Daily Current Affairs

ISROનું GSLV-F17 મિશન સફળ, 5.7 ટનના EOS-05 ઉપગ્રહનું SGTOમાં પ્રક્ષેપણ

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
ઇસરોએ 4 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રી હરિકોટાથી GSLV-F17 રોકેટ દ્વારા સફળતાપૂર્વક EOS-05 ઉપગ્રહ લોન્ચ કર્યો. 5.7 ટન વજનનો આ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 36,000 કિમી ઊંચાઈએથી ભારત અને આસપાસના વિસ્તારોની દર 30 મિનિટે રિયલ-ટાઇમ તસવીરો મોકલશે. 9 વર્ષના મિશનથી કૃષિ, હવામાન અને આપત્તિ વ્યવસ્થાપનમાં મદદ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ISROનું GSLV-F17 મિશન સફળ, 5.7 ટનના EOS-05 ઉપગ્રહનું SGTOમાં પ્રક્ષેપણ

ઇસરો દ્વારા 4 સપ્ટેમ્બર, 2026ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા પ્રક્ષેપણ મથક પરથી GSLV-F17 રોકેટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ મિશન દ્વારા આશરે 5.7 ટન વજન ધરાવતા EOS-05 ઉપગ્રહને સબ-જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (SGTO) માં સ્થાપિત કરવામાં આવ્યો છે. 

EOS-05 ઉપગ્રહ

EOS-05 પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે જે આશરે 36,000 કિમી ઊંચાઈની ભૂસ્થિર કક્ષા નજીકથી પૃથ્વીનું નિરીક્ષણ કરવા માટે રચાયેલ છે. આ ઉપગ્રહનો મુખ્ય હેતુ ભારતીય ભૂમિ અને તેની આસપાસના વિસ્તારોની રીઅલ ટાઇમની તસવીરો મેળવવાનો છે. આ ઉપગ્રહ તેના અપેક્ષિત 9 વર્ષના ઓપરેશનલ જીવન દરમિયાન દર 30 મિનિટે રિયલ ટાઇમ છબીઓ પ્રસારિત કરવા માટે બનાવાયેલ છે. 

સબ-જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ

સબ-જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ એ એવી પરિવહન કક્ષા છે જેનો ઉપયોગ ઉપગ્રહને અંતિમ ભૂસ્થિર કક્ષા (Geostationary Orbit) તરફ લઈ જવા માટે કરવામાં આવે છે.

ભૂસ્થિર કક્ષા પૃથ્વીના વિષુવવૃત્તથી આશરે 35,786 કિમી ઊંચાઈએ આવેલી હોય છે. આ કક્ષામાં પરિભ્રમણ કરતો ઉપગ્રહ પૃથ્વીની પરિભ્રમણ ગતિ સાથે સુસંગત રહે છે અને પૃથ્વી પરથી જોતા લગભગ એક જ સ્થાન ઉપર સ્થિર દેખાય છે.

પૃથ્વી અવલોકન ઉપગ્રહોનું મહત્વ

પૃથ્વી અવલોકન ઉપગ્રહો દ્વારા મેળવવામાં આવતી માહિતીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય છે, જેમ કે—

  • કૃષિ અને પાકનું નિરીક્ષણ
  • હવામાન અને પર્યાવરણનું નિરીક્ષણ
  • કુદરતી આપત્તિનું સંચાલન
  • મેપિંગ અને ભૂમિ ઉપયોગનું નિરીક્ષણ
  • જળસ્રોતોનું નિરીક્ષણ
  • શહેરી તથા માળખાકીય આયોજન

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: EOS-05 ઉપગ્રહ અંગે નીચેના નિવેદનો ધ્યાનમાં લો:
1. EOS-05 પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે.
2. તેનું મુખ્ય કાર્ય ભારતીય ભૂમિ અને આસપાસના વિસ્તારોની તસવીરો મેળવવાનું છે.
3. તે આશરે દર 60 મિનિટે તસવીરો મેળવવાની ક્ષમતા ધરાવે છે.
4. તેનું અપેક્ષિત કાર્યકારી આયુષ્ય આશરે 10 વર્ષ છે.
સાચો જવાબ પસંદ કરો:

(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4