Daily Current Affairs

ખજુરાહોના જાવરી મંદિર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને 11મી સદીની વિષ્ણુ પ્રતિમા

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
ખજુરાહોના જાવરી મંદિરમાંથી ગુમ થયેલી 11મી સદીની વિષ્ણુ પ્રતિમાનું શીર્ષ ASI સ્ટોરમાંથી મળી આવ્યું છે. આ સાથે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો લાંબો કાનૂની વિવાદ સમાપ્ત થયો છે. મધ્યપ્રદેશના છત્તારપુર જિલ્લામાં આવેલું આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ચંદેલા રાજવંશ દ્વારા 1075 થી 1100 ઈસવીની વચ્ચે નિર્માણ પામેલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખજુરાહોના જાવરી મંદિર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને 11મી સદીની વિષ્ણુ પ્રતિમા

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે મધ્યપ્રદેશના ખજુરાહો સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ એવા જાવરી મંદિરની 11મી સદીની વિષ્ણુ પ્રતિમાનું ગુમ થયેલું શીર્ષ ASI સ્ટોરમાંથી મળી આવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો લાંબો કાનૂની વિવાદ હવે સમાપ્ત થયો છે.

ખજુરાહોનું જાવરી મંદિર 

આ મંદિર મધ્યપ્રદેશના છત્તારપુર જિલ્લામાં ખજુરાહોના પૂર્વીય સમંદિરોના સમૂહમાં આવેલું છે. ખજુરાહો સ્મારકોનો આ સમૂહ 1986 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત થયો હતો. 

ચંદેલા રાજવંશના શાસનકાળ દરમિયાન 1075 થી 1100 ઈસવી ની વચ્ચે નિર્માણ પામેલું આ મંદિર ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે.

સ્થાપત્યશૈલી અને કલાત્મક વિશેષતાઓ 

  • નિરંધાર આર્કિટેક્ચર: આ મંદિર નિરંધાર શૈલીમાં બનેલું છે, એટલે કે તેમાં ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણાપથ હોતો નથી. અને તે ચાર મુખ્ય એકમોમાં વહેંચાયેલું છે: અર્ધમંડપ, મંડપ, અંતરાલ અને ગર્ભગૃહ.
  • મકર-તોરણ: મંદિરના પ્રવેશદ્વાર પર ખૂબ જ સુંદર અને કોતરણીવાળું કાલ્પનિક મગરના આકારનું 'મકર-તોરણ' આવેલું છે, જે ચંદેલા કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
  • શિખર: ઊંચા પથ્થરના પ્લિન્થ (જગતી) પર ઊભેલું પાતળું અને ભવ્ય વળાંકવાળું શિખર આવેલું છે.
  • શિલ્પકળા: બહારની દીવાલો પર અપ્સરાઓ, દેવતાઓ, પૌરાણિક જીવો અને મિથુન મુદ્રાઓની બે થી ત્રણ આડી પટ્ટીઓ કોતરવામાં આવી છે.
  • ગર્ભગૃહના દરવાજા: દરવાજાના ઉપરના લિન્ટલ ભાગ પર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ (ત્રિદેવ) તેમજ નવગ્રહોની સુંદર પ્રતિમાઓ કંડારેલી છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. જાવરી મંદિર ચોલ રાજવંશના શાસનકાળ દરમિયાન બંધાયું હતું.

2. મંદિરના પ્રવેશદ્વાર પર મકર-તોરણ આવેલું છે.

3. મંદિરના ગર્ભગૃહના દરવાજા પર ત્રિદેવ અને નવગ્રહોની પ્રતિમાઓ કંડારેલી છે.

ઉપરોક્તમાંથી કયાં વિધાનો સાચાં છે?

(A) માત્ર 1 અને 2

(B) માત્ર 2 અને 3

(C) માત્ર 1 અને 3

(D) 1, 2 અને 3