Daily Current Affairs

આદિવાસી ભાષાઓના સંરક્ષણ માટે 'આદિ વાણી'નું અપગ્રેડેશન અને 'ટ્રાઇબોટ' લોન્ચ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય જનજાતીય બાબતોનું મંત્રાલય 24થી 26 ઑગસ્ટ 2026 દરમિયાન મૈસૂર, કર્ણાટક ખાતે 'નેશનલ કોનક્લેવ ઓન ટ્રાઇબલ લેંગ્વેજિસ ઍન્ડ મ્યુઝિયમ્સ' યોજશે. આદિ વાણી પ્લેટફોર્મની નવી iOS એપ અને 5 નવી આદિવાસી ભાષાઓ ઉમેરાશે. 'ટ્રાઇબોટ' ચેટબોટ લોન્ચ થશે. આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયો પર પણ ભાર મૂકાશે, જેમાં ગુજરાતના રાજપીપળાનું મ્યુઝિયમ પણ સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આદિવાસી ભાષાઓના સંરક્ષણ માટે 'આદિ વાણી'નું અપગ્રેડેશન અને 'ટ્રાઇબોટ' લોન્ચ

કેન્દ્રીય જનજાતીય બાબતોના મંત્રાલય  દ્વારા 24થી 26 ઑગસ્ટ 2026 દરમિયાન મૈસૂર(કર્ણાટક) ખાતે 'નેશનલ કોનક્લેવ ઓન ટ્રાઇબલ લેંગ્વેજિસ ઍન્ડ મ્યુઝિયમ્સ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મહત્ત્વપૂર્ણ પહેલ અને લોન્ચ: 

  • આદિ વાણી પ્લેટફોર્મનું મેજર અપગ્રેડ કરવામાં આવશે અને તેની નવી iOS એપ લોન્ચ કરાશે. આ પ્લેટફોર્મમાં 5 નવી આદિવાસી ભાષાઓ અને અન્ય નવા ફિચર્સ ઉમેરવામાં આવશે.
  • આદિવાસી ભાષાઓ અને સંસ્કૃતિ સંબંધિત માહિતી અને સહયોગ માટે 'ટ્રાઇબોટ' ચેટબોટ લોન્ચ કરવામાં આવશે.
  • કેન્દ્રીય જનજાતીય બાબતોના મંત્રાલય અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન લેંગ્વેજિસ (CIIL) વચ્ચે કરાર (MoU) કરવામાં આવશે.
  • આદિવાસી ભાષાઓમાં 'કર્ણાટક પ્રાઇમર્સ'(પ્રાથમિક શિક્ષણ સાહિત્ય)નું વિમોચન કરવામાં આવશે.

આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયો (Tribal Freedom Fighter Museums - TFFMs):

  • વડાપ્રધાને 2016ના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને બિરદાવવા મ્યુઝિયમ સ્થાપવાની જાહેરાત કરી હતી.
  • મંત્રાલય દ્વારા 10 રાજ્યોમાં 11 ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ(TFFMs) મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 4નું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પણ ગોવિંદ ગુરુ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે.
  • મ્યુઝિયમમાં આધુનિક ડિસ્પ્લે તકનીકો જેમ કે AR/VR (ઓગમેન્ટેડ/વર્ચ્યુઅલ રિયાલિટી) અને ઇન્ટરેક્ટિવ કિયોસ્કનો ઉપયોગ કરવા પર ભાર મૂકાશે.

પરિક્ષાલક્ષી પ્રશ્નો:

પ્રશ્ન 1: ‘નેશનલ કોનક્લેવ ઓન ટ્રાઇબલ લેંગ્વેજિસ એન્ડ મ્યુઝિયમ્સ’નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે?

 (A) બેંગલુરુ
(B) મૈસૂર
(C) હૈદરાબાદ
(D) ભોપાલ

પ્રશ્ન 2: ‘નેશનલ કોનક્લેવ ઓન ટ્રાઇબલ લેંગ્વેજિસ એન્ડ મ્યુઝિયમ્સ’નું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે?

 (A) સંસ્કૃતિ મંત્રાલય
(B) શિક્ષણ મંત્રાલય
(C) કેન્દ્રીય જનજાતીય બાબતોનું મંત્રાલય
(D) ગૃહ મંત્રાલય