સામાન્ય વ્યાપારી કે વ્યક્તિગત લોન: સતત 9૦ દિવસ સુધી હપ્તા કે વ્યાજ ન ચૂકવાય ત્યારે તેને NPA ગણવામાં આવે છે.
- કૃષિ લોન: ટૂંકા ગાળાના પાક માટે સતત 2 મોસમ (2 crop seasons) અને લાંબા ગાળાના પાક માટે 1 મોસમ (1 crop season) સુધી ચૂકવણી ન થાય ત્યારે NPA વર્ગીકૃત થાય છે.
Gross NPA vs Net NPA
- Gross NPA (GNPA): બૅન્કની તમામ બાકી રહેલી NPA લોનનું કુલ નાણાકીય મૂલ્ય (એગ્રીગેટ વેલ્યુ).
- Net NPA (NNPA): બૅન્કે સંભવિત ખોટ સામે કરેલી જોગવાઈ (Provisioning) બાદ કર્યા પછીની વાસ્તવિક NPA.
Net NPA = Gross NPA - Provisions
NPA નિયંત્રણ માટેના મુખ્ય સરકારી અને રાજકોષીય પગલાં
- SARFAESI Act, 2002: બૅન્કોને અદાલતના હસ્તક્ષેપ વગર સિક્યોરિટી કે ગિરવે મૂકેલી મિલકત જપ્ત કરીને વસૂલાત કરવાનો અધિકાર આપે છે.
- IBC, 2016 (Insolvency and Bankruptcy Code): કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓના સમયબદ્ધ નાદારી નિવારણ માટેનો કાયદો.
- NARCL (National Asset Reconstruction Company Limited): જેને "Bad Bank" તરીકે ઓળખવામાં આવે છે, જે બૅન્કોની મોટી સ્ટ્રેસ્ડ એસેટ્સ ખરીદીને રિકવરીમાં મદદ કરે છે.
- Banking Reforms: શાસન, ટેકનોલોજી, જોખમ વ્યવસ્થાપન અને કાર્યકારી કાર્યક્ષમતા(operational efficiency)માં સુધારા કરવામાં આવ્યા.
સંભવિત પ્રશ્ન:
- નીચે આપેલ નિવેદન-કારણ ધ્યાનમાં લઈને સાચો જવાબ પસંદ કરો.
નિવેદન(A): PSBsમાં NPAના ઘટાડાથી બેન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે.
કારણ (R): NPAમાં ઘટાડાથી બેન્કોની સંપતિની ગુણવત્તામાં સુધારો થાય છે અને ખરાબ લોન સંબંધિત દબાણ ઘટી શકે છે.
(A) A અને R બંને સાચાં છે અને R, Aનું યોગ્ય કારણ છે.
(B) A અને R બંને સાચાં છે, પરંતુ R, Aનું યોગ્ય કારણ નથી.
(C) A સાચું છે, R ખોટું છે.
(D) A ખોટું છે, R સાચું છે.









